Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

baba Siddique હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા, UP થી ઝડપાયો મુખ્ય હત્યારો

Baba Siddique Murder Case: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકી મર્ડર કેસમાં શૂટર શિવકુમારને બહરાઇચથી ઝડપી લેવાયો છે.
baba siddique હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા  up થી ઝડપાયો મુખ્ય હત્યારો
Advertisement
  • બાબા સિદ્દીકીની હત્યા કરનારા મુખ્ય આરોપીની યુપીથી ધરપકડ
  • લોરેન્સના ભાઇ દ્વારા સોપારી આપવામાં આવી હોવાની કબુલાત
  • યુપી એસટીએફ અને મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા

Baba Siddique Murder Case: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકી મર્ડર કેસમાં શૂટર શિવકુમારને બહરાઇચથી ઝડપી લેવાયો છે. યુપી STF અને મુંબઇ ક્રાઇમબ્રાંચની જોઇન્ટ ટીમે ઝડપી લીધો હતો.

Baba Siddique Murder Case Update: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા મામલે 5 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામેલ રિવારે શૂટર શિવકુમાર અને તેને આશ્રય આપનારા લોકોની ધરપકડ કરી લેવાઇ છે. એસટીએફ ઉત્તરપ્રદેશ અને મુંબઇ ક્રાઇમબ્રાંચની જોઇન્ટ ટીમે આ શૂટરને દબોચી લીધો છે. પોલીસે તેને નાનપારા બહરાઇચથી ઝડપી લીધો છે.

Advertisement

મળતી માહિતી અનુસાર આરોપી શૂટર શિવકુમાર નેપાલ ભાગવાની ફિરાકમાં હતા. એસટીએફની ટીમનું નેતૃત્વ પ્રમેશ કુમાર શુક્લની મુખ્યાલય ખાતેની ટીમના સબ ઇન્સપેક્ટર જાવેદ આલમ સિદ્દીકી દ્વારા કરવામાં આવ્યા.

Advertisement

બાબા સિદ્દીકી મર્ડર કેસમાં 5 આરોપીની ધરપકડ

પોલીસે શૂટર શિવકુમારની ધરપકડ ઉપરાંત તેને શરણ આપનારા અને નેપાળ ભગાવવાના પ્રયાસ માટે મદદ કરવાના ગુનામાં અનુરાગ કશ્યમ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેષેંદ્ર પ્રતાપ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર બહરાઇચના ગન્ડારા નિવાસી શિવા બાબા સિદ્દીકીની હત્યામાં સંડોવણી હતી. મુખ્ય આરોપી મુંબઇ પોલીસ એક મહિનાથી શોધી રહ્યા હતા.

આરોપી શિવ કુમારની પુછપરછમાં મોટો ખુલાસો

ધરપકડ કરાયેલા આરોપી શિવ કુમારે પુછપરછમાં જણાવ્યું કે,તેઓ અને ધર્મરાજ કશ્યપ એક જ ગામના રહેવાસી છે. પુણેમાં સ્ક્રેપનું કામ કરતો હતો. તેણે જણાવ્યું કે, મારી અને શુભમ લોનકરના સ્ક્રેપની દુકાન આજુબાજુમાં હતી. શુભમ લોનકર લોરેન્સ બિશ્નોઇ માટે કામ કરતો હતો. તેણે મારી વાત સ્નેપચેટ દ્વારા લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇ સાથે અનેકવાર કરાવી. બાબા સિદ્દીકીના હત્યાકાંડની અવેજમાં જણાવ્યું કે, હત્યા બાદ 10 લાખ રૂપિયા તને મળશે અને દર મહિને કંઇકને કંઇક મળતું જ રહેશે.

શિવ કુમારે વધુમાં કહ્યું કે, “શુભમ લોંકર અને મોહમ્મદ દ્વારા હથિયારો અને કારતુસ, સિમ, મોબાઈલ ફોનનો ઉપયોગ હત્યા માટે કરવામાં આવ્યો હતો. યાસીન અખ્તરે અમને આપ્યો હતો. હત્યા બાદ ત્રણેય શૂટરોને એકબીજા સાથે વાત કરવા માટે નવા સિમ અને મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી અમે મુંબઈમાં બાબા સિદ્દીકીની રેસી કરી રહ્યા હતા અને જ્યારે અમને 12 ઓક્ટોબર 2024ની રાત્રે યોગ્ય સમય મળ્યો ત્યારે અમે બાબા સિદ્દીકીની હત્યા કરી નાખી.

તેણે એમ પણ કહ્યું કે તે દિવસે તહેવાર હોવાથી ત્યાં પોલીસ અને ભીડ હતી, જેના કારણે બે લોકો સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા અને હું ફરાર થઈ ગયો હતો. મેં રસ્તામાં ફોન ફેંકી દીધો અને મુંબઈથી પુણે ગયો. પુણેથી ઝાંસી અને લખનૌ થઈને બહરાઈચ પહોંચ્યા. વચ્ચે વચ્ચે, હું મારા સાથીદારોને કોઈનો ફોન પૂછીને વાત કરતો રહ્યો.

શિવ કુમારે એમ પણ કહ્યું કે મેં કશ્યપ સાથે ટ્રેનમાં એક મુસાફર પાસેથી ફોન માંગીને વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે અબવિન્દ્ર, જ્ઞાન પ્રકાશ અને આકાશે મળીને નેપાળમાં તમારા છુપાઈ જવાની વ્યવસ્થા કરી છે, તેથી જ હું આવ્યો હતો. બહરાઈચ અને તે તેના મિત્રો સાથે નેપાળ જવાની યોજના બનાવી રહ્યો હતો. અન્ય સાથીઓએ પણ આ વાતને સમર્થન આપ્યું.

તમને જણાવી દઈએ કે NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રામાં તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×