Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NCB ને મળી મોટી સફળતા, અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ

NCBને મોટી સફળતા મળી છે. NCB ટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં NCBએ હજારો...
ncb ને મળી મોટી સફળતા  અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી  અનેકની ધરપકડ

NCBને મોટી સફળતા મળી છે. NCB ટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં NCBએ હજારો કરોડની કિંમતની નસીલી દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડ(LSD)નો જથ્થો પકડ્યો છે.

Advertisement

સમુદ્રગુપ્ત નામનું સ્પેશિયલ ઓપરેશન 2022માં શરૂ કર્યુ હતું
NCBના આ દરોડામાં દેશભરમાં ફેલાયેલી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન ઘણા ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરોડાને લઈને NCB પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહી છે. ભારતીય નૌકાદળ સાથેના એક વિશેષ ઓપરેશનમાં ગયા મહિને એજન્સીએ કેરળના દરિયાકાંઠે એક બોટમાંથી 25 હજાર કરોડ રુપિયાની કિંમતનું 2,525 કિલો મેથામ્ફેટામાઇન પકડી પાડ્યુ હતું. સંજય કુમાર સિંઘ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલએ તેને એજન્સી માટે મૂલ્યમાં સૌથી મોટી ડ્રગ જપ્તી ગણાવી હતી. NCB અને નેવીએ હિંદ મહાસાગરમાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. તેના નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ આ સૌથી મોટી જપ્તી છે. તે ઈરાનના ચાબહાર બંદરથી શરૂ થઈ હતી અને ડ્રગ્સનો સ્ત્રોત પાકિસ્તાન છે. સમુદ્રગુપ્ત નામનું સ્પેશિયલ ઓપરેશન ફેબ્રુઆરી 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 4 હજાર કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

Advertisement

ઘણા ડ્રગ સ્મગલરો પકડાયા
NCBની ટીમે હજારો કરોડની કિંમતની એલએસડી રિકવર કરવા સાથે અનેક ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ NCB આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરશે. નેવી અને કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં NCBએ ભારતના કેરળના દરિયાકાંઠેથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ ઝડપ્યો હતો.

આપણ  વાંચો -મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત, આ તારીખ સુધી લંબાવી

Advertisement

Tags :
Advertisement

.