Bharuch: આંખના પલકારે વિખેરાયો એન્જિનિયરનો પરિવાર, સ્વજનોમાં હૈયાફાટ રૂદન
Bharuch: ઘરેલુ ઝઘડા ઘણી વખત મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે. આવો જ એક ઘરેલુ ઝઘડો 3 લોકોની જિંદગી છીનવી ગયો છે. જેમાં રેલ્વે સીનીયર સેકસન એન્જિનિયરની પત્નીએ મકાનમાં ગળેફાંસો ખાઈ લેતા પતિએ પણ પોતાના બાળકને ઊંઘમાં જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી અંકલેશ્વરના ગડખોલ નજીક રેલવે ટ્રેક નીચે પડતું મુકતા રેલવે પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ ઘટનાને લઈને પંથકમાં અત્યારે ભારે શોકનો માહોલ છે.
પિતાને ફોન કરી કહ્યું - પત્નીએ આપઘાત કર્યો
ભરૂચના રેલવે સ્ટેશન રેલ્વે કોલોનીમાં રહેતા અને રેલ્વે સીનીયર સેકસન એન્જિનિયર તરીકે નોકરી કરતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનો પરિવાર ગણતરીની મિનિટમાં જ વિખાઈ ગયો છે. સામાન્ય ઝઘડાઓમાં જતીન મકવાણાની પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા પત્નીની લટકતી લાશ જોઈ ચિંતામાં મુકાયેલા જતીન મકવાણા પોતાના ઘરમાં ખાટલામાં જ પોતાનું માસુમ 10 વર્ષનું બાળક વિહાગને પણ ગળે ટુપો આપી હત્યા કરી દીધી, ત્યાર બાદ ઘરને તાળું મારી પોતાના પિતાને ફોન કરી કહ્યું પત્નીએ આપઘાત કર્યો છે અને હું પણ આપઘાત કરવા જાઉં છું. આપઘાત કરવા જઈ રહેલા પુત્રની વાત ફોન ઉપર સાંભળતા પિતાની જમીન તળે પગ ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો.
2 પાનાનો સુસાઇડ નોટ પણ પોલીસને હાથે લાગ્યો
પોલીસને જાણ થતા પોલીસ પણ જતીન મકવાણાના ઘરે આવીને તપાસ કરતા પત્ની ત્રુપલ મકવાણા ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં લટકતી જોવા મળી હતી. જ્યારે 10 વર્ષનું માસુમ બાળક વિહાગ મૃતક અવસ્થામાં બેડ ઉપર હતું અને 2 પાનાનો સુસાઇડ નોટ પણ પોલીસને હાથે લાગ્યો છે. જેમાં રેલ્વે સીનીયર સેક્શન એન્જિનિયર જતીન મકવાણાએ લખ્યું છે કે, મારી પત્નીએ આપઘાત કર્યો છે અને મારા દીકરો જીવીને શું કરશે? જેથી તેને હું મારી રહ્યો છું અને હું પોતે પણ રેલ્વે ટ્રેન નીચે આપઘાત કરવા જઉં છું અને બે પાનાનો સુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે કર્યો છે. આ ઉપરાંત પણ વધુ 10 પાનાનો લેટરો પણ પોલીસે કબજે કર્યા છે જેમાં પ્રેમ પ્રકરણના કારણે પણ આપઘાત થયા હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવીને 10 પાનાના લેટરો પણ કબજે કર્યા છે.
દીકરીની લાશ જોઈ હૈયા ફાટક રુદન
સમગ્ર ઘટનામાં મૃતકના પરિવારજનોને જાણ થતા તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પિતાએ એમ્બ્યુલન્સમાં રહેલી પોતાની દીકરીની લાશ જોઈ હૈયા ફાટક રુદન કરી રહ્યા હતા. એટલું જ નહીં પોતાની દીકરીને ન બચાવી શક્યા તેવું રટણ કરી એક મા પોતાની દીકરીને ગાલ ઉપર વ્હાલ કરી રુદન કરી રહી હતી. બેટા હું તને ન બચાવી શકી ખાલી એકવાર ઘર કીધું હોત તો હું તને બચાવી શક્યો હોત હૈયા ફાટક રુદન જોઈ સૌ કોઈને આંખો પણ ભીની થઈ હતી.
