Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એક્ટ્રોસિટીનો ગુનો દાખલ, માતાની ધરપકડ

Bharuch: ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરની પત્નીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેધું હતું. પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ બેડરૂમમાં સુતેલા પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કરી પોતે અંકલેશ્વરના ગડખોલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા...
bharuch  રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એક્ટ્રોસિટીનો ગુનો દાખલ  માતાની ધરપકડ

Bharuch: ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરની પત્નીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેધું હતું. પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ બેડરૂમમાં સુતેલા પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કરી પોતે અંકલેશ્વરના ગડખોલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. સામુહિક આત્મહત્યા પ્રકરણમાં મૃતક રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરે લખેલી બે સ્યુસાઈટ નોટ પોતાના પિતાને મોકલી રાજા શેખ નામના વ્યક્તિએ તેનું જીવન બરબાદ કર્યું હોવાના આક્ષેપ કરતા આખરે પોલીસે જિમ ટ્રેનર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

નવ મેસેજ અને ત્રણ પીડીએફ ફાઈલ હતી

ફરિયાદી મૃતકના પિતા જાદવભાઈ મકવાણાએ અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છેય જેમાં આક્ષેપ કર્યો છે કે, ગત તારીખ 03-07-2024 ના રોજ ફરિયાદી તેમના ઘરે મોડી રાત્રે એટલે કે 12 વાગ્યા પછી 04-07-2024ના રોજ 01:11 કલાકે જાગ્યા હતા. તેઓએ મોબાઈલ ફોન ચેક કરતા પુત્ર જતીનના મોબાઈલના વોટ્સએપ ઉપરથી મેસેજ આવ્યો હતો. જેમાં નવ મેસેજ અને ત્રણ પીડીએફ ફાઈલ હતી. જેમાં મેસેજ લખેલા કે પપ્પા તૃપલે સ્યુસાઈટ કરી લીધો છે.

આ પણ વાંચો: ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા

Advertisement

રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો

અમદાવાદના જીમ ટ્રેનર રાજા શેખ ઉર્ફે ખલિલ ફુઝઝામા શેખ જતીન મકવાણાની પત્ની સાથે આડા સંબંધ રાખી આખું પરિવાર બર્બદ કર્યું હોય તેવા આક્ષેપ પણ સ્યુસાઈટ નોટમાં કર્યા હતા. પોલીસે મૃતકોના મોબાઈલ કબ્જે કરતા શ્રદ્ધાબેન જૈમીની જીમ અને લીપિકા મેમ જિમ 2 નામથી સેવ કરેલા વોટસઅપના સ્ક્રીન સ્લોટ મળી આવ્યા હતા. જેમાં 20-03-2024 ના રોજ પણ મૃતક તૃપલે પ્રેમી રાજા શેખ સાથે વાત કરી હોવાનું પણ મળી આવ્યું છે. આખી લાઈફ રાજા શેખે બરબાદ કરી હોય તેવા આક્ષેપો પણ સ્યુસાઈટ નોટમાં હોવાના કારણે મૃતક ના પિતા જાદવભાઈ મકવાણાએ અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

Advertisement

રાજા શેખની માતા ફકરૂનનિશા શેખનીઘરપકડના અહેવાલ

જતીન મકવાણાએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈટ નોટમાં રાજા શેખની માતા ફકરૂનનિશા અબ્દુલ જબાર મહંમદ ઉસ્માન શેખ (રહે શાહી મસ્જિદ અમદાવાદ)એ પણ દુષ્પ્રેરણામાં સહભાગી હોય તેવા આક્ષેપ સ્યુસાઈટ નોટમાં હોવાનું સામે આવ્યું હતું. તેમજ તૃપલને તારો પતિ તને ન રાખે તો અહીં આવી જજે તેમ કહી અનુસૂચિત પરિવારનું ઘર તોડવું અને આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય અને સામુહિક આત્મહત્યામાં રાજા શેખની માતાની પણ ભૂમિકા સામે આવતા તેની પણ ઘરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: પરપ્રાંતિય લોકોમાં માટે મજા જ મજા! પાંચ હજારમાં મળ્યું ભાડે મકાન

વોન્ટેડ રાજા શેખની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

અનુસૂચિત જાતિના પરિવારનું ઘર નહીં વસવા દેતા જીમ ટ્રેનર રાજા શેખ સામે ઠોસ પુરાવા હોવાના કારણે રેલવે સિનિયર સેક્શન એન્જિનિયર મૃતક જતીન મકવાણાના પિતાએ તમામ અંતિમ ક્રિયાની વિધિ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં રાજા શેખે દીકરા સહિત તેની પત્નીને સામુહિક આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય તેવા આક્ષેપ કરતા રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી દાખલ કરવામાં આવી હતી. જેથી તેને જામીન અરજી અંકલેશ્વરની કોર્ટમાં મૂકી હતી.જે અરજી પણ કોર્ટે ફગાવી હોવાનું સામે આવ્યું છે.

રાજા શેખ હજુ નામદાર હાઇકોર્ટના કોર્ટના દ્વાર ખખડાવશે?

આ પ્રકરણમાં આખરે અમદાવાદના વસ્ત્રાલના જીમ ટ્રેનર સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી દાખલ થતા અને માતાની ઘરપકડ થતા જીમ ટ્રેનર રાજા શેખે અંકલેશ્વરની કોર્ટના આગોતરા જામીન અરજી મુકતા કોર્ટે જામીન અરજી ફગાવી હતી. હજુ રાજા શેખ નામદાર હાઇકોર્ટના કોર્ટના દ્વાર ખખડાવે છે કે, પોલીસ તેને દબોચી લે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: Shramik Basera: માત્ર પાંચ રૂપિયામાં મળશે ભાડાનું ઘર! જાણો શું છે યોજના...

લોકેશન ભરૂચનું જ હોવાના ફેસબુકના સ્ક્રીનશોટ સામે આવ્યા

ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરના પરિવારના આપઘાત પ્રકરણમાં વિધર્મી રાજા શેખનું લોકેશન પણ ઘટનાના સમયે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનું ફેશબુક ઉપર હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ઘણા પુરાવા પણ મળી આવ્યા. રાજા શેખ સામૂહિક પરિવારના આપઘાત પ્રકરણમાં સમયે ભરૂચ અંકલેશ્વર વચ્ચે કેમ હતો? મરનાર તૃપલ સાથે મુલાકાત થઈ છે કે કેમ? તેવા અનેક અસરો ઊભા થતાં હાલ તો સમગ્ર મામલો વધુ પેચિદો બની ગયો છે. રાજા શેખ ઉર્ફે ખલીલ ફુઝઝામા શેખ પરિણીત છે અને આ સાથે એક સંતાનો પિતા હોવાનું સામે આવ્યું છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Advertisement

.