Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Isha Ambani અને Alia Bhatt વચ્ચે મોટી ડીલ... જાણો શું છે મામલો?

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી વચ્ચે એક મોટી ડીલ થઈ છે. રિલાયન્સ રિટેલ તરફથી એક અખબારી યાદી બહાર પાડીને આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે...
isha ambani અને alia bhatt વચ્ચે મોટી ડીલ    જાણો શું છે મામલો

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી વચ્ચે એક મોટી ડીલ થઈ છે. રિલાયન્સ રિટેલ તરફથી એક અખબારી યાદી બહાર પાડીને આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રિલાયન્સ રિટેલે આલિયાની ક્લોથિંગ બ્રાન્ડ એડ-એ-મમ્મામાં 51 ટકાનો બહુમતી હિસ્સો ખરીદ્યો છે. જો કે આ ડીલ કેટલા કરોડ રૂપિયામાં થઈ છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

Advertisement

આલિયાની કંપની

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RVVL)માં 51% સોદો થયો છે. આ અંતર્ગત આલિયાની કંપનીમાં 51 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો છે. વર્ષ 2020 માં લોન્ચ કરાયેલ, આલિયા ભટ્ટે બાળકોની બ્રાન્ડને ટીનેજ અને મેટરનિટી વેર સેગમેન્ટમાં પણ વિસ્તારી છે, હવે રિલાયન્સ તેને આગળ લઈ જશે. એડ-એ-મમ્માનું મૂલ્ય આશરે રૂ. 150 કરોડ છે અને તેની પ્રોડક્ટ્સ ઓનલાઈન, લાઈફસ્ટાઈલ અને શોપરસ્ટોપ આઉટલેટ્સ પર વેચાય છે.

ઈશા અંબાણીએ ડીલ વિશે કહ્યું મોટી વાત

રિલાયન્સ રિટેલની ડિરેક્ટર ઈશા અંબાણીએ ડીલ વિશે કહ્યું કે રિલાયન્સમાં અમે હંમેશા એવી બ્રાન્ડ્સની પ્રશંસા કરી છે જે મજબૂત હેતુ સાથે આગળ વધે છે.અને આલિયા ભટ્ટની આ બ્રાન્ડ પણ તેનું ઉદાહરણ છે. અમે યોગાનુયોગ પ્રેગ્નન્સી દરમિયાન એક જ સમયે એઇડ-એ-મમ્મા મેટરનિટીનો ઉપયોગ કર્યો હતો અને હવે અમારા બાળકોને તે જ બ્રાન્ડના કિડવેરમાં પહેરાવી રહ્યા છીએ.

Advertisement

આલિયાએ આ ડીલની જાહેરાત કરતા ઈશા સાથેનો ફોટો શેર કર્યો , બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ઈશા અંબાણી સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. આ ફોટો સાથે, તેણે એક લાંબી પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે, 'એ જણાવતા આનંદ થાય છે કે એડ-એ-મમ્મા અને રિલાયન્સ રિટેલે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે. આલિયાના મતે, ઈશા અને મારા માટે અંગત રીતે, તે બંને માતાઓના એકસાથે આવવા વિશે પણ છે, જે આ ડીલને વધુ ખાસ બનાવે છે.

એડ-એ-મમ્માની શરૂઆત વર્ષ 2020માં થઈ

હતી એડ-એ-મમ્માની શરૂઆત અભિનેત્રી આલિયા ભટ્ટે ત્રણ વર્ષ પહેલા વર્ષ 2020માં કરી હતી. આલિયાની કંપની મુખ્યત્વે ચિલ્ડ્રન્સ વેર, ટીન્સ વેર અને મેટરનિટી વેરનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેના ઉત્પાદનો સરળતાથી ઓનલાઈન ઉપલબ્ધ છે અને તે લાઈફસ્ટાઈલ અને શોપરસ્ટોપ જેવા આઉટલેટ્સમાં પણ વેચાય છે.

Advertisement

આ પણ વાંચો : PM મોદીની સૂચના : ‘સનાતન પરના નિવેદનનો કડક જવાબ આપો, કહ્યું- ઇન્ડિયા vs ભારત પર બોલવાનું ટાળો…

Tags :
Advertisement

.