Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયા 2023-24 માં કઇ ટીમ સાથે રમશે તેનું સંપૂર્ણ Schedule BCCI એ કર્યુ જાહેર

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ આગામી ડોમેસ્ટિક સીઝન માટે ટીમ ઈન્ડિયાના શેડ્યૂલની જાહેરાત કરી છે. BCCIએ સિનિયર ટીમ માટે 16 મેચોની જાહેરાત કરી છે. જેમાં પાંચ ટેસ્ટ મેચ અને 3 વનડે સિવાય આઠ T20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ પહેલા...
ટીમ ઈન્ડિયા 2023 24 માં કઇ ટીમ સાથે રમશે તેનું સંપૂર્ણ schedule bcci એ કર્યુ જાહેર

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ આગામી ડોમેસ્ટિક સીઝન માટે ટીમ ઈન્ડિયાના શેડ્યૂલની જાહેરાત કરી છે. BCCIએ સિનિયર ટીમ માટે 16 મેચોની જાહેરાત કરી છે. જેમાં પાંચ ટેસ્ટ મેચ અને 3 વનડે સિવાય આઠ T20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 3 ODI સીરીઝમાં ભાગ લેશે, ત્યારબાદ વર્લ્ડ કપ પછી બંને ટીમો વચ્ચે 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમાશે.

Advertisement

વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે

ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમશે. તે પહેલા BCCI ટેકનિકલ કમિટીએ 2023-24ની ડોમેસ્ટિક સિઝન માટે મેચોના શેડ્યૂલની જાહેરાત કરી છે. હોમ સિરીઝની શરૂઆત ત્રણ વનડે સિરીઝથી થશે અને આ સિરીઝ વર્લ્ડ કપ પહેલા થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવશે. વર્લ્ડકપ બાદ T20 મેચોની શ્રેણી રમાશે. આ પછી, અફઘાનિસ્તાનની ટીમ પણ ત્રણ T20 મેચોની શ્રેણી માટે ભારત આવશે. એશિયા કપ 2023 પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ODI મેચ 22 સપ્ટેમ્બરથી મોહાલીમાં રમાશે, જ્યારે બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. અને સિરીઝની છેલ્લી મેચ 27મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.

Advertisement

અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ

Advertisement

ICC ODI વર્લ્ડ કપ પછી, બંને ટીમો અનુક્રમે 23, 26 અને 28 નવેમ્બરે વિશાખાપટ્ટનમ, ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીમાં મેચ રમશે, ત્યારબાદ શ્રેણીની છેલ્લી બે મેચ 1 ડિસેમ્બરે નાગપુર અને 3 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે. આ પછી, ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ઘરેલું T20 શ્રેણીમાં ભાગ લેશે, આ મેચો મોહાલી, ઇન્દોર અને બેંગ્લોરના મેદાનમાં યોજાશે. સિરીઝ આવતા વર્ષે 11 જાન્યુઆરીથી શરૂ થશે, ત્યારબાદ બીજી મેચ 14 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ થશે.

2023-24 માટે ટીમ ઈન્ડિયાનું Schedule 

INDIA vs AUSTRALIA

પહેલી ODI - 22 સપ્ટેમ્બર, (મોહાલી)
બીજી ODI - 24 સપ્ટેમ્બર, (ઇન્દોર)
ત્રીજી ODI - 27 સપ્ટેમ્બર, (રાજકોટ)

પ્રથમ T20 - 23 નવેમ્બર, (વિશાખાપટ્ટનમ)
બીજી T20 - 26 નવેમ્બર, (તિરુવનંતપુરમ)
ત્રીજી T20 - 28 નવેમ્બર, (ગુવાહાટી)
ચોથી T20 - 1 ડિસેમ્બર, (નાગપુર)
પાંચમી T20 - 3 ડિસેમ્બર, (હૈદરાબાદ)

INDIA vs AFGHANISTAN

પ્રથમ T20 - 11 જાન્યુઆરી, (મોહાલી)
બીજી T20 - 14 જાન્યુઆરી, (ઇન્દોર)
ત્રીજી T20 - 17 જાન્યુઆરી, (બેંગલુરુ)

INDIA vs ENGLAND

પ્રથમ ટેસ્ટ - 25 જાન્યુઆરી, (હૈદરાબાદ)
બીજી ટેસ્ટ - 2 ફેબ્રુઆરી, (વિશાખાપટ્ટનમ)
ત્રીજી ટેસ્ટ - 15 ફેબ્રુઆરી, (રાજકોટ)
ચોથી ટેસ્ટ - 23 ફેબ્રુઆરી, (રાંચી)
પાંચમી ટેસ્ટ - 7 માર્ચ, (ધર્મશાલા)

ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં યજમાન બનશે

ભારતીય ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં પણ રમવાની છે. ભારતીય ટીમ ઑક્ટોબરમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં યજમાન બનશે, તેથી ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી તૈયારીની દૃષ્ટિએ ઘણી મહત્વની બની રહી છે. અફઘાનિસ્તાનની ટીમ ડિસેમ્બરમાં ભારતીય ટીમ સામે રમવા આવવાની છે. આ બંને ટીમો વચ્ચેની આ શ્રેણી ઘણી મહત્વની રહેશે. ચાહકોની નજર પણ આ ટીમો તરફ હશે.

આ પણ વાંચો - IND vs PAK, Emerging Asia Cup: 2 દિવસ બાદ ભારત-પાકિસ્તાનની ટક્કર, એશિયન ચેમ્પિયનનો તાજ દાવ પર !

આ પણ વાંચો - ભારતના આ ક્રિકેટર પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ફટકારી ચુક્યા છે Century

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.