બિગ બોસ 17 ના વિજેતા Munawar Faruqui ની હુક્કાબારમાંથી ધરપકડ, જાણો કારણ...
Munawar Faruqui : બિગ બોસ સિઝન 17 ના વિજેતા મુનાવર ફારુકી અત્યારે ઘણી બાબતોને લઈને વિવાદમાં રહે છે. મંગળવારે મોડી રાત્રે મુંબઈ પોલીસની એસએસ બ્રાન્ચ દ્વારા એક હુક્કાબારમાં રેડ પાડવામાં આવી હતી. અહીંથી મુંબઈ પોલીસે સ્ટેન્ડઅપ કોમેડિયન સહિત 14 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીઓ વિરુદ્ધ COTPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, પોલીસે 41 એ ની નોટિસ આપીને મુનાવર ફારુકીને છોડી દેવામાં આવ્યા હતાં.
મોટા ભાગે વિવાદોમાં રહે છે મુનાવર
મળતી વિગતો પ્રમાણે સમાજ સેવા શાખાએ ગઈકાલે રાત્રે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સબલન હુક્કા પાર્લર પર દરોડા દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરી હતી. મુનવ્વર પણ આ લોકોમાંનો એક હતો. જેથી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. જો કે,પછી કાર્યવાહી કરી અને તેમને છોડી દેવામાં આવ્યાં હતા.
કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી આવ્યું
પોલીસે આપેલી જાણકારી પ્રમાણે હુક્કા પાર્લરમાં તમાકુની બનાવટોની સાથે નિકોટિનનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો તમાકુની બનાવટો મળી આવે તો પોલીસ દ્વારા સિગારેટ અને ટોબેકો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. જો કે મુનવ્વર ફારૂકીને નોટિસ આપવામાં આવી હતી અને રાત્રે જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. હજુ સુધી મુનવ્વર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
Bigg Boss winner Munawar Faruqui amon 14 detained in raid on Mumbai hookah bar
Read @ANI Story | https://t.co/OazQTB44Xd#MunawarFaruqui𓃵 #Mumbai #HookahBar #Bigboss pic.twitter.com/GTiq07XOSl
— ANI Digital (@ani_digital) March 27, 2024
મુનાવર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ મામલે વરિષ્ઠ પોલીસે અધિકારીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન મુનાવર ફારુકી પોઝિટિવ આવ્યા હતાં. કારણ કે આ એક કોગ્નિઝેબલ ગુનો છે. આ માટે તેને સજા આપીને છોડી દેવામાં આવી છે. ફારૂકી પર સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ, 2003 અને COTPA 2003 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર અન્ય ઘણી કલમો પણ લગાવવામાં આવી છે. આ સાથે પોલીસેન આ હુક્કાબારમાંથી 4400 રુપયિ કેશ અને 9 હુક્કા પોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ પોર્ટની કુલ કિંમત 13 હજાર 500 રુપિયા જેટલી થાય છે.