ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું UP માં પેટાચૂંટણીની તારીખ બદલાશે? ભાજપે ચૂંટણી પંચ પાસે કરી આ માંગણી

UP માં ચૂંટણીને લઈને રાજકીય પક્ષો મેદાને યુપીમાં પેટાચૂંટણીની તારીખ બદલાશે, ભાજપે કરી માગ કાર્તિક પૂર્ણિમાના સ્નાનનો ઉત્સવ અને પૂજા હોવાનું જણાવ્યું ચૂંટણી પંચે યુપી (UP)માં પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે . યુપી (UP)ની 9 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી...
09:35 PM Oct 17, 2024 IST | Dhruv Parmar
  1. UP માં ચૂંટણીને લઈને રાજકીય પક્ષો મેદાને
  2. યુપીમાં પેટાચૂંટણીની તારીખ બદલાશે, ભાજપે કરી માગ
  3. કાર્તિક પૂર્ણિમાના સ્નાનનો ઉત્સવ અને પૂજા હોવાનું જણાવ્યું

ચૂંટણી પંચે યુપી (UP)માં પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે . યુપી (UP)ની 9 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે. પરંતુ આ દરમિયાન એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે શું યુપી (UP)માં પેટાચૂંટણીની તારીખ બદલવામાં આવશે? વાસ્તવમાં ભાજપે હવે ચૂંટણીની તારીખોમાં ફેરફારની માંગ કરી છે. આ અંગે ભાજપે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. જેમાં તેમણે 13 નવેમ્બરના બદલે 20 નવેમ્બરે ચૂંટણી કરાવવાની માંગ કરી છે.

આ કારણ આપ્યું...

ભાજપે ચૂંટણી પંચને આપેલા કારણમાં લખ્યું છે કે કાર્તિક પૂર્ણિમાના સ્નાનનો ઉત્સવ અને પૂજા 15 નવેમ્બર 2024 ના રોજ થશે. મોટી સંખ્યામાં લોકો તેમાં આસ્થા ધરાવે છે. ભાજપે કહ્યું છે કે, ગાઝિયાબાદ, પ્રયાગરાજ, કુંડારકી અને મીરાપુરમાં કાર્તિક પૂર્ણિમાના અવસર પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. લોકો આમાં ભાગ લેવા માટે 3 થી 4 દિવસ અગાઉથી જાય છે. જેના કારણે અનેક મતદારો મતદાનથી વંચિત રહેશે. આવી સ્થિતિમાં, 100% મતદાનનો લક્ષ્યાંક પ્રાપ્ત થઈ શકશે નહીં. તેથી, મતદાનમાં ભાગ લેવાની તારીખ બદલવી જોઈએ.

આ પણ વાંચો : 'યોગીની ઠોક દેંગે નીતિ...', Asaduddin Owaisi એ એનકાઉન્ટર વિશે કહી આ મોટી વાત...

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર...

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે. અગાઉ ચૂંટણી 23 નવેમ્બર 2023 ના રોજ યોજાવાની હતી, પરંતુ દેવુથની એકાદશીના કારણે આ દિવસે મોટા પાયે લગ્ન સમારોહનું આયોજન થવાનું હતું. આવી સ્થિતિમાં સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને અપીલ કરી હતી. જે બાદ તેને બદલીને 25 નવેમ્બર 2023 કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં યુપી (UP)માં પણ પેટાચૂંટણીની તારીખો બદલાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે યુપી (UP) પેટાચૂંટણી માટે સપા, બસપા, ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પેટાચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવશે.

આ પણ વાંચો : Baba Siddiqui ની હત્યાનો મામલો, Zeeshan Siddique એ કરી આજીજી, કહ્યું- મારે ન્યાય જોઈએ છીએ...

Tags :
BJPElection CommissionGujarati NewsIndiaNationalUP By Election 2024UP By Elections Date
Next Article