Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્વે PM મોદીનો વિપક્ષ પર કટાક્ષ, કહ્યું- કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારની ગેરંટી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 ની તૈયારીઓ તમામ રાજનીતિક પાર્ટીઓ જોરશોરથી કરી રહી છે. બે દિવસ પહેલા પ્રિયંકા ગાંધીએ કર્ણાટકની મુલાકાત લીધી હતી અને અહીંની જનતાને તેમના ભાઈને મુશ્કેલીમાંથી બહાર કાઢવા અપીલ કરી હતી. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્ણાટકમાં...
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્વે pm મોદીનો વિપક્ષ પર કટાક્ષ  કહ્યું  કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારની ગેરંટી
Advertisement

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 ની તૈયારીઓ તમામ રાજનીતિક પાર્ટીઓ જોરશોરથી કરી રહી છે. બે દિવસ પહેલા પ્રિયંકા ગાંધીએ કર્ણાટકની મુલાકાત લીધી હતી અને અહીંની જનતાને તેમના ભાઈને મુશ્કેલીમાંથી બહાર કાઢવા અપીલ કરી હતી. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્ણાટકમાં ભાજપની જીત થાય તે માટે ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. તેમણે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો.

કોંગ્રેસ એટલે ભત્રીજાવાદ અને પરિવારવાદ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કર્ણાટકના ચૂંટણી રાજ્યમાં બીજેપીના પ્રચારને પુનર્જીવિત કરવા જઈ રહ્યા છે. PM મોદીએ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયાર ભાજપના કાર્યકરોને ઓનલાઈન સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. કાર્યકર્તાઓ વચ્ચે બોલતા PM મોદીએ કહ્યું કે તમારે કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોની સત્યતા પણ જનતા સુધી પહોંચાડવી પડશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હિમાચલમાં એક વર્ષ પહેલા ચૂંટણી થઈ હતી, ખરું ને? આ પહેલા પણ વડાપ્રધાન મોદી વિરોધીઓને પોતાનું વલણ બતાવી ચુક્યા છે. કર્ણાટક પ્રવાસ પહેલા ગુરુવારે PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કર્ણાટકના મતદારોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને ભત્રીજાવાદ અને પરિવારવાદની સાથે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

Advertisement

રાજકીય પક્ષોએ રાજકારણને માત્ર સત્તા અને ભ્રષ્ટાચારનું સાધન બનાવ્યું : PM મોદી
વડાપ્રધાને કહ્યું કે આપણા વિરોધીઓનો એજન્ડા સત્તા હડપ કરવાનો છે. આપણા દેશમાં કેટલાક રાજકીય પક્ષોએ રાજકારણને માત્ર સત્તા અને ભ્રષ્ટાચારનું સાધન બનાવી દીધું છે. આ પ્રાપ્ત કરવા માટે તેઓ શામ, દામ, દંડ, ભેદ જેવી તમામ રીતો અપનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ રાજકીય પક્ષોને દેશના ભવિષ્ય અને આવનારી પેઢીઓની કોઈ ચિંતા નથી. PM મોદીએ કહ્યું કે, મફતની રેવડીની રાજનીતિના કારણે ઘણા રાજ્યો તેમની પાર્ટીના કલ્યાણ માટે બેફામ ખર્ચ કરી રહ્યા છે. રાજ્યો ડૂબતા જઈ રહ્યા છે અને ભવિષ્યની પેઢીઓને પણ ખાઈ રહ્યા છે. આ રીતે દેશ નથી ચાલતો, સરકાર આ રીતે નથી ચાલતી.

Advertisement

ડબલ એન્જિન સરકારને કારણે, કર્ણાટક સરકારને તેનો મોટો ફાયદો મળ્યો છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, દેશમાં જ્યાં પણ ડબલ એન્જિનની સરકાર છે ત્યાં ઝડપથી વિકાસના કામો થયા છે. PM મોદીએ કહ્યું, ડબલ એન્જિનની સરકારમાં વિકાસની ઝડપ વધે છે. છેલ્લા 9 વર્ષોમાં, ભારત વિશ્વભરના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે અને ડબલ એન્જિન સરકારને કારણે, કર્ણાટક સરકારને તેનો મોટો ફાયદો મળ્યો છે. જો આવી સરકાર અહીં આવશે, જે કેન્દ્ર સરકાર સાથે દરેક મુદ્દા પર લડતી રહેશે, તે તેની રાજનીતિ કરતી રહેશે અને તમામ પ્રોજેક્ટને લટકાવતી રાખશે. PM મોદીએ આરોપ લગાવ્યો કે જ્યાં બીજેપીની સરકાર નથી તેવા રાજ્યોમાં કેન્દ્ર સરકારની સ્કીમ લાગુ કરવામાં આવી નથી.

PM મોદીએ લેશે કર્ણાટકની મુલાકાત
કર્ણાટક બીજેપી કાર્યકર્તાઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હું રાજ્યના લોકોના આશીર્વાદ લેવા થોડા દિવસોમાં કર્ણાટકની મુલાકાત લઈશ. રાજ્યમાં પ્રચાર કરી રહેલા ભાજપના નેતાઓએ કહ્યું છે કે તેમને ત્યાંના લોકો તરફથી ઘણો સ્નેહ મળ્યો છે. આ લોકોનો ભાજપમાં વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓનલાઈન બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 50 લાખ કાર્યકરોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે 58,112 બૂથમાંથી પાર્ટી કાર્યકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો હતો.

કોરોના સામે વિશ્વ ફસાયું પણ ભારતે સફળતાપૂર્વક કોરોના સામે લડત આપી : PM મોદી
PM મોદીએ કહ્યું કે, વિશ્વના ઘણા દેશો કોરોના સામે લડવામાં ફસાઈ ગયા છે, પરંતુ ભારતે સફળતાપૂર્વક કોરોના સામે લડત આપી છે. આજે દેશ ગરીબી સામે લડી રહ્યો છે. આજે દેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રેકોર્ડ રોકાણ કરી રહ્યો છે. આજે દેશ કિસાન સન્માન નિધિ દ્વારા લાખો કરોડ રૂપિયા મોકલીને ખેડૂતોને વ્યાજખોરોથી બચાવી રહ્યો છે. PM મોદીએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં દેશનો અનુભવ રહ્યો છે કે જ્યાં પણ બીજેપીની ડબલ એન્જિન સરકાર છે ત્યાં ગરીબ કલ્યાણ યોજનાઓ ઝડપથી જમીન પર આવી છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાં તેઓ કેન્દ્ર સરકારની કોઈપણ યોજના સફળ ન થાય તે માટે પ્રયાસ કરે છે. કેટલાક લોકો આ યોજનામાં બિલકુલ જોડાતા નથી અને કેટલાક રાજ્યો એવા છે જે યોજનાનું નામ બદલી નાખે છે.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ ખાલી કર્યો સરકારી બંગલો, માતા સોનિયા જોડે રહેવા ગયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×