ભાજપના Shaina NC ને આ પક્ષે ટિકીટ આપતાં લોકો આશ્ચર્યમાં.....
- ભાજપના પ્રવક્તા શાયના એન. સી ને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ ટિકીટ આપી
- સોમવારે ભાજપના પ્રવક્તા શાયના શિવસેનામાં જોડાયા
- શિવસેનાએ મુંબાદેવી મતવિસ્તારમાંથી ટિકીટ આપી
Shaina NC : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોના દાવ મતદારોને આશ્ચર્યમાં મુકી રહ્યા છે. ભાજપના પ્રવક્તા શાયના એન. સી (Shaina NC)ને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ ટિકીટ આપતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. 51 વર્ષની શાયના મુંબાદેવીથી ટિકીટ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, શિવસેનાના 15 ઉમેદવારોની યાદી જાહેર થયાના થોડા કલાકો બાદ સોમવારે ભાજપના પ્રવક્તા શાયના શિવસેનામાં જોડાયા હતા. મતલબ કે હવે તે શિવસેનાના નેતા શાયના એનસી કહેવાશે.
શિવસેનાએ મુંબાદેવી મતવિસ્તારમાંથી ટિકીટ આપી
આ સીટ મુંબઈ લોકસભાનો ભાગ છે. કોંગ્રેસ અહીં 2009થી જીતી રહી છે. જો કે, શાયના વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ તેમને વરલી સીટથી ટિકિટ આપી શકે છે પરંતુ તે શિવસેના પાસે જતા રહ્યા અને મિલિંદ દેવરાને અહીંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા. હવે શિવસેનાએ મુંબાદેવી મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર અમીન પટેલ સામે ભાજપના પૂર્વ નેતા અને પ્રવક્તા શાયના એનસીને મેદાનમાં ઉતાર્યા છે. પટેલ 2009, 2014 અને 2019માં સતત ત્રણ વખત જીત્યા છે.
હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાયુતિના નેતૃત્વનો આભાર માનવા માગું છું.
શાયનાએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગઠબંધનના ઉમેદવાર તરીકે ટિકિટ મેળવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાયુતિ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ મુંબઈના લોકો માટે પ્રતિબદ્ધ છે અને તેમની ઉમેદવારી એ મુંબઈના લોકોની સેવા કરવાની અને તેમનો અવાજ ઉઠાવવાની તક છે. શાયનાએ કહ્યું, 'હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાયુતિના નેતૃત્વનો આભાર માનવા માગું છું... હું દક્ષિણ મુંબઈમાં રહી છું અને મને ખબર છે કે અહીંના નાગરિકોને કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, પછી ભલે તે ક્લસ્ટર હોય, વિકાસ હોય, સ્થાનિક હોય કે સ્વચ્છતા અથવા ખુલ્લી જગ્યા.
આ પણ વાંચો----ચૂંટણી ટાણે Maharashtra Politicsમાં ગરમાવો, આ નેતા જોડાયા NCP માં
એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા
સોમવારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. શિવસેના તરફથી તેમની ઉમેદવારી અંગે તેમણે કહ્યું, 'હંમેશા મહાયુતિ નેતૃત્વ નક્કી કરે છે કે કયા ઉમેદવારને ક્યાંથી મેદાનમાં ઉતારવા જોઈએ. મારે માત્ર ધારાસભ્ય નથી બનવું પણ જનતાનો અવાજ બનવા માંગુ છું. તેણીએ કહ્યું કે હું લોકોને ખાતરી આપું છું કે મારી પાસે અંગત મદદનીશ (PA) નથી, હું મારા તમામ કોલનો જવાબ આપું છું અને હું હંમેશા મારા નાગરિકો અને તમામ મતદારો માટે સુલભ અને જવાબદાર રહીશ. તે આજે ઉમેદવારી નોંધાવશે. તે પહેલા તે મુંબા દેવી મંદિર જશે.
"Opportunity to serve Mumbaikars, become their voice": Shaina NC after being fielded as Mahayuti candidate
Read @ANI Story | https://t.co/2Yk0hqAx6l#ShainaNC #ShivSena #Mahayuti #MaharashtraAssembly pic.twitter.com/xiLgpzEWyB
— ANI Digital (@ani_digital) October 28, 2024
સત્તાધારી મહાયુતિ ગઠબંધન અને વિપક્ષ મહાવિકાસ આઘાડી વચ્ચે સ્પર્ધા
સત્તાધારી મહાયુતિ ગઠબંધન અને વિપક્ષ મહાવિકાસ આઘાડી (શિવસેના-યુબીટી, એનસીપી-શરદ પવાર જૂથ અને કોંગ્રેસ) વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને અજિત પવારની આગેવાની હેઠળની NCP સાથે સત્તાધારી મહાયુતિ ગઠબંધનનો ભાગ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે, જેમાં 23 નવેમ્બરે તમામ 288 મતવિસ્તારોની મતગણતરી થશે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. 2014માં ભાજપને 122, શિવસેનાને 63 અને કોંગ્રેસને 42 બેઠકો મળી હતી.
શાયના એનસી વિશે
શાયનાના ફેસબુક પેજ મુજબ, તે એક સામાજિક કાર્યકર, રાજકારણી તેમજ ફેશન ડિઝાઇનર છે. અત્યાર સુધી તે બીજેપીનો અવાજ ઉઠાવતા રહ્યા છે અને ટીવી ડિબેટમાં પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા છે.
આ પણ વાંચો----Maharashtra : BJP એ ત્રીજી યાદી જાહેર કરી, જાણો 25 ઉમેદવારોના નામમાં કોણ-કોણ સામેલ?