Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અયોધ્યા ગુમાવનાર ભાજપની Vaishnodevi માં શું હાલત..? વાંચો...

લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ભાજપે અયોધ્યા બેઠક ગુમાવી હતી જમ્મુ કાશ્મીરની શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર ભાજપ આગળ ભાજપના બલદેવ રાજ શર્મા 2381 મતોથી આગળ જો કે તેમને અપક્ષ ઉમેદવાર જુગલ કિશોર જોરદાર ટક્કર આપી રહ્યા છે Vaishnodevi...
અયોધ્યા ગુમાવનાર ભાજપની vaishnodevi માં શું હાલત    વાંચો
  • લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ભાજપે અયોધ્યા બેઠક ગુમાવી હતી
  • જમ્મુ કાશ્મીરની શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર ભાજપ આગળ
  • ભાજપના બલદેવ રાજ શર્મા 2381 મતોથી આગળ
  • જો કે તેમને અપક્ષ ઉમેદવાર જુગલ કિશોર જોરદાર ટક્કર આપી રહ્યા છે

Vaishnodevi Assembly Seat : લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ઉત્તર પ્રદેશની અયોધ્યા (ફૈઝાબાદ) લોકસભા સીટની હાર ભાજપ માટે ખૂબ જ પીડાદાયક હતી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં એક બેઠક પર ભાજપને ઘણી રાહત મળતી જોવા મળી રહી છે. રાજ્યની શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક (Vaishnodevi Assembly Seat) હિંદુઓનો ધાર્મિક વિસ્તાર હોવાને કારણે, સૌથી વધુ ચર્ચાનો વિષય રહે છે. ભાજપે આ બેઠક માટે બલદેવ રાજ શર્માને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા અને વલણો અનુસાર તેઓ આ બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

Advertisement

ભાજપના ઉમેદવાર બલદેવ રાજ શર્મા 2381 મતોથી આગળ

શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર મતગણતરીનાં 6 રાઉન્ડ પૂર્ણ થયા છે, જે મુજબ ભાજપના ઉમેદવાર બલદેવ રાજ શર્મા 2381 મતોથી આગળ છે. જોકે અપક્ષ ઉમેદવાર જુગલ કિશોર બીજા સ્થાને છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર સિંહ ત્રીજા સ્થાને છે. હવે જોવાનું એ રહે છે કે લોકસભા ચૂંટણીમાં અયોધ્યા અને ઉત્તરાખંડ પેટાચૂંટણીમાં બદ્રીનાથ હારી ગયેલી ભાજપ આ બેઠક પર શું પરિણામ આપે છે.

આ પણ વાંચો---Jairam Ramesh નો ગંભીર આરોપ..ECની વેબસાઇટ અપડેટ નથી...

Advertisement

આ બેઠક પર અપક્ષ ઉમેદવાર જુગલ કિશોરે ત્રિકોણીય મુકાબલો કર્યો

અત્યાર સુધીની મત ગણતરીમાં ભાજપ વધુ મતોથી આગળ નથી. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર જુગલ કિશોરે ત્રિકોણીય મુકાબલો કર્યો છે. તમને જણાવી દઈએ કે શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા સીટ પર કુલ 8 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના બલદેવ રાજ શર્મા, કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રતાપ કૃષ્ણ શર્મા અને ચાર અપક્ષ ઉમેદવારો હતા. જેમના નામ બંશી લાલ, જુગલ કિશોર, રાક કુમાર અને શામ સિંહ છે.

Advertisement

નવા સીમાંકનમાં શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક બનાવાઇ

તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 હેઠળ ઘણી નવી વિધાનસભા બેઠકો બનાવવામાં આવી હતી, જેમાંથી એક શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક હતી. અગાઉ આ સીટ રિયાસી વિધાનસભા સીટ હેઠળ આવતી હતી. હવે સીમાંકન પછી, આ સીટ ગુલ અરણાસ અને રિયાસીના કેટલાક વિસ્તારોને જોડીને બનાવવામાં આવી છે. જેમાં કટરા, ભોમાગ, ભાબર બ્રાહ્મણ અને ભાગ કોટલીનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો---Haryana માં હજું બદલાશે પરિણામ..? વાંચો આ ગણતરી....

Tags :
Advertisement

.