Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: અંકલેશ્વર ONGC બ્રિજ ની કામગીરીમાં થયો ભ્રષ્ટાચાર, પાણીમાં વહી ગયા 9 કરોડ

Bharuch: ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાંડો ખુલ્લા પડી ગયા હોય તેમ એક મહિના પહેલા ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભુવા પડદા અને બ્રિજમાં ઠેક ઠેકાણે દીવાલોમાં મોટી ફાટો પડતા પડદા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના ચોંકાવનારા અહેવાલો...
07:29 PM Jul 02, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch News

Bharuch: ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાંડો ખુલ્લા પડી ગયા હોય તેમ એક મહિના પહેલા ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભુવા પડદા અને બ્રિજમાં ઠેક ઠેકાણે દીવાલોમાં મોટી ફાટો પડતા પડદા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટર અધિકારીઓને એવો તો કેવો લોલીપોપ આપી દીધો? આ બ્રિજની ગુણવત્તા ન હોવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ કેમ આપી દેવામાં આવ્યું?

ઓએનજીસી બ્રિજ પાછળ 9 કરોડનું નિર્માણ થયું હતું

ભરૂચ (Bharuch) જિલ્લામાં વિકાસના કામોમાં ગોબાચારી અને ગુણવત્તા યુક્ત કામો ન થતા હોવાના ચોકાવનારા દ્રશ્યો દર ચોમાસાના પ્રારંભથી જોવા મળતા હોય છે. માર્ગોનું તો ધોવાણ થતું હોય તે માનવામાં આવે છે. પરંતુ એક વર્ષ સુધી વાહન ચાલક હોય હાલાકી ભોગવ્યા બાદ અંકલેશ્વરનો ઓએનજીસી બ્રિજ (Ankleshwar ONGC Bridge) પાછળ 9 કરોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, એક મહિનામાં જ માર્ગોનું લેવલિંગ ન હોય વરસાદી પાણીના ખાબોચીયા ભરાતા હોય ભુવા પડતા હોય તો કોન્ટ્રાક્ટરે એવું તો શું કામ કર્યું? એવો તો કયો અધિકારી છે કે જેણે બ્રિજની કામગીરી ગુણવત્તા યુક્ત થઈ ગઈ છે તેનું સર્ટિફિકેટ પણ આપી દીધું?

ભુવો પડતા બ્રિજના નિરીક્ષણમાં શું શું છે ખામી?
દિવાલોમાં મોટી તિરાડ પડતા વરસતા વરસાદમાં કોન્ટ્રાક્ટરે લીપાપોથીશરૂ કરી
દિવાલોમાં તિરાડો સાથે મોટી ફાટો પડી
9 કરોડના ખર્ચે બનેલા બ્રિજ ઉપર લેવલીગના અભાવે વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા
એક મહિના પહેલા શરૂ થયેલા ઓએનજીસી બ્રિજમાં મોટો ભુવો પડ્યો
જેસીબીથી પુરવાની કવાયત
9 કરોડના બ્રિજમાં આટલી ગોબાચારી છતાં અધિકારીએ કોન્ટ્રાક્ટરને ફિટનેસ સર્ટિફિકેટ કેવી રીતે આપ્યું

9 કરોડના કૌભાંડમાં કોણ કોણ ભાગીદાર છે?

પ્રથમ વરસાદમાં જ નવા નકોર બ્રિજમાં ભુવા પડતા સાથે તિરાડો અને મોટી પાટો પડવા સાથે સાઇન બોર્ડ પણ ઉખડી જતા મોટા કૌભાંડમાં 9 કરોડમાં કોણ કોણ ભાગીદાર છે? તેવા સવાલો અંકલેશ્વરવાસીઓમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ક મહિના પહેલા જ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાય અંકલેશ્વરનો ઓએનજીસી બ્રિજ માત્ર ભુવા પડે છે તેટલું જ નહીં પરંતુ બ્રિજની બંને બાજુ જે પ્રોટેક્શન દીવાલો બનાવવામાં આવી છે તેમાં પણ મસ્ત મોટી તિરાડો સાથે કૌભાંડોના અણસારો સ્પષ્ટ દેખાય છે વહેલી સવારે પડેલા મોટા ભુવા ઉપર બેરીકેટ પણ મુકાયા ન હતા અને લાકડાની ડાળી એટલે કે વૃક્ષની ડાળી મૂકી વાહન ચાલકોએ લોકોને સાવચેત કર્યા હતા.

શું જિલ્લામાં કોન્ટ્રાક્ટરો સારું કામ કરી શકે તેવા નથી?

