માત્ર રંગ નહી ઘણા ફિચર્સમાં પણ કરાયા છે ફેરફાર, મુસાફરી બનશે વધુ આરામદાયક
ભારતીય રેલવે દેશના અલગ-અલગ રૂટ પર નવી નારંગી અને ગ્રે થીમવાળી વંદે ભારત એક્સપ્રેસ દોડવવાની તૈયારી કરી રહ્યું છે. આ દિશામાં એક નવું પગલુ ભરતા ભારતીય રેલવેએ નવી વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા નિર્મિત નવી રેકનું ચેન્નઈમાં પરિક્ષણ પહેલા રેલમંત્રી અશ્વિની વૈશ્નવે નિરિક્ષણ કર્યું. નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ટ્રાયલ રન ICE અને પાડી રેલવે ફ્લાઈઓવર વચ્ચે કરવામાં આવ્યું. ICE દ્વારા નિર્મિત વંદે ભારત એક્સપ્રેસની આ 33મી રેક છે. ટ્રેનના ફીચર્સમાં પણ ઘણાં ફેરફાર કરાયા છે.
નવી વંદે ભારતમાં કરાયેલા ફેરફાર
- નવી વંદે ભારત ટ્રેનનો રંગ એક્સટીરિયર ઓરેન્જ છે
- પહેલા કરતા વધુ આરામદાયક સીટ
- ટ્રેનમાં 8 કોચ અને સીટનું રિક્લાઈનિંગ એંગલ પણ વધારાયું
- વોશબેસિનની ઉંડાઈ વધારી
- ચાર્જીંગ પોઈન્ટ પહેલા કરતા સારા
- એક્ઝિક્યૂટિવ ક્લાસમાં સીટનો રંગ લાલથી ગોલ્ડન બ્લૂ હશે
- ટોઈલેટમાં લાઈટ 1.5 થી વધારેની 2.5 વોટની કરાઈ
- પડદા પહેલા કરતા વધારે મજબૂત અને ઓછા પારદર્શન
- ટેપમાં પાણીનો ફ્લો વધારે
- ટોયલેટ હેન્ડલ ફ્લેક્સિબલ
- એર ટાઈટનેસ વધારાઈ જેથી એસીની હવા સારી મળે
કેસરી રંગ જ કેમ?
ભારતીય રેલવેએ 25 રૂટો પર 50 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહ્યું છે. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનનો રંગ વાદળી હતો પરંતુ તેનો રંગ બદલીને ઓરેન્જ કરી દેવામાં આવ્યો છે. નવા કોચમાં 25 ફેરફાર કરાયા છે. આ ફેરફાર મુસાફરોના ફીડબેકના આધાર પર કરવામાં આવ્યા છે. વંદે ભારતની 28મી રેકનો કલર કેસરિયા હશે અને આ રંગ ભારતના રાષ્ટ્રધ્વજ પરથી ઈન્સપાયર્ડ છે. જોકે આ ટ્રેન ક્યારથી શરૂ થશે તે સામે આવ્યું નથી.
#WATCH | The new 8-coach orange & grey coloured #VandeBharat train manufactured from ICF was run and tested yesterday on the track from ICF to Padi railway flyover.
This train is the 33rd Vande Bharat train in the ICF line of production. The train has the same amenities as the… pic.twitter.com/jG1HhhFwhS
— DD News (@DDNewslive) August 20, 2023
25 રૂટો પર દોડે છે ટ્રેન
જણાવી દઈએ કે હાલમાં વંદે ભારત એક્સપ્રેસ ભારતમાં 25 માર્ગો પર દોડી રહી છે આ અલગ-અલગ રેલવે ક્ષેત્રમાં રાજધાની શહેરો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જોડે છે. વંદે ભારત એક્સપ્રેસ સાથે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, ભોપાલ, લખનૌ, ગાંધીનગર, તિરૂપતિ, વિશાખા પટ્ટનમ, મૈસૂર હાવડા, ન્યૂ જલપાઈગુડી, શિરડી, કોઈમ્બતુર, ગુવાહાટી, દેહરાદૂન, જયપુર, જોધપુર, તિરુવનંતપુરમ સામેલ છે.
PM એ શરૂઆત કરી
15 ફેબ્રુઆરી 2019 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી દેખાડીને વંદેભારત એક્સપ્રેસની શરૂઆત કરી હતી. પહેલી વંદેભારત એક્સપ્રેસ નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડે છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ તેનું પ્રોડક્શન ચૈન્નઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : CHANDRAYAAN 3 : ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 25 કિમી દૂર, લેન્ડિંગ પહેલા કરવું પડશે આ કામ…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.