Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bengaluru Water Crisis : પીવાના ફાંફા છે ત્યાં લોકો કહી રહ્યાં છે પાણીનો બગાડ, થયો એક લાખનો દંડ

Bengaluru Water Crisis : બેંગલુરુ અત્યારે ભારે જળ સંકટનો સમાનો કરી રહ્યું છે. બેંગલુરુ જે ક્યારેક ગાર્ડન સિટીના નામથી જાણીતું હતું તે શહેરમાં અત્યારે લોકો પાણી માટે તરસી રહ્યાં છે. આ ગરમીના કારણે લોકોની પરેશાનીઓ વધારે વધી રહીં છે. આ...
bengaluru water crisis   પીવાના ફાંફા છે ત્યાં લોકો કહી રહ્યાં છે પાણીનો બગાડ  થયો એક લાખનો દંડ

Bengaluru Water Crisis : બેંગલુરુ અત્યારે ભારે જળ સંકટનો સમાનો કરી રહ્યું છે. બેંગલુરુ જે ક્યારેક ગાર્ડન સિટીના નામથી જાણીતું હતું તે શહેરમાં અત્યારે લોકો પાણી માટે તરસી રહ્યાં છે. આ ગરમીના કારણે લોકોની પરેશાનીઓ વધારે વધી રહીં છે. આ દરમિયાન અધિકારીઓને કાર ધોવી અને બગીચા જેવી જેવી બિન-જરૂરી પ્રવૃત્તિઓ માટે પીને પાણીનો ઉપયોગ કરવા માટે શહેરના 22 પરિવારોને દંડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આદેશનું ઉલ્લંઘન કરવાના આરોપમાં અધિકારીઓના પ્રત્યેક પરિવારને રૂપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે.

Advertisement

બેંગલુરૂમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ

નોંધનીય છે કે, અત્યારે બેંગલુરૂમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. આની વિગતો આપતા બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) એ કહ્યું કે, 22 ઘરો પાસેથી 1.1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ દંડમાંથી સૌથી વધુ 80,000 રૂપિયા દક્ષિણ બેંગલુરુ વિસ્તારમાંથી વસૂલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં BWSSBએ લોકોને સંકટને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે પીવાના પાણીનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. રહેવાસીઓને વાહન ધોવા, બાંધકામ અને મનોરંજનના હેતુઓ માટે પીવાના પાણીનો ઉપયોગ ટાળવા પણ વિનંતી કરવામાં આવી હતી. ઉપરાંત, બોર્ડે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે 500 રૂપિયાનો વધારાનો દંડ નક્કી કર્યો હતો. જ્યારે પણ આદેશનો ભંગ થાય ત્યારે આ દંડ વસૂલવાની સૂચના આપવામાં આવી હતી.

પાણીનો ઓછો ઉપયોગ કરવાની સલાહ

આ સિવાય વાત કરવામાં આવે તો BWSSB એ હોળી-ધૂળેટીની ઉજવણી કરવા માટે પૂલ-પાર્ટીઓમાં કાવેરી અને બોરવેલના પાણીનો ઉપયોગ ના કરવાની સલાહ આપવામાં આવી હતીં. તમને જણાવી દઈએ કે શહેરમાં પાણીની અછતને કારણે લોકો ડિસ્પોઝેબલ વાસણોમાં ખાવા માટે અને મોલમાં શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર છે. અત્યારે પાણીની સમસ્યા વધારે વિકટ બની રહીં છે. ભારતમાં પાણીની સમસ્યા ખરેખર ચિંતાજનક વધારે સાથે વધી રહીં છે. ઘણા રાજ્યમાં અત્યારે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યાં રણ પ્રદેશ છે ત્યા પાણી માટે લોકોને વધારે સમસ્યા સર્જાય છે.

Advertisement

ઓછા વરસાદને અલ નીનો અસર માટે જવાબદાર

બેંગલુરૂની વાત કરવામાં આવે તો અહીં ગયા વર્ષે વરસાદ નહીંવત પડ્યો હતો. જેથી પાણીની સમસ્ય સર્જાઈ છે. જો વરસાદ ઓછો પડે તો સ્વાભાવિક છે કે, પાણીની અછક સર્જાવાની છે. આવા સમયે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખુબ જ આવશ્યક છે. કર્ણાટક આ વર્ષે જળ સંકટનો સામનો કરી રહ્યું છે. તેનું એક કારણ ગયા વર્ષે ઓછો વરસાદ છે. ભારતીય હવામાન વિભાગે ઓછા વરસાદને અલ નીનો અસર માટે જવાબદાર ગણાવ્યું છે.

આ પણ વાંચો: Bengaluru Water Crisis: બેંગલુરૂવાસીઓ માટે પાણીના ફાંફા ! બિનજરૂરી પાણીના ઉપયોગ પર 5 હજારનો દંડ

આ પણ વાંચો: Dhuleti celebration ayodhya : રામ લલ્લાના દરબારમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી, રંગમય બન્યા પ્રભુ શ્રીરામ

આ પણ વાંચો: PM MODI : મહાકાલ મંદિરમાં બનેલી ઘટના અત્યંત પીડાદાયક

Advertisement
Tags :
Advertisement

.