Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર! બે તત્કાલીન PI ને કરાયા સસ્પેન્ડ

રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર એકસાથે બે તત્કાલીન PI પર કાર્યવાહીનો કોરડો તત્કાલીન PI જે.વી.ધોળા પણ સસ્પેન્ડ તત્કાલીન PI વી.એસ. વણઝારા સસ્પેન્ડ SITની તપાસ દરમિયાન વધુ એક મોટી કાર્યવાહી DGPએ આપ્યા સસ્પેન્શનના આદેશ રાજકોટ TRP અગ્નિકાંડને હજી પણ ગુજરાતની...
08:31 PM Jul 03, 2024 IST | Harsh Bhatt

રાજકોટ TRP અગ્નિકાંડને હજી પણ ગુજરાતની જનતા ભૂલી શકી નથી.રાજકોટ અને ગુજરાતની જનતા એકસૂરમાં રાજકોટના આ અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા છે તેમને ન્યાય અપાવવા માટે એકસૂરમાં માંગ કરી રહી છે. હવે આ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે એકસાથે બે તત્કાલીન PI પર કાર્યવાહીનો કોરડો આવ્યો છે. તત્કાલીન PI વી.એસ. વણઝારા અને તત્કાલીન PI જે.વી.ધોળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી કરાયા સસ્પેન્ડ

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે SITની તપાસ દરમિયાન વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તત્કાલીન PI વી.એસ. વણઝારા અને તત્કાલીન PI જે.વી.ધોળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SITની તપાસ બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી આ બંને PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અગાઉ આ મામલે મામલે રાજકોટ શહેરના બે પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બંને વર્ષ 2021 માં રાજકોટના PI હતા

અહી ઉલ્લેખનીય છે કે, પીઆઇ જે.વી.ધોળાની રાજકોટથી કરછ (પશ્ચિમ-ભુજ) ખાતે બદલી કરવામાં આવી હતી. હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા.બીજી તરફ પીઆઇ વી.એસ. વણઝારા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા.બંને વર્ષ 2021 માં રાજકોટના PI હતા. હવે ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાયે બંનેને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : KUTCH : પાકિસ્તાનમાં કોલ કરવાની આશંકાને લઇ એક શખ્સની અટકાયત

Next Article