Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP સરકારનો મોટો નિર્ણય, દુકાનો બહાર લખવું પડશે માલિકનું નામ, CCTV-માસ્ક પણ જરૂરી

UP સરકારની ખાધપદાર્થોના સ્ટોલને લઈને નવી સૂચનાઓ UP માં હવે દરેક દુકાનની બહાર અસલી માલિકનું નામ લખવું CCTV અને માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યા UP સરકારે ખાદ્યપદાર્થોની દુકાનો, રેસ્ટોરાં અને ખાદ્યપદાર્થોના સ્ટોલને લઈને નવી સૂચનાઓ જારી કરી છે. UP...
up સરકારનો મોટો નિર્ણય  દુકાનો બહાર લખવું પડશે માલિકનું નામ  cctv માસ્ક પણ જરૂરી
  1. UP સરકારની ખાધપદાર્થોના સ્ટોલને લઈને નવી સૂચનાઓ
  2. UP માં હવે દરેક દુકાનની બહાર અસલી માલિકનું નામ લખવું
  3. CCTV અને માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યા

UP સરકારે ખાદ્યપદાર્થોની દુકાનો, રેસ્ટોરાં અને ખાદ્યપદાર્થોના સ્ટોલને લઈને નવી સૂચનાઓ જારી કરી છે. UP માં હવે દરેક દુકાનની બહાર અસલી માલિકનું નામ લખવું ફરજિયાત છે. સાથે જ CCTV અને માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યા છે. UP ના CM યોગી આદિત્યનાથે નવા નિર્દેશ જારી કર્યા છે. CM યોગી આદિત્યનાથે માનવ કચરો અને ગંદી વસ્તુઓ સાથે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. જો કોઈ ભેળસેળ કરતું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ વગેરેનું નિરીક્ષણ કરી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે.

Advertisement

હવે દુકાનો પર માલિકની સાથે મેનેજરનું નામ પણ લખવું જરૂરી રહેશે. તાજેતરમાં ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને આ આદેશો જારી કરવામાં આવ્યા છે. CM યોગી આદિત્યનાથે મંગળવારે રાજધાની લખનૌમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. જેમાં સામાન્ય લોકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે નિયમોમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે જ્યુસ, કઠોળ અને રોટલી જેવી આવશ્યક ચીજવસ્તુઓમાં કચરો ભેળવવો એ ખૂબ જ ગંભીર બાબત છે. હવે ઢાબા અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. UP પોલીસ દરેક કર્મચારીનું વેરિફિકેશન પણ કરશે . ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાઈકોર્ટે વધારી મુશ્કેલીઓ, જમીન કૌભાંડમાં ચાલશે કેસ

ખાણી-પીણીના કેન્દ્રો પર ઓપરેટર, માલિક અને મેનેજરનું નામ અને સરનામું દર્શાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તે જ સમયે, તે રસોઇયા હોય કે વેઈટર, દરેક વ્યક્તિએ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જરૂરી રહેશે. રેસ્ટોરન્ટમાં CCTV લગાવવા પણ ફરજીયાત કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : હવે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા મળ્યા હોવાનો દાવો!

સમયાંતરે ચેકીંગ કરવામાં આવશે...

પોલીસ ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમોને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. CCTV ફૂટેજ સાચવવાનું ફરજિયાત બનાવાયું છે, જેથી જરૂર પડે તપાસ કરી શકાય. દુકાનો અને રેસ્ટોરાંમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. જો કોઈ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખેલ કરશે તો કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. સમયાંતરે પોલીસ અને પ્રશાસનની ટીમોને તપાસ કરવા જણાવાયું છે.

આ પણ વાંચો : પુલવામા આતંકી હુમલાના આરોપીનું 32 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મોત

Tags :
Advertisement

.