Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar News : ભરતનગરમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, મહિલા સહિત 4 ઝડપાયા

રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ હવે એકશનમાં આવી છે. સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી છે. રાજ્યભરમાં સ્પામાં પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે. ત્યારે ભાવનગર...
bhavnagar news   ભરતનગરમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ  મહિલા સહિત 4 ઝડપાયા

રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ હવે એકશનમાં આવી છે. સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી છે.

Advertisement

રાજ્યભરમાં સ્પામાં પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે. ત્યારે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં ચાલતા કૂટન ખાના માં દરોડો પાડી પોલીસે એક મહિલા સહિત ચાર ને ઝડપી લીધા હતા. મળતી જાણકારી અનુસાર ભાવનગર SOG પોલીસને મળેલી જાણકારીના આધારે ભરતનગર રામરહીમ સોસાયટીમાં રેડ પાડી હતી જેમાં ચાર આરોપીઓને રોકડા 4920 તથા 3 મોબાઈલ ફોન સાથે કુલ 6920 ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.

આ સિવાય આ તરફ ગીર સોમનાથમાં હોટલ અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા પોલીસે સ્પેશલ ડ્રાઈવ યોજી છે. 21 સ્થળે પોલીસની 10 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે આ દરમિયાન ક્યાંયથી પણ દેહવ્યાપારની પ્રવૃતિ મળી આવી ન હતી.

Advertisement

આ પણ વાંચો : Surat News : હિંદુ નામ રાખી યુવતીઓને ફસાવતા વિધર્મીનો પર્દાફાશ, મોડલિંગની લાખોની ઓફર આપી કરતો છેતરપિંડી…

Advertisement
Tags :
Advertisement

.