Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, વાંચો અહેવાલ

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ભાજપનું ઓપરેશન લોટ્સ વધુ 3 ધારાસભ્યોના રાજીનામાની સંભાવના AAP અથવા કોંગ્રેસના MLA આપી શકે છે રાજીનામું લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન રાજીનામા બાદ 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે Gujarat ના રાજકારણમાં ફરીથી ગરમાવો આવી ગયો...
gujarat   ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર  વાંચો અહેવાલ

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
ભાજપનું ઓપરેશન લોટ્સ
વધુ 3 ધારાસભ્યોના રાજીનામાની સંભાવના
AAP અથવા કોંગ્રેસના MLA આપી શકે છે રાજીનામું
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન
રાજીનામા બાદ 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે

Advertisement

Gujarat ના રાજકારણમાં ફરીથી ગરમાવો આવી ગયો છે. આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધા બાદ હવે આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવા સમાચાર વહેતા થયા છે.

વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું

Advertisement

Gujarat માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિક્રમજનક 156 બેઠકો જીતી હતી. ત્યાર બાદ રાજ્યનું રાજકારણ લગભગ શાંત થઇ ગયું હતું ત્યારે આજે સવારે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા 5 ધારાસભ્ય પૈકીના એક વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતાં ફરી એક વાર રાજ્યનું રાજકારણ ગરમ થઇ ગયું છે. ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સુપરત કરી દીધું છે અને હવે તે ભાજપમાં જોડાય તેવા પુરેપુરા સંકેતો મળી રહ્યા છે.

3 ધારાસભ્યો હવે રાજીનામા આપી શકે

Advertisement

જો કે Gujarat રાજ્યમાં ઓપરેશન લોટસ શરું થયું હોય તેવા એંધાણ મળી રહ્યા છે. વધુ 3 ધારાસભ્યો હવે રાજીનામા આપી શકે છે. આ ધારાસભ્યો આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસના હોઇ શકે છે.

લોકસભાની ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ

આગામી લોકસભાની ચૂંટણી પહેલા ઓપરેશન લોટસના ભાગરુપે 3 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા આ 3 ધારાસભ્યો ગમે ત્યારે રાજીનામું આપી દેશે અને ભાજપમાં જોડાઇ શકે.

આ પણ વાંચો----SURAT : 17 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત શહેરની મુલાકાતે આવશે, વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડીંગનું કરશે ઉદ્ઘાટન

Tags :
Advertisement

.