ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

OBC અનામતને લઈને મોટા સમાચાર, સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં 27 ટકા અનામત લાગુ...

OBC અનામતને લઈને મોટા સમાચાર OBC સમાજને હવે 27 ટકા અનામત ભાજપ OBC સમાજને સાથે લઈને ચાલે છે ST, SCની અનામતમાં કોઈ પ્રકાર નો ફેરફાર નહી OBC અનામતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયતમાં OBC અનામત...
05:13 PM Aug 29, 2023 IST | Dhruv Parmar
featuredImage featuredImage

OBC અનામતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરાઈ છે. પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત માહિતી આપી છે. ઓબીસી અનામતનો રિપોર્ટ પણ સરકારે જાહેર કર્યો છે. હવે ઓબીસીમાં 27 ટકા અનામત બેઠક કરવામાં આવી છે. જ્યારે એસટી બેઠક યથાવત રાખવામાં આવશે. જ્યારે હાલના સીમાંકન પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત કરતાં જણાવ્યું કે, ST - SCના અનામતને યથાવત રાખાયું છે અને SC અને STની ટકાવારીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેની સાથે જ OBC માં 27 ટકા અનામાત ની રહેશે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં SC, ST, OBC માટે 50 ટકા અનામતની ભલામણ કરી છે. જ્યારે અગાઉ OBC માટે જે 10 ટકા બેઠકો હતી તે યથાવત્ રહેશે. પેશા એક્ટવાળા 9 જિલ્લા 61 તાલુકામાં વસ્તી પ્રમાણે બેઠક અને જિલ્લા, તાલુકામાં 10 ટકા અનામતની ભલામણ કરાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે, કુલ બેઠકો કરતાં 50 ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી અને 2023 માં અહેવાલ મળ્યો અને 3 મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. 27 ટકા અનામત અનુસુચૂતિ જનજાતિ અને અનુસુચૂતિ જાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે બેઠક છે તે માટે ભલામણ કરી છે. બેઠકો અંગે માહિતી આપતા કહ્યું કે, જિલ્લા પંચાયતમાં ઓબીસી બેઠક 105 હતી જે હવે 205 થશે, કુલ 229 બેઠકો થઈ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બેઠક 506 હતી જે હવે 994 થઈ. ગ્રામ પંચાયત બેઠકો 12,700 હતી જે 23 હજાર કરતા વધુ થશે. મનપાની 67 ઓબીસી બેઠક હતી જે 183 થશે. તેમજ નગર પાલિકામાં ઓબીસી બેઠકો 156 હતી, જે 481 વધતા હવે 1282 થાય છે.

આ પણ વાંચો : Ahmedabad : 60 હજારના તોડકાંડમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી

Tags :
CM bhupedra patelGandhinagarGujaratGujarat Assembly ElectionsGujarat GovernmentGujarat PoliticsobcOBC reservationRushikesh Patel