Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : BJP MLA દિનેશ કુશવાહાએ કર્યો મુસ્લિમ મતદારોને રાજી કરવાનો પ્રયાસ

ભાજપના ધારાસભ્યનું કોમી સૌહાર્દ ચર્ચામાં "નારા-એ-તકબીર અલ્લાહુ અકબર"ના લગાવ્યા નારા "અસ્સલામો અલયકુમ" કહીને કરી ભાષણની શરૂઆત "હું વચન આપું છું કે તમે જે જવાબદારી આપી તેને હું નિભાવીશ" સ્ટેજ પર મૌલાનાના પગે પડીને દિનેશ કુશવાહાએ મેળવા આશીર્વાદ બાપુનગરના ધારાસભ્યએ...
ahmedabad   bjp mla દિનેશ કુશવાહાએ કર્યો મુસ્લિમ મતદારોને રાજી કરવાનો પ્રયાસ

ભાજપના ધારાસભ્યનું કોમી સૌહાર્દ ચર્ચામાં
"નારા-એ-તકબીર અલ્લાહુ અકબર"ના લગાવ્યા નારા
"અસ્સલામો અલયકુમ" કહીને કરી ભાષણની શરૂઆત
"હું વચન આપું છું કે તમે જે જવાબદારી આપી તેને હું નિભાવીશ"
સ્ટેજ પર મૌલાનાના પગે પડીને દિનેશ કુશવાહાએ મેળવા આશીર્વાદ
બાપુનગરના ધારાસભ્યએ કરાવ્યા કોમી એખલાસના દર્શન
મુસ્લિમોના ધાર્મિક સંમેલનમાં પહોંચ્યા હતા દિનેશ કુશવાહા
મતોની રાજનીતિથી ભાજપના ધારાસભ્ય રહ્યા દૂર
દિનેશ કુશવાહાએ રાજનીતિ અને ધર્મ વચ્ચેનું અંતર સ્પષ્ટ કર્યું
મુસ્લિમ નેતા પર ભાજપના ધારાસભ્ય બન્યા લોકચર્ચાનો વિષય

Advertisement

ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ મુસ્લિમોના ધાર્મિક સંમેલનમાં જાહેરમંચ પરથી અલ્લાહુ અકબરના નારા લગાવતાં વિવાદ સર્જાયો છે. હિન્દુત્વનું કાર્ડ લઇને ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરતાં ભાજપના જ ધારાસભ્ય આ પ્રકારે નારા લગાવતા જોવા મળતાં દિનેશ કુશવાહાનો બેવડો ચહેરો જોવા મળ્યો છે. ભાજપના ધારાસભ્ય લઘુમતી મતદારોને આકર્ષવા માટે જાહેરમંચ પરથી અલ્લાહુ અકબરના નારા લગાવતા જોવા મળતાં રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે.

મંચ પરથી મૌલાનાના પગે પડીને આશિર્વાદ લીધા

Advertisement

અમદાવાદના બાપુનગરમાં મુસ્લિમોનું ધાર્મિક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ મંચ પરથી મૌલાનાના પગે પડીને આશિર્વાદ લીધા હતા અને અસ્સલામો અલયકુમ કહીને સંબોધન કર્યું હતું. દિનેશ કુશવાહાએ આ સંમેલનમાં કહ્યું કે હું મતોની રાજનીતિ કરતો જ નથી. વાસ્તવમાં મુસ્લિમોની મુહિને મને ધારાસભ્ય બનાવ્યો છે. અહીં ઉત્તર પ્રદેશના ઘણા લોકો હશે અને ત્યાં એક ઘર હિન્દુ અને એક ઘર મુસ્લિમનું છે. કમનસીબે આજે કેટલાક લોકોએ ભારતને બે ભાગમાં વહેંચી દીધું છે. આખા વિશ્વમાં ભારતમાં મુસ્લિમો સુખી છે.

નારે તકબીર અલ્લાહુ અકબરનો નારો લગાવ્યો

Advertisement

તેમણે સંબોધનમાં કહ્યું કે હું મતોનું રાજકારણ કરતો નથી. મે મારી સંસ્કૃતિ મુજબ મૌલાનાના પગે પડીને આશિર્વાદ પણ લીધા છે. હું મહોરમમમાં પણ જાઉં છું અને ત્યારે કહું છું કે નારે તકબીર અલ્લાહુ અકબર...અને આમ કહી તેમણે નારો લગાવ્યો હતો. તેમણે ક્રિકેટર મોહમ્મદ શમીનો પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.

મુસ્લિમ મતદારોને રાજી કરવાના પ્રયાસ

ભાજપ હંમેશા હિન્દુત્વનો ચહેરો રહ્યો છે અને તેના નેતાઓ અને કાર્યકરો પણ હિન્દુત્વની વાતો કરતાં સાંભળવા મળે છે પણ બાપુનગરમાં ભાજપના જ ધારાસભ્ય દિનેશ કુશવાહાએ જાહેરમંચ પરથી મુસ્લિમ મતદારોને રાજી કરવાના પ્રયાસ કરતાં રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો---જામનગરમાં કુખ્યાત અને સાયચા ગેંગના ઈસમ પર તંત્રએ સકંજો કસ્યો, ગેરકાયદેસર બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

Tags :
Advertisement

.