Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET UG સંબંધિત મોટા સમાચાર, કાઉન્સિલિંગની તારીખ લંબાવવામાં આવશે - સૂત્રો

NEET UG કાઉન્સેલિંગ શરૂ થવાની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજથી યોજાનારી NEET UG કાઉન્સિલિંગની તારીખ એટલે કે 6 જુલાઈ સુધી લંબાવવામાં આવશે. હાલમાં, કાઉન્સેલિંગને લઈને હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી...
01:14 PM Jul 06, 2024 IST | Dhruv Parmar

NEET UG કાઉન્સેલિંગ શરૂ થવાની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજથી યોજાનારી NEET UG કાઉન્સિલિંગની તારીખ એટલે કે 6 જુલાઈ સુધી લંબાવવામાં આવશે. હાલમાં, કાઉન્સેલિંગને લઈને હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી (સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTAએ 6 જુલાઈથી કાઉન્સિલિંગની વાત કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે રોકી નથી). હાલ સંબંધિત વિભાગો અને મંત્રાલયો પણ 8 મી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર નજર રાખી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે નિર્ધારિત કાર્યક્રમ મુજબ, NEET UG કાઉન્સેલિંગ આજથી એટલે કે 6 જુલાઈથી શરૂ થવાનું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે કાઉન્સેલિંગની તારીખ લંબાવવામાં આવશે. જો કે, નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, જે ટૂંક સમયમાં કરવામાં આવે તેવી અપેક્ષા છે. શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરશે.

NEET પેપર લીક પર હોબાળો...

મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEET-UG માં ઘણી ગેરરીતિઓ સામે આવી છે, જેના કારણે દેશમાં હોબાળો મચી ગયો છે. તપાસ એજન્સીઓ આની તપાસમાં વ્યસ્ત છે. આ કેસમાં બિહાર, ઝારખંડ, ગુજરાત સહિત અનેક જગ્યાએથી ધરપકડ પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 8 મી જુલાઈના રોજ થવાની છે.

NEET UG રિ-ટેસ્ટ તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી...

1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા, જે બાદ હેરાફેરીનો મુદ્દો ઉભો થવા લાગ્યો હતો. આ પછી, તાજેતરમાં 1563 ઉમેદવારો માટે NEET પુન:પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. NEET ની પુનઃ પરીક્ષા 23 જૂને યોજાઈ હતી.

આ પણ વાંચો : Heavy Rain : ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા મોકૂફ, પૂર્વી UP અને રાજસ્થાનમાં ચોમાસું સક્રિય…

આ પણ વાંચો : Rajasthan Politics : જેપી નડ્ડાએ Kirodi Lal Meena ને આપી હતી આ ઓફર, જાણો શું કહ્યું…

આ પણ વાંચો : Tripura માં HIV સંક્રમણથી 47 વિદ્યાર્થીઓના મોત, 828 પોઝિટિવ…

Tags :
Gujarati NewsIndiaNationalNEET PG Exam dateNEET PG New Exam Date 2024NEET PG New Exam Date 2024 latest newsNEET PG New Exam Date 2024 postponedNEET PG New Exam Date NEET PGNEET PG New Exam Date patternNEET PG New Exam DatesNEET UG counselling deferredNEET UG counselling until further noticeNEET UG update
Next Article