Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP MP : ગેરકાયદે ખનન, ઓવરલોડ ટ્રકોનું પરિવહન..., NGT એ બ્રિજભૂષણ સિંહ સામે તપાસના આદેશ આપ્યા

BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની સામે હવે નવી મુશ્કેલી ઊભી થઈ છે. NGT (ગ્રીન ટ્રિબ્યુનલ) એ ગોંડામાં સાંસદ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન, ઓવરલોડ ટ્રકના ગેરકાયદેસર ચલાવવાના આરોપોની તપાસ માટે સંયુક્ત સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. MoEF, CPCB, સ્વચ્છ ગંગા...
bjp mp   ગેરકાયદે ખનન  ઓવરલોડ ટ્રકોનું પરિવહન     ngt એ બ્રિજભૂષણ સિંહ સામે તપાસના આદેશ આપ્યા

BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની સામે હવે નવી મુશ્કેલી ઊભી થઈ છે. NGT (ગ્રીન ટ્રિબ્યુનલ) એ ગોંડામાં સાંસદ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન, ઓવરલોડ ટ્રકના ગેરકાયદેસર ચલાવવાના આરોપોની તપાસ માટે સંયુક્ત સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. MoEF, CPCB, સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન અને UP પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સંયુક્ત સમિતિ કથિત ગેરકાયદેસર ખાણકામ અને ઓવરલોડ ટ્રકો દ્વારા ગેરકાયદેસર પરિવહનને કારણે પર્યાવરણને થતા નુકસાનની તપાસ કરશે. સમિતિને 7 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

એનજીટીએ નિર્દેશ આપ્યો છે કે કમિટી એક સપ્તાહની અંદર તે જગ્યાની મુલાકાત લેશે જ્યાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. હકીકતમાં, NGTને ફરિયાદ કરવામાં આવી હતી કે ગોંડામાં ગેરકાયદેસર રેતી ખનન, ઓવરલોડ ટ્રકો ચલાવવાથી પરિવહન, પર્યાવરણ, રસ્તાઓ અને પુલોને નુકસાન થઈ રહ્યું છે. આ પછી NGT એક્શનમાં આવ્યું છે.આ પછી NGTએ 700 ટ્રકના ગેરકાયદે ખનન અને પરિવહન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ત્રણ ગામોમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાનું જણાવાયું હતું. તેમાંથી કાઢવામાં આવતું ખનીજ ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત કનેક્ટીંગ રોડ, પુલને નુકસાન થયું છે. એનજીટીએ પર્યાવરણ મંત્રાલય, પ્રદૂષણ અધિકારીઓ, ડીએમ ગોંડાને સંયુક્ત તપાસનો આદેશ આપ્યો છે. નવેમ્બર સુધીમાં રિપોર્ટ અપેક્ષિત છે.

Advertisement

અહેવાલ : વિજય દેસાઈ, અમદાવાદ

આ પણ વાંચો : Zomato Online Delivery : અંકિતાએ એવું શું કર્યું કે Zomato કંટાળી ગયું, ટ્વિટ કરીને લખવું પડ્યું- બસ કરો…

Advertisement

Tags :
Advertisement

.