ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Reliance નો મોટો નિર્ણય, Jio સિનેમા થઈ શકે છે બંધ?

Reliance નો મોટો નિર્ણય Jio સિનેમા ટૂંક સમયમાં બંધ થઈ શકે છે મુકેશ અંબાણીની આ મોટો નિર્ણય લઈ શકે છે Jio Cinema: હાલમાં તમે મુકેશ અંબાણીના OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર IPL ને મફતમાં જોઈ શકો છો, પરંતુ હવે...
11:04 PM Oct 18, 2024 IST | Hiren Dave

Jio Cinema: હાલમાં તમે મુકેશ અંબાણીના OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર IPL ને મફતમાં જોઈ શકો છો, પરંતુ હવે Jio સિનેમા ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. મુકેશ અંબાણી આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે.જ્યારે રિલાયન્સ જિયોએ તેના ઓટીટી પ્લેટફોર્મ 'જિયો સિનેમા' પર IPL ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી, ત્યારે તેણે સમગ્ર માર્કેટમાં હલચલ મચાવી દીધી. પરંતુ હવે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આ OTT પ્લેટફોર્મ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.

Jio સિનેમા બંધ, Disney Hotstar ચાલુ

મર્જર પૂર્ણ થયા પછી, રિલાયન્સ OTT પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટારની પણ માલિકી ધરાવશે. આવી સ્થિતિમાં, ETએ સૂત્રોને ટાંકીને એક સમાચારમાં જણાવ્યું છે કે મર્જર પછી મુકેશ અંબાણીની કંપની બે અલગ-અલગ OTT પ્લેટફોર્મને બદલે એક જ પ્લેટફોર્મ જાળવી શકશે. સમાચાર અનુસાર, રિલાયન્સની સબસિડિયરી વાયાકોમ 18 અને સ્ટાર ઈન્ડિયાના મર્જર પૂર્ણ થયા બાદ 'Jio સિનેમા'ને 'Disney Hotstar'માં મર્જ કરવામાં આવી શકે છે. આ રીતે, કંપની આખરે Disney Hotstar પ્લેટફોર્મને ચાલુ રાખી શકે છે, જ્યારે Jio સિનેમાને બંધ કરી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ આવું જ કામ કરી ચૂકી છે. Jio સિનેમા પહેલાં, Viacom 18 પાસે તેનું પોતાનું OTT પ્લેટફોર્મ 'Voot' હતું, જે કંપનીએ પાછળથી Jio સિનેમા સાથે મર્જ કર્યું.

આ પણ  વાંચો -ભારતીય ટેલિકોમ કંપની અને Elon Musk વચ્ચે નવું 'યુદ્ધ'

ફેબ્રુઆરીમાં મર્જર થયું હતું

આ બંને કંપનીઓ વચ્ચે $8.5 બિલિયન એટલે કે અંદાજે રૂ. 71,455 કરોડની ડીલ ફેબ્રુઆરી 2024માં ફાઈનલ થઈ ગઈ છે. રિલાયન્સ અને ડિઝની ઇન્ડિયાના આ મર્જર પછી, સંયુક્ત સાહસ પાસે 120 ટીવી ચેનલો અને બે સ્ટ્રીમિંગ એપ્સ Jio Cinema અને Disney Hotstar છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ બાબત પર નજર રાખતા ત્રણ સ્ત્રોતોએ પુષ્ટિ કરી છે કે IPL 2025 સહિતની મુખ્ય ક્રિકેટ અને રમતગમતની ઇવેન્ટ ડિઝની હોટસ્ટારમાં શિફ્ટ કરવામાં આવશે. જોકે, કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.

આ પણ  વાંચો -META એ WhatsApp અને Instagram ના કર્મચારીઓની કરી છટણી

રિલાયન્સ અને ડિઝની ડીલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ડિઝનીના સ્ટાર ઈન્ડિયા બિઝનેસને ખરીદવા માટે લગભગ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. એટલું જ નહીં, કંપનીને લગભગ તમામ રેગ્યુલેટરી મંજૂરીઓ પણ મળી ગઈ છે. આ ડીલ બાદ નવી કંપની Star-Viacom 18નું નિયંત્રણ રિલાયન્સ પાસે રહેશે. Jio Cinema ને Disney Hotstar સાથે મર્જ કરવાનું એક કારણ Disney Hotstar એ Google Play Store પર 50 કરોડથી વધુ ડાઉનલોડ્સ ધરાવે છે. જ્યારે Jio સિનેમાના ડાઉનલોડની સંખ્યા માત્ર 10 કરોડ છે. એટલું જ નહીં, Disney Hotstar પાસે 3.55 કરોડ પેઇડ સબસ્ક્રાઇબર્સ છે.

આ પણ  વાંચો-Royal Enfield Electric Bike આ તારીખ થશે લોન્ચ,જાણો કિંમત

શું IPL 2025 Hotstar પર સ્ટ્રીમ થશે?

રિલાયન્સનો આ મોટો નિર્ણય Hotstar પાસે લાઇવ કન્ટેન્ટની બહેતર બેકએન્ડ સ્ટ્રીમિંગ ટેક્નોલોજીને કારણે લેવામાં આવ્યો છે. આ સિવાય Hotstar પાસે ટાર્ગેટ જાહેરાતોનું સંચાલન કરવા માટે વધુ સારી ટેક્નોલોજી છે. રિપોર્ટ અનુસાર JioCinema થી Disney Hotstar પર સ્પોર્ટ્સ કન્ટેન્ટ શિફ્ટ કરવા માટે જાન્યુઆરી 2025 માટે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. હોટસ્ટાર કોઈપણ અવરોધ વિના ગ્લીચ ફ્રી લાઈવ કન્ટેન્ટ સ્ટ્રીમિંગ માટે જાણીતું છે. ગયા વર્ષે વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં હોટસ્ટારની લાઇવ વ્યુઅરશિપ 59 મિલિયન એટલે કે 5.9 કરોડના આંકડાને સ્પર્શી ગઈ હતી, જે એક રેકોર્ડ છે.

Tags :
DisneyDisney Plus HotstarDisney Plus Hotstar AppHotstar IPL 2025IPL 2025IPL 2025 Live StreamingIPL Back on HotstarJio Cinema AppJioCinemaRelianceReliance Disney India AppReliance Disney MergerReliance Disney Merger update
Next Article