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, કોન્ટ્રાક્ટર પણ ભરૂચ (Bharuch) જિલ્લાની બહારનો હોવાનું સામે આવ્યું છે ત્યારે શું જિલ્લામાં કોન્ટ્રાક્ટરો સારું કામ કરી શકે તેવા નથી? શું અધિકારીઓની પણ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હશે? એક જ મહિનામાં બ્રિજની ગોબાચારી ખુલ્લી પડી જતા અંકલેશ્વરમાં પણ બ્રિજ બનાવવામાં ગોવાચારી થઈ હોય આ બ્રિજ નવો નથી બનાવ્યો તેમાં મરામત કરાવવા પાછળ જો 9 કરોડનું આંધળ થતું હોય છે. તેમાં પણ જો ભ્રષ્ટાચાર થતો હોય અને ફરી એકવાર વાહનચાલક હોય ટ્રાફિકજામનો ભોગ બનવું પડશે.

હજુ ટ્રાફિક જામનું દુષણ સહન કરવું પડશે?

આના ઉપરથી ફલિત થઈ રહ્યું છે કે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની વાપરવાહીના કારણે અંકલેશ્વર વાસીઓએ આવનાર સમયમાં હજુ ટ્રાફિક જામનું દુષણ સહન કરવું પડશે? નવ કરોડના કૌભાંડમાં કયા કયા અધિકારીઓનું કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત છે તેવા સવાલો ઉભા થયા છે મટીરીયલ ગુણવત્તા યુક્ત છે કે કેમ? આ તમામ સવાલો વચ્ચે આખરે આ બ્રિજ વાહન ચાલકો માટે ટકી શકે તેમ છે તેવા કયા અધિકારીએ કોન્ટ્રાક્ટરને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું છે તેવા સવાલો ઉભા થઈ ગયા છે.

PWDના કયા અધિકારીએ કોન્ટ્રાક્ટરને બ્રિજ અંગે ફીટનેસ સર્ટિફિકેટ આપ્યું?

રાજકોટના અગ્નિકાંડમાં જે પ્રકારે ટીપીઓના કરોડોના કૌભાંડો ખુલ્લા પડ્યા છે તેમ અનેક વિભાગોમાં અધિકારીઓ પણ ટેબલ નીચે કૌભાંડ આંચળતા હોય છે અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજ (Ankleshwar ONGC Bridge) એક મહિના પહેલા જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો પ્રથમ વરસાદમાં જ લેવલિંગ ના અભાવે ઠેક ઠેકાણે વરસાદી પાણીના ખાવો છે ભરાયા ભુવા પડ્યા અને ગુણવત્તા સામે સવાલો ઊભા થયા બ્રિજની દીવાલોમાં તિરાડો પડી અને આ જ બ્રિજનું સર્ટિફિકેટ પણ પીડબ્લ્યુડ આપ્યું હોય તેઓ હુંકાર પર કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે. ગોબાચારીમાં કોન્ટ્રાક્ટર સાથે કયા અધિકારીની મીલી ભગત છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.

ONGC બ્રિજના 9 કરોડના કૌભાંડમાં કોન્ટ્રાક્ટર અને કરાશે બ્લેક લિસ્ટ?

9 કરોડના ખર્ચે મરામત કરાયેલા ઓએનજીસી બ્રિજ માં ગોબાચારી થયો હોવાના ચોકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે સાથે 9 કરોડમાં પાંચ કરોડનું પણ કામ ન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે ખરો..? જે અધિકારીએ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હોય તેની સામે શું કાર્યવાહી થશે..? આવા અનેક સવાલો વચ્ચે હાલ તો સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચે તેવા અહેવાલો મળી રહ્યા છે.

અહેવાલ: દિનેશ મકવાણા ભરૂચ

આ પણ વાંચો: https://www.gujaratfirst.com/read/gujarat-read/chhotaudepur-massive-land-scam-exposed-1238-acres-of-kukarda-village-sri-sarkar/

આ પણ વાંચો: Mehsana : યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો! કબૂતરબાજ, વ્યાજખોર સહિત 10 સામે ગુનો

આ પણ વાંચો: Kheda : કોન્ટ્રાક્ટર કનુ પટેલના આપઘાતથી કોન્ટ્રાક્ટર્સ એસો. લાલઘુમ, CM ને કરી આ રજૂઆત

Tags :
Ankleshwar ONGC BridgeAnkleshwar ONGC Bridge NewsBharuch Latest Newsbharuch newsGujarati NewsGujarati Samacharlatest newsONGC bridgeVimal Prajapati
Next Article