Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra ની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, Pune Airport નું નામ બદલાયું...

પૂણે એરપોર્ટ 'જગદગુરુ સંત તુકારામ મહારાજ' તરીકે ઓળખાશે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે પુણે એરપોર્ટનું નામ બદલી નાખ્યું દરખાસ્ત કેન્દ્રને મોકલવામાં આવશે, ગડકરીએ ટેકો આપ્યો મહારાષ્ટ્ર (Maharashtra)નું પૂણે એરપોર્ટ હવે અલગ નામથી ઓળખાશે. મહારાષ્ટ્ર (Maharashtra)ની એકનાથ શિંદે સરકારે પુણે એરપોર્ટનું...
maharashtra ની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય  pune airport નું નામ બદલાયું
  1. પૂણે એરપોર્ટ 'જગદગુરુ સંત તુકારામ મહારાજ' તરીકે ઓળખાશે
  2. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે પુણે એરપોર્ટનું નામ બદલી નાખ્યું
  3. દરખાસ્ત કેન્દ્રને મોકલવામાં આવશે, ગડકરીએ ટેકો આપ્યો

મહારાષ્ટ્ર (Maharashtra)નું પૂણે એરપોર્ટ હવે અલગ નામથી ઓળખાશે. મહારાષ્ટ્ર (Maharashtra)ની એકનાથ શિંદે સરકારે પુણે એરપોર્ટનું નામ બદલી નાખ્યું છે. પુણે એરપોર્ટનું નામ બદલીને હવે જગદગુરુ સંત તુકારામ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર (Maharashtra) કેબિનેટે આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

Advertisement

હવે દરખાસ્ત કેન્દ્રને મોકલવામાં આવશે...

રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને દરખાસ્ત કેન્દ્રને મોકલવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. રાજ્ય કેબિનેટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલના એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Advertisement

ગડકરીએ ટેકો આપ્યો હતો...

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પહેલા જ પૂણે એરપોર્ટનું નામ બદલવાનું સમર્થન કર્યું હતું. ગડકરીએ કહ્યું હતું કે તેઓ ખાતરી કરશે કે આ પ્રસ્તાવને કેન્દ્રનું સમર્થન મળે. તે જ સમયે, હવે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Tirupati Tample : તિરુપતિ લાડુ વિવાદમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ઘી સપ્લાયર કંપનીને પૂછ્યા આ સવાલ

Advertisement

રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ખુશી વ્યક્ત કરી હતી...

પુણે લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે ખુશી વ્યક્ત કરી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મોહોલે જણાવ્યું હતું કે પુણેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલીને 'જગદગુરુ સંત તુકારામ મહારાજ પૂણે ઇન્ટરનેશનલ એરપોર્ટ' કરવાની દિશામાં આજે પહેલું પગલું લેવામાં આવ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : ભારતમાં MPOX Clade 1 નો પ્રથમ કેસ નોંધાયો, UAE થી આવ્યો હતો Kerala...

સંત તુકારામ મહારાજનો જન્મ લોહેગાંવમાં થયો હતો...

કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું, 'જગદગુરુ સંત તુકારામ મહારાજનો જન્મ લોહેગાંવમાં થયો હતો, જ્યાં પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. એટલું જ નહીં, તુકારામ મહારાજે તેમનું બાળપણ લોહેગાંવમાં વિતાવ્યું હતું. પુણેના BJP સાંસદે પણ પ્રસ્તાવને મંજૂરી આપવા બદલ મહારાષ્ટ્ર (Maharashtra)ની મહાયુતિ સરકારનો આભાર માન્યો છે.

આ પણ વાંચો : Jharkhand : કેન્દ્રીય મંત્રીની કાર કીચડના ખાડામાં ફસાઈ, 'મામા' બહાર આવ્યા અને પછી... Video

Tags :
Advertisement

.