Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરબી સમુદ્રમાં Biggest war exercise, ભારતનો ચીનને મોટો પડકાર

Biggest war exercise: ભારત વિશ્વમાં હવે વધારે શક્તિશાળી બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ચીનને પડકાર આપવા માટે ભારત અરબી સમુદ્રમાં દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ કરવાનું છે. અરબી સમુદ્રમાં આ સૌથી મોટી વોરગેમ સાબિત થશે. આ સાથે સાથે ચીન...
અરબી સમુદ્રમાં biggest war exercise  ભારતનો ચીનને મોટો પડકાર

Biggest war exercise: ભારત વિશ્વમાં હવે વધારે શક્તિશાળી બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ચીનને પડકાર આપવા માટે ભારત અરબી સમુદ્રમાં દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ કરવાનું છે. અરબી સમુદ્રમાં આ સૌથી મોટી વોરગેમ સાબિત થશે. આ સાથે સાથે ચીન માટે પણ આ મોટો પડકાર હશે. ચીન ભારતની પાડોશી દેશોમાં પોતાની પગપેસારો કરી રહ્યું છે. આ સાથે તે દેશોમાં પોતાના એરબેઝ પણ બનાવી રહ્યું છે. તો હવે ભારત પણ વિશ્વનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ કરશે અને આના માટે વિશ્વના 20 દેશોના યુદ્ધ જહાજો સામેલ થવાના છે.

Advertisement

યુદ્ધ અભ્યાસનું નામ ‘મિલન 2024 રાખવામાં આવ્યું

મળતી વિગતો પ્રમાણે વિશ્વના આ સૌથી મોટા યુદ્ધ અભ્યાસનું નામ ‘મિલન 2024 રાખવામાં આવ્યું છે. આ યુદ્ધાભ્યાસમાં કુલ 20 જેટલા દેશો સામેલ થવાના છે. જેમાં મુખ્યત્વે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત અન્ય દેશો પણ સામેલ થશે. આ યુદ્ધ અભ્યાસમાં ઈન્ડિયન નેવી 30 જેટલા જંગી જહાજો ઉતારશે. INS વિક્રમાદિત્ય અને વિક્રાંત સાથે 30 જેટલા જંગી જહાજો ઉતારશે.

Advertisement

ભારત Biggest war exercise કરશે

ઉલ્લેખનીય છે કે, અત્યારે ચીન પોતાના ગતિવિધિ વધારી રહ્યું છે. ભારતના પાડોશી દેશોમાં પોતાના એરબેઝ પણ બનાવી રહ્યું છે. અત્યારે ચીન શ્રીલંકા, બાંગ્લાદેશ અને માલદીવમાં દરિયાઈ માર્ગે પકડ મજબૂત કરી રહ્યુ છે. તે માટે થઈને અત્યારે ભારત વિશ્વનો સૌથી મોટા યુદ્ધાભ્યાસ કરવાનું છે. આ યુદ્ધાભ્યાસમાં 50 દેશની નૌસેના યુદ્ધાભ્યાસમાં સામેલ થશે. મળતી વિગતો પ્રમાણે આ યુદ્ધ અભ્યાસ 19થી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં 20 દેશના યુદ્ધ જહાજ ભાગ લઈ રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ ભારત દ્વારા આયોજિત વિશ્વનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ છે.

આ પણ વાંચો: સરકારી બાબુ છે કે કાળા નાણાનો કુબેર! જપ્ત કરાઈ 100 કરોડની સંપત્તિ 

INS વિક્રમાદિત્ય, INS વિક્રાંત પણ ભાગ લેશે

વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ ભારતમાં થવાનો છે. જેનું નામ મલ્ટી લેટરલ નેવલ એક્સરસાઈઝ મિલન-2024 આપવામાં આવ્યું છે. વિશ્વ શક્તિશાળી દેશો જેવા કે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ સામેલ થવાના છે. એટલું જ નહીં પરંતુ આમા ભારતના INS વિક્રમાદિત્ય, INS વિક્રાંત પણ ભાગ લેવાના છે. આ યુદ્ધાભ્યાસમાં ભારત 50 દેશની નૌસેના એકઠી કરવાનું છે. નોંધનીય છે કે, આ યુદ્ધાભ્યાસ ચીન માટે પડકાર રૂપ હશે.

Advertisement

Tags :
Advertisement

.