બિહાર પેટાચૂંટણી: જન સુરાજના 4 માંથી 3 ઉમેદવારનો ક્રિમિનલ રેકોર્ડ, પ્રશાંત કિશોર પર ઉઠ્યા સવાલ
- બિહારની પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોર પર ઉઠ્યા સવાલ
- પ્રશાંત કિશોરે દાવા કર્યા તેની વિરુદ્ધના ઉમેદવાર પસંદ કર્યા
- બિહારમાં અપરાધ-ભ્રષ્ટાચારને પ્રશાંત કિશોરે મુખ્ય મુદ્દો બનાવ્યો હતો
નવી દિલ્હી : બિહારમાં પેટા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પારો ચડી ચુક્યો છે. રાજનીતિક આરોપ પ્રત્યારોપો ચાલુ થઇ ચુક્યા છે. જેના કારણે ચૂંટણી માહોલ ગરમ થઇ ચુક્યો છે. આ પેટા ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી રણનીતિકારથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર પોતાની પાર્ટી જનસુરાજના ઉમેદવાર મેદાનમાં ઉતારી રહ્યા છે. જો કે હવે તેમની પાર્ટી ઉમેદવારો પર સવાલ ઉઠવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં 13 નવેમ્બરે ચાર સીટો પર પેટા ચૂંટણી થવાની છે, જેમાં બેલાગંજ, ઇમામગંજ, રામગઢ અને તરારીનો સમાવેશ થાય છે. આ ચારેય સીટોથી પ્રશાંત કિશોરે જન સુરાજના ઉમેદવારો મેદાને છે.
આ પણ વાંચો : Botad : જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે દાદાને યાદ કરી સંકટમાંથી મુક્તિ મેળવી છે : અમિત શાહ
આ કારણે સવાલો ઉઠી રહ્યા છે
- બેલાગંજથી પ્રશાંત કિશોરે 55 વર્ષીય મોહમ્મદ અમઝદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મોહમ્મદ અમજદ વ્યાપાર અને ખેતી કરે છે. બેલાગંજ ઉમેદવાર મોહમ્મદ અમજદના હલફનામા અનુસાર તેમની વિરુદ્ધ હત્યાના પ્રયાસ, અપહરણ કરીને વસુલી અને હુમલો કરવાના કેસ દાખલ થયા છે. બેલાગંજના અનુસાર કોઇ પણ કેસમાં તેમને કોર્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મોહમ્મદ અમજદ 2005 અને 2010 માં વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે અને પૂર્વ પંચાયત પ્રમુખ પણ રહી ચુક્યા છે.
- ઇમામગંજ સીટતી પ્રશાંત કિશોરે જિતેન્દ્ર પાસવાનને મેદાનમાં ઉતાર્યા છે. જિતેન્દ્ર પાસવાન 47 વર્ષના છે અને તેઓ ડોક્ટર છે. પાસવાન વિરુદ્ધ સૌથી વધારે ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, ધોખાધડી, મારપીટ અને ચોરીનો કેસ છે. ચૂંટણી હલફનામામાં જિતેન્દ્ર પાસવાને કેસ દાખલ કર્યો છે. પાસવાન વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ છે, તેન હલફનામા અુસાર તેમાં અનેક તપાસ દરમિયાન અસત્ય સાબિત થયા અને કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે.
- રામગઢ સીટથી પ્રશાંત કિશોરની પાર્ટી તરફથી સુશીલ કુમાર સિંહ કુશવાહાને ટિકિટ અપાઇ છે. સુશીલ કુમાર સિંહ 55 વર્ષના છે અને ખેડૂત છે. સુશિલ કુમાર વિરુદ્ધ પણ હત્યાનો પ્રયાસ, ચેક બાઉન્સ અને હુમલો કરવાનો કેસ દાખલ થયો છે.
- તરારીથી પ્રશાંત કિશોરની પાર્ટી તરફથી કિરણ સિંહને ઉમેદવાર બનાવાયા છે. પ્રશાંત કિશોરના ચારેય ઉમેદવારોમાંથી માત્ર એક કિરણ દેવીને છોડીને તમામ વિરુદ્ધ કોઇને કોઇ કેસ દાખલ છે. જે અંગે હવે પ્રશાંત કિશોરની ઉમેદવારોની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : Kheda: બાળકીઓને મીઠાઇની લાલચ આપી સેંકડો વખત દુષ્કર્મ
ઉમેદવારોના શિક્ષણ પર પણ સવાલ
શિક્ષણ મામલે જોઇને તો પ્રશાંત કિશોરના ચારેય ઉમેદવારોમાંથઈ એકે પણ 12 ધોરણથી વધારે અભ્યાસ કરેલો નથી. કિરણ દેવી અને મોહમ્મદ અમઝદ માત્ર 10 પાસ છે. જિતેન્દ્ર પાસવાલ અને સુશીલ કુમાર સિંહ કુશવાહા 12 પાસ છે.
આ પણ વાંચો : ચીન અને ભારતની સેનાએ LAC પર એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, મીઠાઈ ખવડાવી મોં મીઠુ કર્યું
પ્રશાંત કિશોરે ઉઠાવ્યા મોટા મોટા સવાલ
પ્રશાંત કિશોરના ઉમેદવારોની પસંદગી પર સવાલ તે માટે પણ ઉઠી રહ્યા છે કે,તેમણે બિહારમાં વધતા ગુનાઓઅંગે પણ પોતાની યાત્રા દરમિયાન બિહારની રાજનીતિમાં વધતા ગુનાઓ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત તેમણે તેજસ્વી યાદવના માત્ર 9 પાસ હોવા અંગે પણ વ્યંગ કર્યો હતો. તેમના ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ અને શિક્ષણ અંગે પણ સવાલોના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાર્ટી તેમના પર હુમલો કરી શકે છે.
આ પણ વાંચો : Diwali 2024:દિવાળીની રાત્રે મા લક્ષ્મીની કરો આ રીતે પૂજા,થશે આ લાભ
શું છે પ્રશાંત કિશોરનો પક્ષ
આ મામલે પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી કે તેમના ચારેય ઉમેદવાર ન તો ગુનેગાર છે અને ન તો રેત માફીયાઓ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે, આ લોકો કોઇ મોટા રાજનીતિક પરિવારથી નથી અને તેમના માતા-પિતા પણ ધારાસભ્ય અથવા તો મંત્રી નથી. તમામ સામાન્ય પરિવારોમાંથી આવે છે. આ સાથે જ પ્રશાંત કિશોરે તેમ પણ કહ્યું કે, તમામ લોકોની પસંદગીના માપદંડ હોવા જોઇએ પરંતુ તેઓ મોટી ડિગ્રી ધારક હોય, પરંતુ તેમ પણ છે કે સમાજમાં કોને યોગ્ય નથી માનતા.
આ પણ વાંચો : Google India ના QR કોડની રંગોળી વાયરલ,જુઓ Viral Video