Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્રિકેટના ચાહકો માટે મોટી ખુશ ખબર, ભારતીય ટીમમાં વાપસી કરવા જઇ રહ્યા છે રિષભ પંત..

ભારતના વિસ્ફોટક બેટ્સમેન રિષભ પંતના અકસ્માત બાદથી તે લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો રહયા નથી. રિષભ પંતને ડીસેમ્બર 2022 માં જીવલેણ અકસ્માત થયો હતો, અકસ્માત એટલો ભયંકર થયો હતો કે તેમનાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. સદનસીબે રિષભનો જીવ બચી...
01:26 PM Oct 29, 2023 IST | Harsh Bhatt

ભારતના વિસ્ફોટક બેટ્સમેન રિષભ પંતના અકસ્માત બાદથી તે લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો રહયા નથી. રિષભ પંતને ડીસેમ્બર 2022 માં જીવલેણ અકસ્માત થયો હતો, અકસ્માત એટલો ભયંકર થયો હતો કે તેમનાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. સદનસીબે રિષભનો જીવ બચી ગયો હતો, પરંતુ આ અકસ્માતમાં તેમને ઘણી ગંભીર ઇજાઓ થઈ હતી, ત્યારથી ઈજાના કારણે તેમણે ક્રિકેટથી અંતર બનાવી રાખ્યું હતું. હવે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમમાં રિષભ પંતની વાપસીને લઈને BCCI એ મોટું અપડેટ આપ્યું છે.

ક્યારે મેદાન પર પાછા ફરશે ઋષભ પંત  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ પંતની રિકવરી અને ભારતીય ટીમમાં તેમની વાપસી અંગે અપડેટ આપી છે. BCCI ના અધિકારીએ કહ્યું કે પંત પ્રેક્ટિસ માટે મેદાન પર પાછો ફર્યો છે. જોકે, તે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ સ્વસ્થ નથી. તેણે કહ્યું કે જો બધું બરાબર રહ્યું તો પંત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાવનારી શ્રેણીમાં પુનરાગમન કરી શકે છે.

આવતા વર્ષે જાન્યુઆરીમાં રમાશે ભારત - અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝ

તમને જણાવી દઈએ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ડોમેસ્ટિક સિરીઝ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં રમાશે. BCCI ના અધિકારીના મતે પંત આ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે. જો કે, BCCI દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે રિષભ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ટીમનો ભાગ હશે જ તેવું ચોક્કસપણે હાલ કહી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં ચાહકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તેમનો ફેવરિટ ક્રિકેટર ટૂંક સમયમાં મેદાન પર લાંબી સિક્સર મારતો જોવા મળશે તેની સંભાવનાઓ હાલ સેવાઇ રહી છે.

આ પણ વાંચો -- World Cup 2023 માં ટોપ 4માં પહોંચવાની રેસમાં છે ટીમ ઈન્ડિયા, જાણો કઇ ટીમની થઇ ઘર વાપસી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AfghanistanBCCIComebackICTinjuryrishabh pantUpdate
Next Article