Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah ની સુરક્ષામા મોટી ચૂક!, બે યુવકો કરી રહ્યા હતા પીછો...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. રાંચીમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા બે યુવકો બાઈક સાથે કાફલામાં ઘૂસી આવ્યા હતા. આ લોકોએ કાફલાનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે....
amit shah ની સુરક્ષામા મોટી ચૂક   બે યુવકો કરી રહ્યા હતા પીછો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. રાંચીમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા બે યુવકો બાઈક સાથે કાફલામાં ઘૂસી આવ્યા હતા. આ લોકોએ કાફલાનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ લોકો નશામાં હતા, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

ફરજ પરના DSP હાટિયા પ્રમોદ કુમાર મિશ્રાએજનાવ્યું હતું કે, આરોપીઓ કાફલામાં પ્રવેશી શક્યા નહતા, પરંતુ તેઓ વધુ ઝડપે બાઈક ચલાવી રહ્યા હતા અને કાફલાનો પીછો કરી રહ્યા હતા. આ કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા યુવકો નશામાં હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, એક યુવકની ઓળખ અંકિત અને બીજાની મોહિત તરીકે થઇ છે. બંનેને જગન્નાથપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.

Advertisement

એરપોર્ટની બહાર નીકળ્યા પછી જ બનેલી ઘટના...

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિત શાહ (Amit Shah) આજે BJP ના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાંચી પહોંચ્યા છે. જ્યારે તેમનો કાફલો બિરસા મુંડા એરપોર્ટથી ઘુરવાના પ્રભાત તારા મેદાન તારદ આગળ વધી રહ્યો હતો, ત્યારે એક બાઈક સવાર બે યુવકો તેમના કાફલામાં ઘૂસી ગયા અને તેજ ગતિએ બાઈક ચલાવવા લાગ્યા. જોકે, રૂટ લાઈન પર ઉભેલી પોલીસે તત્પરતા દાખવી બંને યુવકોને પકડી લીધા હતા.

વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો શંખનાદ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) શનિવારે રાંચીમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે BJP ના પ્રચારની શરૂઆત કરી હતી. અહીં પ્રભાત તારા મેદાન ખાતે યોજાયેલી ભાજપની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં કાર્યકરો સાથે વાતચીત કરતી વખતે તેમણે રાજ્યમાં હાલની હેમંત સોરેન સરકારને ઉથલાવીને પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવાની હાકલ કરી હતી. અમિત શાહે (Amit Shah), કહ્યું કે હેમંત સોરેનની આગેવાની હેઠળની JMM-કોંગ્રેસ-RJD સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. BJP ના નેતાઓ અને કાર્યક્રરો ઘરે-ઘરે જઈને આ સરકારના ભ્રષ્ટાચાર, કૌભાંડો અને તૂટેલા વચનોના દસ્તાવેજો પહોંચાડશે.

Advertisement

આ પણ વાંચો : Jharkhand : અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું- '81 માંથી 52 વિધાનસભા સીટ પર મળી જીત...!'

આ પણ વાંચો : Bangladesh Violence : હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાંથી વધુ 13 વિદ્યાર્થીઓ ભારત આવ્યા...

આ પણ વાંચો : NEET UG 2024 ના સિટી અને સેન્ટર મુજબનું પરિણામ જાહેર, આ રીતે તપાસો...

Tags :
Advertisement

.