Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : અંકલેશ્વરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે પોલીસ કમિશનરના ચોંકાવનારા ખુલાસા!

અંકલેશ્વરથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે કમિશનરે આપી માહિતી (Bharuch) ડ્રગ્સનાં નેટવર્કને તોડવા પોલીસની સંયુકત કામગીરી : CP આ કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ : CP 427 કિલો રો-મટિરિયલથી ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરી : CP શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવા...
bharuch   અંકલેશ્વરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે પોલીસ કમિશનરના ચોંકાવનારા ખુલાસા
Advertisement
  1. અંકલેશ્વરથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે કમિશનરે આપી માહિતી (Bharuch)
  2. ડ્રગ્સનાં નેટવર્કને તોડવા પોલીસની સંયુકત કામગીરી : CP
  3. આ કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ : CP
  4. 427 કિલો રો-મટિરિયલથી ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરી : CP
  5. શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવા ડ્રગ્સ બનાવ્યું : CP

ભરૂચનાં (Bharuch) અંકલેશ્વર GIDC માંથી ઝડપાયેલા કરોડો રૂપિયાનાં ડ્રગ્સ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે (CP Anupam Singh Gehlot) વધુ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સનાં નેટવર્કને તોડવા માટે પોલીસે સંયુક્ત કામગીરી કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, સુરતનો (Surat) પલક નામનો વ્યક્તિ હેન્ડર હોવાની માહિતી છે. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ 427 કિલો રો-મટિરિયલથી ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ, છેલ્લા સ્ટેજ સુધી પહોંચે તે પહેલા જ ડ્રગ્સ ઝડપાયું છે. શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવા ડ્રગ્સનો (MD Drugs) કારોબાર કરી રહ્યા હતા.

ડ્રગ્સનાં નેટવર્કને તોડવા પોલીસની સંયુકત કામગીરી : CP

ભરૂચનાં (Bharuch) અંકલેશ્વર GIDC માં આવેલી અવસર એન્ટરપ્રાઇઝમાંથી (Avsar Enterprises) સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને વધુ વિગત આપી હતી. તેમણે કહ્યું હતું કે, ડ્રગ્સનાં નેટવર્કને તોડવા પોલીસની સંયુકત ટીમો કામ કરી રહી છે. સુરત કામરેજ અને ભરૂચ પોલીસ બાતમીનાં આધારે એક શંકાસ્પદ કારને રોકી તપાસ કરી હતી. કારમાંથી 3 શખ્સ MD ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. આરોપીઓની પૂછપરછમાં અવસર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીનું નામ ખુલ્યું હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Bharuch: અંકલેશ્વર GIDC માંથી ફરી એકવાર ઝડપાયું ડ્રગ્સ, કંપની સંચાલક સહિત અન્ય 2ની ધરપકડ

'141 ગ્રામ MD ડ્રગ્સ, 427 કિલો કેમિકલ મળી આવ્યું'

કમિશનરે આગળ માહિતી આપી કે, પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે મોન્ટુ પટેલ કંપનીમાં HR તરીકે જ્યારે વિપુલ પટેલ લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે. જ્યારે ફેકટરીનો મૂળ માલિક વિદેશમાં છે. આ ફેક્ટરીમાં જ્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તો ત્યાંથી ક્રિસ્ટલ અને ફોમમાં 141 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે જ 427 કિલો કેમિકલ મળી આવ્યું છે અને તેનાં સ્ટેજની તપાસ થઈ રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરે કહ્યું કે, અગાઉ આરોપીઓએ સુરત સીટીનાં પલક નામનાં શખ્સને ડ્રગ્સનું સપ્લાય કર્યું હતું. સાથે જ સુરતથી મુંબઇ પણ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું. હાલ, આ સમગ્ર કેસ મામલે FSL તપાસ કરી રહી છે.

આ પણ વાંચો - Surat: પોલીસ શહીદ સંભારણા દિવસના કાર્યક્રમમાં Drugs ને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવા ડ્રગ્સ બનાવ્યું : CP

કમિશનરે જણાવ્યું કે, આરોપી વિશાલ એ કંપનીનાં માલિકનો સબંધી છે. કબ્જે કરવામાં આવેલ રો-મટિરિયલ ડ્રગ્સ તરીકે પ્રસ્થાપિત થયા બાદ તેની કિંમત રૂ. 427 કરોડ રૂપિયા જેટલી થઈ શકે છે. અલગ-અલગ પ્રોડક્ટ બનાવવ માટે આ રો-મટિરિયલને ઇમ્પોર્ટ કરવામાં આવે છે. શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આરોપીઓ ડ્રગ્સ બનાવી વેચાણ કરતા હતા. આ સમગ્ર કેસમાં પોલીસ દરેક પાસાને ધ્યાનમાં રાખી તપાસ કરશે.

આ પણ વાંચો - Surat: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘પોલીસ શહીદ સંભારણા દિવસ’એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ

Tags :
Advertisement

.

×