સમગ્ર વાતાવરણ ગમગીનીમાં ફેલાયું
દાદા પોતાના પૌત્રને ખોળામાં મૂકી રડી રહ્યા હતા મારા પૌત્રને પુરા કપડા પણ નથી પહેરાવ્યા તેવું રટણ કરી પોતાની દીકરી અને પોતાનો પૌત્ર ગુમાવ્યો હોવાનું દુઃખ વ્યક્ત કરતા સમગ્ર વાતાવરણ ગમગીનીમાં ફેલાયું હતું. ભરૂચ રેલવે સ્ટેશન રેલ્વે કોલોનીના મકાનમાં ત્રુપલ મકવાણા અને 10 વર્ષના બાળક વિહાગનો મૃતદેહ હોસ્પિટલ ખાતે ખસેડી પીએમ અને પેનલ પીએમ કરાવવાની કવાયત કરી છે જ્યારે જતીન મકવાણા અંકલેશ્વરના ગડખોલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મુકતા તેનું પોસ્ટમોર્ટમ અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું
દિકરી અને પૌત્રનો મૃતદેહ જોઈ હૈયા ફાટક રુદન
પતિ પત્નીના ઝઘડાએ આખું પરિવાર વિખી નાખ્યું પોતાની દીકરીને બચાવી ન શક્યા હોવાનું દુઃખ વ્યક્ત કર્યું સાથે મૃતક ત્રુપલ થોડા મહિના અગાઉ જ પતિ સાથે પિયર માંથી આવી હતી અને પિયરમાં રીહામણે હતી પતિએ પણ લઈ જવાની આજીજી કરતા હોય એ મોકલી હતી. પરંતુ પિયરિયાઓને ક્યાં ખબર હતી કે મારી દીકરીનો મૃત્યુ જોવા મળશે મારા પૌત્રનો મૃતદેહ જોવા મળશે પોતાની દીકરી અને પૌત્રનો મૃતદેહ જોઈ બા દાદાઓ પણ હૈયા ફાટક રુદન કરતા જોવા મળ્યા હતા બા દાદા પોતાના માસુમ પૌત્ર અને દીકરીને વહાલ સોયથી ખોળામાં માથું રાખી હૈયા ફાટક રુદન કરી રહ્યા હતા
પરિવારજનો સારા નહોતા દીકરીના પિતાનો રુદન સાથે આક્ષેપ
કહેવાય છે ને જેની ગોદડી જાય તેને ટાઢવાય પોતાની દીકરી અને માસુમ પૌત્ર જોઈ બા દાદાઓ પણ હૈયા ફાટક રુદન કરતા હતા અને કહ્યું હતું કે જમાઈ સારા હતા પરંતુ તેના પરિવારજનો સારા નહોતા મારી દીકરીના શરીર ઉપર ઇજા છે સંપૂર્ણ શરીર હું ચેક કરીશ અને પછી જ પીએમ કરવા દઈશ હું પણ નિવૃત્ત એએસઆઇ છું મારી દીકરીને દુઃખ હતું પણ પરંતુ આવું પગલું પડશે તેની નોહતી ખબર અને પિતા પણ રડી પડ્યા..?
કોના પાપે આખું પરિવાર વીખાયું?
દંપતી વચ્ચે જ્યારે કોઈ ત્રીજા ની એન્ટ્રી થાય તો પરિવાર વિખાતું હોય છે પોલીસે વિખાયેલા પરિવારના ઘરમાંથી ઘણા બધા સુસાઇડ નોટો કબજે કર્યા છે જેમાં પ્રાથમિક અનુમાન મુજબ પ્રેમ પ્રકરણ ના કારણે અને દંપતિ વચ્ચે કોઈ ત્રીજાની એન્ટ્રી હોવાના કારણે પરિવાર વીખાયું છે ત્યારે કયો વ્યક્તિ છે કે જેના પાપે મહિલાએ ગળેફાંસો ખાધો અને પુરુષે પોતાના બાળકની હત્યા કરી પોતે આપઘાત કર્યો..? હાલ તો સમગ્ર મામલો તપાસનો બની ગયો છે અને રેલવે પોલીસ મથકના પીએસઆઇ જીણવટ ભળી તપાસ કરી રહ્યા છે
પરિવારના આપઘાતમાં આખરે રાજા શેખ કોણ?
એક સુખી પરિવારનું જીવન ઉજળી ગયું છે કહેવાય છે ને કે પતિ-પત્ની વચ્ચે ત્રીજો વ્યક્તિ આવે તો તેનો અંજામ ગંભીર પ્રકારનો હોય છે સિનિયર સેક્શન એન્જિનિયરે પત્નીના આપઘાત બાદ બાળકને પણ મોતને ઘાટ ઉતારી પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા મૃતકના પિતાએ અંકલેશ્વરમાં નોંધાવેલી ફરિયાદમાં જતીન મકવાણા ની પત્ની નો રાજા શેખ નામના વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકાઓ સાથે આક્ષેપ ફરિયાદમાં કરી દીધા છે ત્યારે રાજા શેખ કોણ..? પોલીસે પણ તપાસ શરૂ કરી છે