Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jharkhand ચૂંટણી માટે BJP ની પ્રથમ યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

BJP ની પ્રથમ યાદી જાહેર યાદીમાં 66 ઉમેદવારોના નામ પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઝારખંડ (Jharkhand) વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. આ યાદીમાં 66 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ...
jharkhand ચૂંટણી માટે bjp ની પ્રથમ યાદી જાહેર  જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
  1. BJP ની પ્રથમ યાદી જાહેર
  2. યાદીમાં 66 ઉમેદવારોના નામ
  3. પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઝારખંડ (Jharkhand) વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. આ યાદીમાં 66 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ ઝારખંડ (Jharkhand)ના ભૂતપૂર્વ CM ચંપાઈ સોરેનને સરાઈકેલા અને સીતા સોરેનને જામતારાથી ઉમેદવાર બનાવ્યા છે. ચાલો જાણીએ કોને ક્યાંથી ટિકિટ મળી?

Advertisement

બે તબક્કામાં મતદાન થશે...

ઝારખંડ (Jharkhand)માં કુલ 81 વિધાનસભા બેઠકો છે, જ્યાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે અને બીજા તબક્કા માટે 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. દરમિયાન ભાજપે શનિવારે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. રાજ્ય પક્ષના અધ્યક્ષ બાબુલાલ મરાંડીને ધનવરથી, લોબીન હેમરામને બોરિયોથી, ગીતા બાલમુચુને ચાઈબાસાથી, ગીતા કોડાને જગન્નાથપુરથી, મીરા મુંડાને પોટકાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Telangana : કેન્દ્રીય મંત્રીને વિરોધ કરવો ભારે પડ્યો, થઇ અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી...

જેપી નડ્ડાની અધ્યક્ષતામાં 15 ઓક્ટોબરે ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચર્ચા બાદ ઝારખંડ ચૂંટણી માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : Chhattisgarh માં લેન્ડમાઈનમાં બ્લાસ્ટ, ITBP ના 2 જવાન શહીદ, 2 ઘાયલ

Tags :
Advertisement

.