Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET પેપર લીક કેસમાં CBI ની મોટી કાર્યવાહી, શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર નોંધી પ્રથમ FIR...

NEET પેપર લીકની તપાસ CBI ને સોંપવામાં આવી છે ત્યારપછી CBI એ આ કેસની તપાસ તેજ કરી છે. આજે CBI એ NEET પેપર લીક કેસમાં પ્રથમ FIR દાખલ કરી છે. શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ CBI એ NEET પરીક્ષા પેપર લીક...
neet પેપર લીક કેસમાં cbi ની મોટી કાર્યવાહી  શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર નોંધી પ્રથમ fir

NEET પેપર લીકની તપાસ CBI ને સોંપવામાં આવી છે ત્યારપછી CBI એ આ કેસની તપાસ તેજ કરી છે. આજે CBI એ NEET પેપર લીક કેસમાં પ્રથમ FIR દાખલ કરી છે. શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ CBI એ NEET પરીક્ષા પેપર લીક કેસમાં નિયમિત કેસ નોંધ્યો છે. CBI એ IPC કલમ 420, છેતરપિંડી અને 120 B એટલે કે ષડયંત્રના મામલામાં FIR નોંધી છે.

Advertisement

અલગથી નોંધવામાં આવી FIR...

સુત્રોનું માનીએ તો CBI નું દિલ્હી યુનિટ NEET પેપર લીક કેસની તપાસ કરશે. CBI ની ટીમ મોટા ષડયંત્રની તપાસ કરશે. આ સાથે CBI સરકારી કર્મચારીઓ, વચેટિયાઓ, સંસ્થાઓ અને ખાનગી આરોપીઓને શોધી કાઢશે. આ સિવાય CBI બિહાર અને ગુજરાતમાં નોંધાયેલા કેસો પોતાના કબજામાં લેવા માટે પણ પગલાં લઇ રહી છે. હાલમાં CBI એ 120 B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ પીસી એક્ટ હેઠળ નિયમિત કેસ નોધ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ બિહાર અને ગુજરાતમાં નોંધાયેલા કેસનો કબજો લેવામાં આવશે. આ પછી CBI બંને રાજ્યોની પોલીસ પાસેથી કેસ ડાયરી લેશે. બિહારમાં થયેલી ધરપકડોને પણ વધુ કસ્ટડીમાં લેવામાં આવશે અને તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.

Advertisement

ગઈકાલે જ CBI ને તપાસ સોંપવામાં આવી હતી...

તમને જણાવી દઈએ કે અગાઉ UGC NET કેસમાં પણ શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ CBI એ અજાણ્યા લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ષડયંત્રની કલમો હેઠળ નિયમિત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હકીકતમાં, NEET-UG પેપર લીક કેસમાં, શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો અને શનિવારે CBI ને તપાસ સોંપી. અગાઉ સમાચાર આવ્યા હતા કે રવિવાર (23 જૂન)ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : NEET પેપર કાંડનું હવે મહારાષ્ટ્ર કનેક્શન આવ્યું સામે, વાંચો અહેવાલ

Advertisement

આ પણ વાંચો : PAPER LEAK :શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ

આ પણ વાંચો : Jammu & Kashmir : આતંકીઓનો ઘૂસણખોરીનો ઇરાદો નાકામ, સેનાના જવાનોએ બે આતંકી ઠાર કર્યા

Tags :
Advertisement

.