WI vs ENG: વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો બહાર
- ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે
- ઇંગ્લેન્ડે પ્રથમ બે મેચ જીતી
- વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો પડ્યો
WI vs ENG:આ દિવસોમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે. જ્યાં ODI શ્રેણી બાદ પાંચ મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે પ્રથમ બે મેચ જીતી છે. તેણે સિરીઝ જીતવા માટે માત્ર 1 મેચ જીતવી પડશે. જોકે, હવે બાકીની ત્રણ વનડે મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો પડ્યો છે. અનુભવી ખેલાડી આન્દ્રે રસેલ (Andre Russell) બહાર થયો છે.
આન્દ્રે રસેલ બહાર થયો
અનુભવી ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell)ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેને ડાબા પગની ઘૂંટીમાં મચકોડ આવી છે. જોકે બોર્ડે તેમની બદલીની જાહેરાત કરી છે. આ સિવાય કેટલાક નવા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. T-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા રસેલના સ્થાને શમર સ્પ્રિંગરને તક આપવામાં આવી છે. શમારે શ્રીલંકા સામે માત્ર બે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શ્રેણીની ત્રીજી મેચ 14 નવેમ્બરે રમાશે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની નજર શ્રેણીમાં પુનરાગમન કરવા પર હશે, જ્યારે મુલાકાતી દેશ ત્રીજી મેચ જીતીને શ્રેણી કબજે કરવા ઈચ્છશે.
આ પણ વાંચો -ઝારખંડ હાઈકોર્ટે MS Dhoni ને કેમ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
રસેલનું પ્રદર્શન કેવું રહ્યું છે?
રસેલે ઈંગ્લેન્ડ સામે રમાયેલી બે મેચમાં બેટિંગ અને બોલિંગમાં યોગદાન આપ્યું છે. પ્રથમ મેચમાં તેણે અણનમ 20 રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં આ ખેલાડીએ 30 રનની ઇનિંગ રમી હતી. જોકે બોલિંગમાં તેને એક પણ સફળતા મળી ન હતી. તેના સ્થાને સામેલ થયેલા શમર સ્પ્રિંગરે અત્યાર સુધીમાં 2 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 7 રન બનાવવા ઉપરાંત 2 વિકેટ પણ લીધી છે.
આ પણ વાંચો -IND Vs SA: ત્રીજી T20માં વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન
ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝની તાજેતરની ટીમ
રોવમેન પોવેલ (કેપ્ટન), રોસ્ટન ચેઝ, મેથ્યુફોર્ડ, શિમરોન હેટમાયર, ટેરેન્સ હિન્ડ્સ, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, એવિન લેવિસ, ગુડા ગુ કેશ મોતી, નિકોલસ પૂરન, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ અને શમર સ્પ્રિંગર.