Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia-Ukraine war ને લઈને સૌથી મોટા સમાચાર, યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી શકે છે 'India'

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન ચીન, ભારત, બ્રાઝિલ મધ્યસ્થી નિભાવી શકે છેઃ પુતિન ઈસ્તાંબુલ શાંતિ વાર્તાનો પણ પુતિને કર્યો ઉલ્લેખ યુક્રેન-રશિયા યુદ્ધ (Russia-Ukraine war)ને લઈને શાંતિ મંત્રણાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે મોટું નિવેદન આપ્યું છે. રશિયા (Russia)ના...
russia ukraine war ને લઈને સૌથી મોટા સમાચાર  યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી શકે છે  india
  1. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન
  2. ચીન, ભારત, બ્રાઝિલ મધ્યસ્થી નિભાવી શકે છેઃ પુતિન
  3. ઈસ્તાંબુલ શાંતિ વાર્તાનો પણ પુતિને કર્યો ઉલ્લેખ

યુક્રેન-રશિયા યુદ્ધ (Russia-Ukraine war)ને લઈને શાંતિ મંત્રણાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે મોટું નિવેદન આપ્યું છે. રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે યુક્રેન (Ukraine) પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને જણાવ્યું હતું કે, યુદ્ધ (Russia-Ukraine war)ના પ્રથમ સપ્તાહમાં ઇસ્તંબુલમાં વાટાઘાટો દરમિયાન રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો વચ્ચે થયેલ પ્રારંભિક સમજૂતી, જે ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી, તે વાટાઘાટો માટેનો આધાર બનાવી શકે છે.

Advertisement

ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં આ વાત કહી...

પુતિને કહ્યું કે ચીન, ભારત અને બ્રાઝિલ યુક્રેન (Ukraine) પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને આ વાતો ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં કહી હતી. તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય યુક્રેન (Ukraine)ના ડોનબાસ પ્રદેશ પર કબજો કરવાનો છે. રશિયન દળો ધીમે ધીમે કુર્સ્ક ક્ષેત્રમાંથી યુક્રેનિયન દળોને બહાર કાઢી રહ્યા છે. પુતિનનું આ નિવેદન PM મોદીની ઓગસ્ટમાં યુક્રેન (Ukraine)ની મુલાકાત અને જુલાઈમાં રશિયા (Russia)ની મુલાકાત બાદ આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : PM મોદી તેમના ખાસ મિત્રને મળ્યા, કહ્યું- અમે ભારતમાં પણ Singapore બનાવવા માંગીએ છીએ

PM એ યુક્રેન અને રશિયાની મુલાકાત લીધી હતી...

PM મોદીએ 23 ઓગસ્ટના રોજ રશિયા (Russia)ના પ્રવાસ બાદ યુક્રેન (Ukraine)ની મુલાકાત લીધી હતી, તેઓ પોલેન્ડથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા હતા. અહીં તેમનો અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો ફોટો ઝડપથી વાયરલ થઈ ગયો. જ્યારે PM મોદી જુલાઈમાં રશિયા (Russia) ગયા હતા. આ સમય દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ તેમને રશિયા (Russia)ના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા. આ સન્માન રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને પોતાના હાથથી આપ્યું હતું. આ દરમિયાન બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેના કારણે ઝેલેન્સકી ગુસ્સે થઈ ગયા. PM મોદીની આ બંને મુલાકાતો ખૂબ મહત્વની હતી, જેની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ હતી.

Advertisement

આ પણ વાંચો : જેને કરતા હતા પ્રેમ... તે જ નેતાએ Justin Trudeauને આપ્યો દગો...

Tags :
Advertisement

.