Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થઇ જાઓ સાવધાન, કોરોના કરતા પણ વધુ ખતરનાક બીમારી આવવાની WHO એ આપી ચેતવણી

કોરોના મહામારી બાદ હવે વિશ્વ પર એક નવો ખતરો તોળાઈ રહ્યો છે. WHO ચીફ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું છે કે આગામી મહામારી કોવિડ કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે. જીનીવામાં તેમની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ નવા ખતરા...
થઇ જાઓ સાવધાન  કોરોના કરતા પણ વધુ ખતરનાક બીમારી આવવાની who એ આપી ચેતવણી

કોરોના મહામારી બાદ હવે વિશ્વ પર એક નવો ખતરો તોળાઈ રહ્યો છે. WHO ચીફ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું છે કે આગામી મહામારી કોવિડ કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે. જીનીવામાં તેમની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ નવા ખતરા અંગે દુનિયાને ચેતવણી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના હજુ સંપૂર્ણ રીતે ખતમ નથી થયો અને દુનિયા સામે ગમે ત્યારે નવું સંકટ આવી શકે છે. જ્યારે આ પહેલા 5 મેના રોજ WHO એ જાહેરાત કરી હતી કે કોરોના હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી. તેનું કારણ ઝડપથી ઘટતા સક્રિય કેસ અને મૃત્યુના આંકડા હોવાનું કહેવાય છે.

Advertisement

ભારતમાં કોરોનાની બીજી મોટી લહેર દરમિયાન, કોરોનાના કારણે થયેલા મોતને લઈને હોબાળો મચ્યો હતો. ત્યારથી દરેક લોકો પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા કે તેઓ મૃત્યુનું આવું દ્રશ્ય ફરી ક્યારેય ન જુએ. આવી સ્થિતિમાં ફરીથી એક નવી મહામારીએ લોકોની ચિંતા વધારી છે.WHO નું કહેવું છે કે કોરોના મહામારીના કારણે 3 વર્ષમાં વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. પરંતુ હવે નવી મહામારી એટલે કે જે રોગની આગાહી કરવામાં આવી છે તેની સામે આ આંકડો નાનો હોઈ શકે છે.

નામ અને ઓળખ હજુ નક્કી નથી

Advertisement

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવેલી મહામારીનું નામ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થા તરફથી ચેતવણી આવે છે, ત્યારે તે ખરેખર ચિંતાનો વિષય બની જાય છે.

શું આ દંતકથા તૂટી જશે?

Advertisement

ઈતિહાસ સાક્ષી છે કે છેલ્લી કેટલીક સદીઓથી દુનિયામાં દર 100 વર્ષે કોઈને કોઈ રોગચાળો આવે છે. પ્લેગ વર્ષ 1720 માં ફેલાયો હતો, જેમાં લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 1820 માં એશિયા મહાદ્વીપમાં કોલેરા ફેલાયો, તેમાં પણ લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા. આ પછી 1920 ની આસપાસ સ્પેનિશ ફ્લૂના કારણે કરોડો લોકોના મોત થયા હતા. 100 વર્ષ પછી પણ વર્ષ 2020 માં કોરોના મહામારી આવી અને આખી દુનિયા લોકડાઉન થઈ ગઈ. આવી સ્થિતિમાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી બાદ સવાલ ઉઠી રહ્યો છે કે, શું આ સંયોગ કે દંતકથા કે દર 100 વર્ષે મહામારી આવે છે તે તૂટી જશે. તે જ સમયે, ફરી એકવાર લોકોને લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે.

મહામારી શું છે ?

જ્યારે કોઈ બીમારી વિવિધ દેશોમાં ફેલાય છે, ત્યારે તે મહામારીનું સ્વરૂપ લઇ લે છે. WHO અનુસાર, જ્યારે કોઈ રોગ બે શરતો પૂરી કરે છે ત્યારે તેને મહામારી કહી શકાય. પ્રથમ- જ્યારે તે રોગ એક દેશથી બીજા દેશમાં ફેલાય છે, ત્યારે તે મહામારીનું લક્ષણ છે અને બીજું- તે બીમારીને લગતા તમામ લક્ષણો દર્દીમાં દેખાવા જોઈએ.

આ પણ વાંચો : 3 દેશોના પ્રવાસેથી પરત ફર્યા PM મોદીનું દિલ્હી એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત, ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા

Tags :
Advertisement

.