Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, મેદાનમાં રાહુલ થયો ઈજાગ્રસ્ત

WTC ની ફાઈનલ આવતા મહિને યોજાશે તે પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. IPL 2023 ની 43મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ દરમિયાન લખનૌ સુપર...
wtc final પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો  મેદાનમાં રાહુલ થયો ઈજાગ્રસ્ત

WTC ની ફાઈનલ આવતા મહિને યોજાશે તે પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. IPL 2023 ની 43મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત થઇ ગયો છે. તેની જમણી જાંધમાં ઈજા થઇ છે. રાહુલને ટીમના ફિઝિયો અને સાથી ખેલાડીની મદદથી મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ઈજા કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય છે કે, તેને જ્યારે મેદાનની બહાર લઈ જવામાં આવ્યો ત્યારે તે ચાલી પણ શકતો ન હતો.

Advertisement

કે એલ રાહુલ ઈજાગ્રસ્ત

આજે RCB અને LSG વચ્ચે એકાના સ્ટેડિયમમાં મેચ રમાઈ જેમા ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કે એલ રાહુલ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઇ ગયો છે. જણાવી દઇએ કે, IPL 2023ની 43મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે છે. RCB ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ મેચ શરૂ થતા જ લખનૌની ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. જણાવી દઈએ કે લખનૌના કેપ્ટન કેએલ રાહુલ મેદાન છોડીને બહાર નીકળી ગયા છે. કેએલ રાહુલ આ મેચની બીજી ઓવરમાં મેદાનથી બહાર આવી ગયો હતો. જણાવી દઈએ કે બીજી ઓવરના છેલ્લા બોલ પર હેમસ્ટ્રિંગમાં તાણના કારણે રાહુલને મેદાનની બહાર જવું પડ્યું હતું. આ દરમિયાન રાહુલ ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો. રાહુલની જગ્યાએ કૃણાલ પંડ્યા હવે ટીમની કમાન સંભાળી રહ્યો છે. રાહુલની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.

Advertisement

રાહુલ કેવી રીતે થયો ઈજાગ્રસ્ત?

Advertisement

કે એલ રાહુલ બીજી ઓવરમાં જ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. લખનૌ તરફથી માર્કસ સ્ટોઈનિસ બીજી ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવરના છેલ્લા બોલ પર ફાફ ડુ પ્લેસિસે શાનદાર કવર ડ્રાઇવ રમી હતી, જેના પર કેએલ રાહુલ બોલને રોકવા પાછળ દોડ્યો હતો, પરંતુ વચ્ચે પડી ગયો હતો. ઈજાના કારણે તે મેદાન પર ચીસો પાડતો જોવા મળ્યો હતો. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો છે. તેની ઈજા કેટલી ગંભીર છે? આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ તે જે રીતે જમીન પર પડ્યો તે જોઈને લાગે છે કે તે આ મેચમાં બેટિંગ કરી શકશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે દોડતી વખતે રાહુલની હેમસ્ટ્રિંગ ખેંચાઈ ગઈ હતી.

આ પણ વાંચો - એશિયા કપ 2023 ને લઇને પાકિસ્તાન જીદે ચઠ્યું, તો શું રદ્દ થઇ શકે છે ટૂર્નામેન્ટ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.