Canada માં ઝડપાયું સૌથી મોટું ડ્રગ્સ, ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ
- Canadaમાં સૌથી મોટી ડ્રગ લેબનો ભાંડો ફોડ્યો
- પોલીસે ભારતીય મૂળના બિઝનેસમેનની કરી ધરપકડ
- 400 કિલોથી વધુનો ડ્રગ જથ્થો જપ્ત
Canada:રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કેનેડામાં સૌથી મોટી ડ્રગ 'સુપરલેબ'(drug company)નો ભાંડો ફોડ્યો છે. જે દેશમાં સંગઠિત ગુનાખોરી નેટવર્ક્સ (drug network )માટે મોટો ફટકો ગણવામાં આવી રહ્યો છે. પોલીસે દરોડા દરમિયાન ભારતીય મૂળના બિઝનેસમેન ગગનપ્રીત રંધાવાની ધરપકડ કરી હતી. આ એક એવી ઘટના છે જે હિટ વેબ-સિરીઝ 'બ્રેકિંગ બેડ'ની યાદ અપાવે છે.
400 કિલોથી વધુનો જથ્થો જપ્ત
કેનેડિયન(Canada ) પોલીસના જણાવ્યા મુજબ લેબ ફેન્ટાનાઈલ અને મેથામ્ફેટામાઇન સહિત મોટી માત્રામાં ગેરકાયદેસર દવાઓનું ઉત્પાદન કરવા માટે રચાયેલ અત્યાધુનિક સાધનોથી સજ્જ હતી. આ કેનેડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે બંનેમાં સપ્લાય કરવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન પોલીસ અધિકારીઓએ મોટી માત્રામાં ડ્રગ્સ અને ખતરનાક સામગ્રી જપ્ત કરી લીધી છે. જપ્ત કરાયેલા પદાર્થોમાં 54 કિલોગ્રામ ફેન્ટાનાઈલ, 390 કિલોગ્રામ મેથામ્ફેટામાઈન, 35 કિલોગ્રામ કોકેઈન, 15 કિલોગ્રામ MDMA અને 6 કિલોગ્રામ ગાંજો સામેલ છે.
આ પણ વાંચો -Serbia : રેલ્વે સ્ટેશનની અચાનક છત ધરાશાયી, બાળકી સહિત 14 ના મોત
બ્રિટિશ કોલંબિયામાંથી મળી આવી આ લેબ
આ સુપરલેબ બ્રિટિશ કોલંબિયાના કમલૂપ્સથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં આવેલા ગ્રામીણ વિસ્તાર ફોકલેન્ડમાં મળી આવી હતી. તપાસ અધિકારીઓના મત મુજબ આ લેબ માત્ર કેનેડાની અંદર સપ્લાય માટે દવાઓનું ઉત્પાદન કરતી ન હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરફેરની કામગીરી પણ કરી હતી. પોલીસે કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)ના સમર્થનથી સિન્ડિકેટની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો -Spain: ડૂબી ગયેલી કારમાંથી મળી રહી છે અનેક લાશો...
લોકોની સુરક્ષા માટે આ એક મોટુ પગલું
RCMPએ એક નિવેદનમાં જણાવ્યું કે અમારી ટીમ દ્વારા તપાસ દરમિયાન ગેરકાયદેસર દવાઓનું મોટાપાયે ઉત્પાદન, વિતરણ અને આંતરરાષ્ટ્રીય નિકાસને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવી છે. નિસંકોચપણે સંગઠિત અપરાધ જૂથો માટે આ એક મોટો ફટકો છે અને કેનેડિયન લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં આ એક મોટુ પગલું છે.