Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bengaluru Cafe Blast કેસમાં NIA ને મોટી સફળતા, બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસ (Bengaluru Cafe Blast)માં તપાસ એજન્સી NIA ને મોટી સફળતા મળી છે. NIAના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બ્લાસ્ટ કેસ (Bengaluru Cafe Blast)ના બે આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં તપાસ એજન્સી...
bengaluru cafe blast કેસમાં nia ને મોટી સફળતા  બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસ (Bengaluru Cafe Blast)માં તપાસ એજન્સી NIA ને મોટી સફળતા મળી છે. NIAના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બ્લાસ્ટ કેસ (Bengaluru Cafe Blast)ના બે આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં તપાસ એજન્સી આ અંગે ખુલાસો કરી શકે છે. NIA એ આ બંને આરોપીઓ પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.

Advertisement

NIA એ આ કેસમાં ભાગેડુ અદબુલ માથિન તાહા અને મુસાવીર હુસૈન શાઝેબની કોલકાતા નજીકથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ NIA એ ગુપ્ત માહિતીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. મુસાવીર હુસૈન શાઝેબ એ વ્યક્તિ છે જેણે કાફેમાં IED લગાવ્યો હતો. અબ્દુલ માથિન તાહા પ્લાનિંગ, બ્લાસ્ટને અંજામ આપવા અને પછી કાયદાની ચુંગાલમાંથી છટકી જવા પાછળનો માસ્ટરમાઇન્ડ છે.

Advertisement

પોતાની ઓળખ છુપાવીને કોલકાતામાં છુપાયા હતા...

તપાસ એજન્સીનું કહેવું છે કે આરોપીઓ પોતાની ઓળખ બદલીને છુપાયા હતા. એક નિવેદનમાં, NIA એ કહ્યું કે તેઓ કેરળ, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળની પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સહયોગ અને સંકલિત પ્રયાસોથી પકડાયા હતા. તપાસ એજન્સીએ 29 માર્ચે આરોપીઓના ફોટોગ્રાફ્સ અને વિગતો શેર કરી હતી. તેમજ બંનેના માથા પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

આ બ્લાસ્ટ 1 માર્ચના રોજ થયો હતો...

NIA અનુસાર, શાઝેબે પોતાનું નામ બદલી નાખ્યું હતું. તે મોહમ્મદ જુનૈદ સઈદના નામથી રહેતો હતો. જ્યારે તાહાએ પોતાનું હિન્દુ નામ રાખ્યું હતું. તેણે પોતાની હિંદુ ઓળખ બનાવવા માટે વિગ્નેશના નામે નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે 1 માર્ચે બેંગલુરુના એક કેફેમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા. ગયા મહિને NIAએ મુઝમ્મિલ શરીફની ચિક્કામગાલુરુમાંથી અટકાયત કરી હતી. મુઝમ્મિલે મુખ્ય આરોપીને લોજિસ્ટિક્સમાં મદદ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Jammu-Kashmir ના ઉધમપુરમાં PM મોદીની રેલી, કહ્યું- ‘હવે ચૂંટણીમાં આતંકવાદ, પથ્થરબાજી જેવા મુદ્દા નથી…’

આ પણ વાંચો : PM Modi : ભ્રષ્ટાચાર મુદ્દે વડાપ્રધાન મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું- ‘હક છીનવનારા સામે નહીં રોકાય કાર્યવાહી…’

આ પણ વાંચો : Rajnath Singh Interview : ભારત પાકિસ્તાનની મદદ કરવા તૈયાર છે!, રાજનાથ સિંહે આવું શા માટે કહ્યું…

Tags :
Advertisement

.