Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભોપાલથી વડાપ્રધાન મોદીએ 2024નો એજન્ડા સેટ કર્યો, જાણો ભાષણના મુખ્ય અંશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. સાથે જ તેમણે ભાજપના બૂથ લેવલના કાર્યકર્તાઓને સંબોધિત કરી કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપી 2024ની ચૂંટણીને લઈને એક રીતે પાર્ટીનો એજન્ડા સેટ કરી...
ભોપાલથી વડાપ્રધાન મોદીએ 2024નો એજન્ડા સેટ કર્યો  જાણો ભાષણના મુખ્ય અંશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. સાથે જ તેમણે ભાજપના બૂથ લેવલના કાર્યકર્તાઓને સંબોધિત કરી કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપી 2024ની ચૂંટણીને લઈને એક રીતે પાર્ટીનો એજન્ડા સેટ કરી દીધો. વડાપ્રધાન મોદીએ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં અહીં આવ્યા 3 હજાર બૂથ કાર્યકર્તાઓ સહિત દેશના 10 લાખ કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા.

Advertisement

વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી

તેમણે કહ્યું કે, આવી ઉર્જાવાન ધરતી પર મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમનો ભાગ બનવામાં મને હૃદયથી આનંદ થઈ રહ્યો છે. ગૌરવનો અનુભવ થઈ રહ્યો છે મને દેશના 6 રાજ્યોને જોડનારી 5 વંદેભારત ટ્રેનોને લીલીઝંડી બતાવવાની તક પણ મળી છે. મધ્યપ્રદેશને શુભકામનાઓ આપીશ કે અહીંના ભાઈ બહેનો એક સાથે બે-બે વંદે ભારતની ભેટ મળી છે. આનાથી મુસાફરી ઝડપી, સરળ, આધુનિક અને સુવિધા સંપન્ન હશે.

Advertisement

10 લાખ કાર્યકર્તાઓ સાથે સંવાદ

ભાજપની સૌથી મોટી શક્તિ તમે બધા કાર્યકર્તાઓ છે. હું નડ્ડાજી અને ભાજપના કેન્દ્રીય, રાજ્યો અને મધ્યપ્રદેશના નેતૃત્વનો હૃદયથી અભિનંદન કરું છું આ કાર્યક્રમની સંરચના માટે મને એક સાથે 10 લાખ કાર્યકર્તાઓ સાથે સંવાદની તક મળી. ઈતિહાસમાં કોઈ પણ રાજકિય દળનો આટલો મોટો કાર્યક્રમ નહી થયો હોય.

Advertisement

દેશના સંકલ્પોની સિદ્ધિના મજબૂત સિપાહી

વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કહ્યું કે, સાથીઓ તમે માત્ર ભાજપ જ નહી તમે દરેક દળ જ નહી દેશના સંકલ્પોની સિદ્ધિના મજબૂત સિપાહી છે. ભાજપના દરેક કાર્યકર્તાઓ માટે દેશહિત સર્વોપરિ છે. દળથી મોટો દેશ છે જ્યાં દળથી મોટો દેશ હોય એવા કર્મઠ કાર્યકર્તાઓ સાથે વાત કરવી મારા માટે એક મંગળ તક છે. હું પણ ખુબ ઉત્સુક છું.

સામાજીક રીતે જોડાણ વધારવાનો મંત્ર

ભાજપના મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ તેમના સવાલોના જવાબ પણ આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે, બૂથની અંદર સેવાભાવની જરૂર છે. પોતાના વિસ્તારના લોકો માટે બૂથમાં ફર્સ્ટ એડ બોક્સથી લઈને સમાચાર પત્ર અને હેરાન થતાં ખેડુતો માટે યૂરિયા ઉપલબ્ધ કરાવવાની રીતો પર ધ્યાન આપો, આંગણવાડીમાં બાળકોના ખાદ્ય પોષણ આહાર અને ગરીબ બાળકો માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવો. આ સામાજીક ચિંતાઓ સાથે જોડાઓ, જનતા તમારી સાથે જોડાઈ શકે.

ત્રિપલ તલાક વિશે શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ કહ્યું, 2047માં જ્યારે આપણી આઝાદીના 100 વર્ષ થશે. આપણે ભારતને વિકસિત કરવા માંગીએ છીએ. ભારત ત્યારે જ વિકસિત થશે જ્યારે ગામડાનો વિકાસ થશે. આપણે આપણી પંચાયત, ગામ, શહેરને મજબૂત બનાવવાના છે. નાના-નાના પ્રયત્નો જ મોટી અસર દેખાડે છે. આ ત્રિપલ તલાકથી સમગ્ર પરિવાર પ્રભાવિત થાય છે. વડાપ્રધાને કહ્યું કે, જો ત્રિપલ તલાક ઈસ્લામનું જરૂરી અંગ છે તો પાકિસ્તાન, કતાર, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, સિરિયામાં કેમ બંધ કરી દીધાં.

વિપક્ષી એકતા પર શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી એકતા પર નિશાન સાધ્યું કે આના પર ગુસ્સો દયા કરો. 2014 અને 2019 ની ચૂંટણમાં બધા વિરોધીઓની આટલી અધિરતા ના જોવા મળી જેટલી આજે જોવા મળી. જે લોકો પહેલા જેમને પોતાના દુશ્મનો માનતા હતા. પાણી પી પીને કોસતા હતા. અપશબ્દો આપતા હતા. આજે તેમની સામે સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યાં છે. આ તેમની મજબૂરી છે. તેમના ડરથી સ્પષ્ટ છે કે 2024 માં જનતા ભાજપને જીતાડવાનું મન મનાવી લીધું છે. તેમણે કહ્યું કે, આ દળ વારંવાર ગેરંન્ટી શબ્દનો ઉપયોગ કરે છે. આ દરેક કૌભાંડ અને ભ્રષ્ટાચારની ગેરેંટી છે.

કોમન સિવિલ કોડ પર કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યૂનિફોર્મ કોમન સિવિલ કોડ પર કહ્યું કે, લોકોએ સમજવું પડશે કે ક્યું દળ તેમને ભડકાવીને તેમનો ફાયદો ઉઠાવી રહ્યું છે. જો ઘરના દરેક સભ્ય માટે જુદો કાયદો હોય તો શું પરિવાર ચાલી શકશે. પછી દેશ કેમ ચાલી શકશે. ભારતીય બંધારણમાં નાગરિકોને સમાન અધિકારની વાત કરવામાં આવી છે. જે દળ મુસલમાનોના સાચા અર્થમાં હિતેચ્છુ હોત તો મુસ્લિમ ભાઈ બહેન શિક્ષણ અને રોજગારીમાં પાછળ ના રહ્યાં હોત.

આ પણ વાંચો : કોણ છે પસમાંદા મુસ્લીમો ? જેના પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ખુદ PM મોદીએ ભાર મૂક્યો છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.