Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BIG BREAKING : વિરમગામ અંધાપા કાંડમાં SIT દ્વારા કરાયા ચોંકાવનારા ખુલાસા

વિરમગામ અંધાપા કાંડમાં હવે નવી ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વિરામગામ અંધાપા કાંડ મામલે SIT ની રચના કરવામાં આવી હતી. જેમાં હવે આ ઘટનાની તપાસ માટેની SIT એ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. તપાસમાં ઘણા ચોંકાવનારા...
12:03 PM Feb 21, 2024 IST | Harsh Bhatt

વિરમગામ અંધાપા કાંડમાં હવે નવી ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વિરામગામ અંધાપા કાંડ મામલે SIT ની રચના કરવામાં આવી હતી. જેમાં હવે આ ઘટનાની તપાસ માટેની SIT એ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ચાલો જાણીએ કેવા પ્રકારના ખુલાસા આ SIT દ્વારા કરવામાં આવ્યા છે.

SIT દ્વારા કરાયા ચોંકાવનારા ખુલાસા

વિરામગામ અંધાપા કાંડ મામલે SIT ની રચના કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું છે કે, ટ્રસ્ટ કક્ષાએ ગંભીર ક્ષતિઓ હતી, જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી. ૯ નિષ્ણાત સભ્યોની સમિતિના અહેવાલમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે કે, હોસ્પિટલમાં ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું નથી. વિગતવાર તેના વિષે જાણીએ તો ઇન્ફેક્શન આઉટબ્રેક પોલિસી તથા કેટ્રેક્ત સર્વિસની કવોલિટી માટેની ગાઈડલાઈનનું પણ પાલન નહીં થયા હોવાનું સામે આવ્યું છે. વધુમાં માળખાકીય સુવિધાઓ, કવોલીફાઈડ સ્ટાફ, રેકર્ડ જાળવણી અને ઓપરેશન થિયેટર પ્રોટોકોલમાં ગંભીર પણ ક્ષતિઓ હોવાનો પણ ખુલાસો થયો છે.

નેત્રસર્જન વિરુદ્ધ કાર્યવાહી કરવા સક્ષમ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યો

વધુમાં SIT દ્વારા કરવામાં આવેલ આ ખુલાસા અનુસાર ચેપ લાગ્યાની ઘટના બાદ લેવામાં આવેલ પગલાંમાં પણ ગંભીર ક્ષતિઓ આવી સામે છે. નેત્ર સર્જન ડૉ. જયમીન પંડ્યાએ ગાઈડલાઇન મુજબ કાર્યવાહી ન કરી હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે.  મુખ્ય બાબત એ બહાર નીકળીને સામે આવી છે કે નેત્રસર્જન વિરુદ્ધ કાર્યવાહી કરવા સક્ષમ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યો છે.  અંતે ગુજરાત મેડિકલ કાઉન્સિલને નિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ કરાયો હોવાનો પણ આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

શું છે સમગ્ર અંધાપા કાંડ 

માંડલમા ટ્રસ્ટની આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ દર્દીઓને આડઅસર જોવા મળી હતી. આ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના હોવાનું સામે આવ્યુ હતું. ઓપરેશન કરાવ્યા બાદ 5 લોકોને દ્રષ્ટી ઓછી થઈ ગઈ હતી અને દર્દીઓને આંખથી દેખાતુ ના હોવાની અંધાપાની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો -- Ahmedabad : ST પછી AMTS બસ ચોરી ગયો શખ્સ

Tags :
ANDHAAPA KANDCrimeHealthCareMEDICAL COUNCIL GUJARATMEDICAL COUNCIL INDIAreportRevelationsShockingSIPViramgam
Next Article