Bharuch: રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરનો હ્રદય કંપાવતો કાગળ
Bharuch: ભરૂચમાં થોડા સમય પહેલા એક એન્જિનિયરે આત્યહત્યા કરી હતી. તેમાં અત્યારે કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, ભરૂચમાં રેલવે સેક્શન એન્જિનિયરની પત્નીએ અગાઉ આત્મહત્યાની કોશિશ દરમિયાન પણ 12 પાનાંનો પત્ર લખ્યો હતો. એન્જિનિયરે પોતાના સ્યુસાઈડ નોટમાં પોતાના આતવીતી લખી હતી. આ કાળગમાં લખાયેલા શબ્દો હ્રદય કંપાવે તેવા છે. પોતાની પત્ની પર આક્ષેપો કર્યા અને આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ લખ્યું છે.
મરતા પહેલા રેલવે અધિકારીએ સ્યુસાઈટ નોટ લખી
ભરૂચ જિલ્લામાં ‘પતિ પત્ની ઓર વોહ’ ના ખેલમાં ઘણા બધા લોકોના ઘરો ભાંગી રહ્યા છે. આવું જ એક ઘર જેમાં જીમ ટ્રેનર રાજા શેખ નામના વ્યક્તિએ રેલવે સિનિયર સેન્ક્શન એન્જિનિયરનું ઘર બરબાદ કર્યું હોય તેવા આક્ષેપ સ્યુસાઈટ નોટમાં જોવા મળ્યા છે. જેમાં રેલવે અધિકારીની પત્નીએ અગાઉ પણ આપઘાતની કોશિશ કરતી વેળા રેલવે અધિકારીએ પણ સ્યુસાઈટ નોટ લખી હતી અને તે 12 પાનાની હતી. હાલ આત્મહત્યા કરતા પહેલા બે પાનાંનો પાત્ર પણ લખ્યોમાં જેમાં મોટો વિસ્ફોટ થયો છે.
ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરની પત્નીએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા રેલવે અધિકારી જતીન મકવાણાએ પણ પત્નીના આપઘાત બાદ પોતાના બાળકને ટૂંપો આપી પોતે અંકલેશ્વર ના ગડખોલ નજીક રેલવે ટ્રેક ઉપર પડતું મૂક્યું હતું. જેમાં પોલીસે મૃતકની એક્ટિવા ચેક કરતા તેમાંથી મોબાઈલ સહિત સ્યુસાઈટ નોટ મળી હતી. જેમાં આપઘાત કરનાર જતીન મકવાણાની પત્ની તૃપલે આપઘાતની કોશિશ 15 દિવસ અગાઉ કરી હતી. તે વેળા પણ 12 પાનાંનો સ્યુસાઈટ નોટ લખાઈ હોય તે તારીખ 22-06-2024 નો પણ મળી આવ્યો છે.
મકવાણાએ આપઘાત કરતા પહેલા લખેલો 2 પાનાંનો 04-07-2024 નો સ્યુસાઈટ નોટ પણ મળી આવ્યો છે. જેમાં જતીન મકવાણાએ રાજા શેખ નામના જિમ ટ્રેનર પાર આક્ષેપ કર્યા છે. જતીન મકવાણાએ તેના બેંક ડિટેલ્સનો પણ ઉલ્લેખ કરેલો છે અને મમ્મી પપ્પાની માફી માંગી છે. આ સાથે સાથે લખ્યું છે કે, ‘રાજા શેખને છોડતા નહીં એને જ મારી જિંદગી બરબાદ કરેલી છે જેવા આક્ષેપ કાર્ય છે.’
સમગ્ર સ્યુસાઈટ નોટમાં રેલવે ટ્ર્રેક ઉપર આપઘાત કરનાર જતીન મકવાણાની ગાડીમાંથી મળી આવતા સ્યુસાઈટ નોટ 12 પાના અને 2 પાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ હસમુખ ગોહિલે કબ્જે કરી છે અને રાજા શેખ કોણ છે? તથા મૃતકોની મોબાઈલ ડિટેલ્સ કોલ ડિટેલ્સ મેળવી રાજા શેખ સામે દુષ્પ્રેરણા ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની કવાયત હાથધરી હતી.
અંતિમ બે પાનાના સ્યુસાઈટ નોટમાં લખેલી કહાની
‘પપ્પા માફ કરજો તૃપલે આજે રાત્રે આત્મ હત્યા કરી લીધી છે. અત્યારે રાત્રીના 12:19 વાગ્યા છે. અડધી કલાક પહેલાં મે એને અંદરના રૂમમાં લટકેલી જોઇ પછી વિહાનને પણ મારી નાખ્યો છે. શું કરશે વિહાન પણ જીવીને? મારે પણ જીવવું હતું પણ બહુજ મુશ્કેલ હતું તૃપલે સહી આપીને પણ પેલા જોડે (રાજા શેખ - Raja Saikh) જોડે વાત કરી છે. મારા વિહાનને પણ મે મારી નાખ્યો માફ કરજો.’
માફ કરજો ના જીવી શકાયું પપ્પા!
વધુમાં લખ્યું કે, ‘તૃપલની વિધી મારી જોડે ના કરતાં એના મમ્મી પપ્પાને આપી દેજો, લડાઇ ના કરતાં જે થવાનું હતું એ થઇ ગયું છે. બધા શાંતીથી રહેજો આ બન્ને લેટર મારી એક્સપાઇર ડેથ પછી મળશે. હુ પણ હવે ટ્રેનમાં સ્યુસાઇડ કરવા જાઉ છું બધાનું ધ્યાન રાખજો અને અમને માફ કરજો ના જીવી શકાયું પપ્પા. ઓફિસનો ફોન ઘરે મુકીને જાઉ છુંરાજાશેખના મમ્મીએ પણ તૃપલ જોડે વાત કરી હતી. તૃપલ એમ કહેતી હતી કે મને એમ કહ્યુ હતું કે કોઇ ના સાચવે તો અહીં આવતી રહેજે. તૃપલના મમ્મી એટલે ભારતીબેનનો કોલ ડિટેઇલ્સ 5/52024 થી કાઢવી એટલે તમને ખબર પડી જશે કેટલી વાતો કરી.રાજા શેખ પર પોલીસ કેસ કરજો અને છોડતા નહીં એને જ મારી લાઇફ બગાડી છે. તૃપલના મમ્મી ભારતી બેનનો પણ એટલો જ વાંક, માફ કરજો શાંતીથી રહેજો.’