Exposed: સાંસદ રામ મોકરીયાએ સસ્તા અનાજની ગુણવત્તાની ખોલી પોલ
- ભાજપના સાંસદ રામ મોકરીયાએ ખોલી પુરવઠા વિભાગની પોલ
- સસ્તા અનાજમાં થતી ભેળસેળનો રામ મોકરીયાએ કર્યો પર્દાફાશ
- રાજકોટ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં તડાફડી
- સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા
- નમૂના આપી અનાજની ગુણવત્તા તપાસવા કરી માગ
- જુદી જુદી સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલકેટરને સોંપ્યા
- ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા, જીવાત હોવાનું આવ્યું સામે
- સારા અનાજનું વિતરણ કરવા અને તપાસ કરી રિપોર્ટ સોંપવા કરી માગ
Exposed : ભાજપના સાંસદ રામ મોકરીયાએ ખુદ પુરવઠા વિભાગની પોલ ખોલતા સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે. રામ મોકરીયાએ સસ્તા અનાજમાં ભેળસેળ થતી હોવાનો પર્દાફાશ (Exposed) કર્યો છે
સસ્તા અનાજમાં થતી ભેળસેળનો પર્દાફાશ
ભાજપના સાંસદ રામ મોકરીયાએ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં જ પુરવઠા વિભાગની પોલ ખોલી નાખતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રામ મોકરીયાએ ગરીબોને અપાતા સરકારી સસ્તા અનાજમાં થતી ભેળસેળનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં તડાફડી મચી હતી.
આ પણ વાંચો---Morbi Bridge case ના આરોપી Jaysukh Patelના સન્માનથી વિવાદ
સસ્તા અનાજના નમૂના આપ્યા હતા
જિલ્લા કલેક્ટરની બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા હતા અને અનાજની ગુણવત્તા તપાસવા માગ કરી હતી. રામભાઇએ જુદી જુદી સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપ્યા હતા.
ઓછી ગુણવત્તા હોવાનું તથા તેમાં જીવાત હોવાનો પર્દાફાશ
Rajkot: BJP ના સાંસદ Ram Mokaria એ ખોલી પુરવઠા વિભાગની પોલ | Gujarat First@irammokariya @kunvarjibavalia @CollectorRjt #rajkot #RamMokariya #FoodSupplyScandal #RajkotNews #PoorQualityGrain #PDSCorruption #FoodDistributionIssues #RajkotCollector #PublicWelfare #AnajBhandarProbe… pic.twitter.com/94Wh6Dbi2v
— Gujarat First (@GujaratFirst) November 16, 2024
સાંસદે આપેલા નમુનામાં ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા હોવાનું તથા તેમાં જીવાત હોવાનું સામે આવ્યું હતું. તેમણે સારા અનાજનું વિતરણ કરવા અને તપાસ કરી રિપોર્ટ સોંપવા માગ કરી હતી.
આ પણ વાંચો----Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કૃષિ પાકો અંગે મોટી આગાહી, શિયાળુ પાક માટે...