Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar : તમિલનાડુ પાસિંગની મુસાફરોથી ભરેલી બસ નાળામાં ખાબકી, 8 તરવૈયાઓને લઈ રેસ્ક્યૂ કરવા ગયેલી ટ્રક પણ ફસાઈ

ભાવનગરનાં કોળિયાક નજીક મોટી દુર્ઘટના મુસાફરો ભરેલી બસ બાદ રેસ્ક્યૂ ટીમની ટ્રક પણ ફસાઈ તમિલનાડુ પાસિંગની બસમાં 27 મુસાફરો છે સવાર 8 તરવૈયાઓ સાથેની ટ્રક ગઈ તો ખરી પણ ફસાઇ ગઈ ભાવનગરનાં (Bhavnagar) કોળિયાક ગામે એક ગોઝારી ઘટના બની...
bhavnagar   તમિલનાડુ પાસિંગની મુસાફરોથી ભરેલી બસ નાળામાં ખાબકી  8 તરવૈયાઓને લઈ રેસ્ક્યૂ કરવા ગયેલી ટ્રક પણ ફસાઈ
  1. ભાવનગરનાં કોળિયાક નજીક મોટી દુર્ઘટના
  2. મુસાફરો ભરેલી બસ બાદ રેસ્ક્યૂ ટીમની ટ્રક પણ ફસાઈ
  3. તમિલનાડુ પાસિંગની બસમાં 27 મુસાફરો છે સવાર
  4. 8 તરવૈયાઓ સાથેની ટ્રક ગઈ તો ખરી પણ ફસાઇ ગઈ

ભાવનગરનાં (Bhavnagar) કોળિયાક ગામે એક ગોઝારી ઘટના બની છે. કોળિયાક ગામ (Koliyak) નજીક આવેલા પુલ પાસેનાં નાળામાં તમિલનાડુ પાસિંગની બસ ખાબકી હતી. આ બસ નાળામાં ખાબકતા એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ પાણીમાં જ ફસાઈ ગઈ છે. આ અકસ્માતને પગલે પોલીસ, વહીવટી તંત્ર અને સ્થાનિકો ઘટના સ્થળે ભેગા થયા છે અને મુસાફરોની રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Patan : ખરેખર..! HNGU કેમ્પસમાં કુલપતિનાં નિવાસ્થાન પાસેથી મળી વિદેશી દારૂની બોટલો!

Advertisement

તમિલનાડુ પાસિંગની બસ નાળામાં ખાબકી

ભાવનગરમાં (Bhavnagar) આજે મોટી દુર્ઘટના ઘટી છે. કોળિયાક નજીક આવેલા પુલ નજીકનાં નાળામાં તમિલનાડુ પાસિંગની બસ (Tamil Nadu Passing Bus) અચાનક ખાબકી હતી. બસ નાળામાં ખાબકતા જ એકાએક પાણીનો પ્રવાહ આવી જતાં બસ પાણીમાં ફસાઈ ગઈ છે. આથી, બસમાં સવાર મુસાફરોનો જીવ જોખમમાં મૂકાયો છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : વકફ સંશોધન બિલ માટે રચાયેલ JCP આવતીકાલે ગુજરાતમાં, કરશે આ મહત્ત્વનું કામ!

Advertisement

બસમાં ડ્રાઇવર સહિત 27 મુસાફરો ફસાયા

ભાવનગરમાં કોળિયાક ગામ નજીક આવેલા પુલ પાસેનાં નાળામાં તમિલનાડુ પાસિંગની બસ અચાનક ખાબકી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ, વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો ભેગા થયા છે. બસમાં રહેલા મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરની માહિતી મુજબ, બસમાં ડ્રાઇવર સહિત કુલ 27 મુસાફરો ફસાયેલા છે. મુસાફરોનાં રેસ્ક્યૂ માટે 8 તરવૈયાઓને એક ટ્રકમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ, દુર્ભાગ્યવશ આ ટ્રક પણ હવે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હોવાનાં સમાચાર છે. જો કે, બસમાંથી 27 જેટલા મુસાફરોને ટ્રકમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બસમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.

આ પણ વાંચો - Gujarat Politics : ફરી એકવાર શંકરસિંહ 'બાપુ' વધારશે BJP અને Congress નું 'Tension' !

Tags :
Advertisement

.