ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharat Bandh:21 ઓગસ્ટે ભારત બંધનું એલાન,જાણો કઈ કઈ સેવાઓ બંધ રહેશે?

આવતીકાલે ભારત બંધનું એલાન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશવ્યાપી વિરોધ કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપ્યું Bharat Bandh: આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21 ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ (Bharat Bandh)નું આહ્વાન કર્યું છે....
05:56 PM Aug 20, 2024 IST | Hiren Dave
  1. આવતીકાલે ભારત બંધનું એલાન
  2. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશવ્યાપી વિરોધ
  3. કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપ્યું

Bharat Bandh: આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21 ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ (Bharat Bandh)નું આહ્વાન કર્યું છે. રાજસ્થાનમાં SC/ST જૂથોએ કહ્યું કે તેઓ બંધને સમર્થન આપે છે. મળતી માહિતી, કોઈપણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લામાં તૈનાતી વધારવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. ગુજરાતમાં આ મામલે અસર જોવા મળે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પોલીસ દ્વારા તૈયારીઓ કરાઈ છે.

ભારત બંધના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે એસપીને સૂચનાઓ પાસ થઈ છે. સુપ્રિમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ રાજ્યોને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની અંદર પેટા-શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તો તેમને આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવશે. કોર્ટના નિર્ણયના વિરોધમાં અને કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગણી માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સંદર્ભે વરિષ્ઠ નાગરિકો અને પોલીસ અધિકારીઓએ કોઈ હિંસા ટાળવા માટે બંધની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે અનેક રાજ્યોમાં બેઠકો યોજી છે.

આ પણ  વાંચો -UPSC Lateral Entry : 'તમારા પિતાએ આરક્ષણ કેમ ન આપ્યું?' BJP એ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ...

ભારત બંધના એલાનની કોણે કરી છે જાહેરાત

આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ SC/ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં બુધવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

ભારત કેમ બંધ?

ગયા મહિને, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં રાજ્યોને એસસી અને એસટી જૂથોમાં પેટા-કેટેગરીઝ બનાવવાની મંજૂરી આપતા કહ્યું હતું કે જેમને ખરેખર જેમને જરૂર છે એમને આરક્ષણમાં પ્રાથમિકતા મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયે વ્યાપક ચર્ચા જગાવી હતી અને અહેવાલોએ દાવો કર્યો હતો કે ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ્ય અનામત અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો અને તેને ઉલટાવી દેવાની માંગ કરવાનો હતો. વિરોધનો સમગ્ર હેતુ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ઉજાગર કરવાનો છે.

આ પણ  વાંચો -ઈન્દિરા ગાંધીની હત્યા કરનારાના પુત્રએ ફિલ્મ Emergency માટે કરી આ માગ

કઈ કઈ પાર્ટીઓ ભારત બંધને સમર્થન આપી રહી છે?

દેશભરના દલિત સંગઠનોએ 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે. તેમને બહુજન સમાજવાદી પાર્ટી, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, ભારત ટ્રાઇબલ પાર્ટી મોહન લાટ રોટનું સમર્થન પણ મળી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીઓના નેતાઓ પણ સમર્થનમાં છે.

શું છે ચૂકાદો

જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે ગ્રાઉન્ડ હકીકતથી ઈનકાર કરી શકાય નહીં.SC/ST ની અંદર એવી કેટેગરીઓ છે જેમણે સદીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે પેટા વર્ગીકરણનો આધાર એ છે કે મોટા સમૂહના એક સમૂહે વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે. જસ્ટિસ ગવઈએ ચુકાદામાં જણાવ્યું કે પેટા વર્ગીકરણની મંજૂરી આપતી વખતે રાજ્ય ફક્ત એક પેટા વર્ગ માટે 100% અનામત રાખી શકે નહીં.

સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અર્થ

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની અંદર પેટા વર્ગીકરણની મંજૂરી આપી દીધી છે. એટલે કે તેના દાયરામાં આવતી જાતિઓની અલગ અલગ કેટેગરી બનાવી શકાશે. સિલેક્ટેડ કેટેગરીની જાતિઓને નિર્ધારિત મર્યાદાની અંદર વધુ અનામત મળશે. દાખલા તરીકે કોઈ રાજ્યમાં 150 જાતિઓ SC કેટેગરીમાં આવે છે, રાજ્ય સરકાર ઈચ્છે તો તેની અલગ અલગ કેટેગરી બનાવીને તેમને અનામતમાં વેઈટેજ આપી શકે છે.

Tags :
21 augustbharat bandh 21 august karnatakabharat bandh 21 august keralabharat bandh tomorrowbharath bandhGujaratGujarat news Gujarat Firstis bharat bandh confirmed tomorrow 2024is tomorrow bharat bandhtomorrow bharat bandh
Next Article