ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bank Holidays: ઓક્ટોબરમાં કુલ 15 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ રજાઓની યાદી

ઓક્ટોબર મહિના 15 દિવસ બેન્કો રહેશે બંધ બીજા અને ચોથા શનિવાર બાદ રવિવારની રજા સામેલ બેંક સંબંધિત કામ સમયસર પૂર્ણ કરી શકશો. Bank Holidays: ઓક્ટોબર મહિનો પ્રારંભ થઈ હયો છે અને આ આખો મહિનો તહેવારો અને વિશેષ દિવસોથી ભરેલો...
12:29 PM Oct 01, 2024 IST | Hiren Dave

Bank Holidays: ઓક્ટોબર મહિનો પ્રારંભ થઈ હયો છે અને આ આખો મહિનો તહેવારો અને વિશેષ દિવસોથી ભરેલો રહેવાનો છે. જો તમારે આ મહિને બેંક સંબંધિત કામ પૂર્ણ કરવાનું હોય તો ઓક્ટોબરમાં ક્યારે રજાઓ આવવાની છે તે તમારે અગાઉથી જાણી લેવું જોઈએ. આવી સ્થિતિમાં, તમે તમારું સમયપત્રક તૈયાર કરી શકશો અને બેંક (Bank Holidays)સંબંધિત કામ સમયસર પૂર્ણ કરી શકશો.

આ વખતે ઓક્ટોબરમાં બેંકો 15 દિવસ બંધ રહેશે. બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારની રજાઓ પણ તેમાં સામેલ છે. ચાલો જાણીએ કે ઓક્ટોબરમાં બેંકો ક્યારે બંધ રહેશે?

ઓક્ટોબર બેંક રજાઓ 2024

આ પણ  વાંચો -Share Market:શેરબજાર ખૂલતા જ તેજી,સેન્સેક્સમાં130 પોઈન્ટનો ઉછાળો

શુક્રવારે, 11 ઓક્ટોબરે મહાનવમીના અવસર પર મેઘાલય, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, સિક્કિમ, આસામ, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, મણિપુર, તમિલનાડુ, બિહાર અને ઝારખંડમાં બેંક રજા રહેશે.આયુધ પૂજા, દશેરા અને બીજા શનિવારના કારણે 12 ઓક્ટોબર શનિવારના રોજ તમામ બેંકોમાં રજા રહેશે.રવિવાર, 13 ઓક્ટોબરે દેશભરની તમામ બેંકો માટે સાપ્તાહિક રજા છે.સોમવારે, 14 ઓક્ટોબરે દુર્ગા પૂજાના કારણે સિક્કિમમાં બેંકો બંધ રહેશે.ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં મંગળવારે 16 ઓક્ટોબરે લક્ષ્મી પૂજાના કારણે બેંકો બંધ રહેશે.
ગુરુવાર, 17 ઓક્ટોબરે, આસામ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કટી બિહુ અને વાલ્મિકી જયંતિના કારણે બેંક રજા રહેશે.

આ પણ  વાંચો -LPG Price Hike:તહેવારો પહેલા મોંઘવારીનો માર,સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

દિવાળીના દિવસે બેંકમાં રજા રહેશે.

રવિવાર, ઓક્ટોબર 20 એ દેશભરની તમામ બેંકો માટે સાપ્તાહિક રજા છે.26 ઓક્ટોબર, શનિવાર: ચોથા શનિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.રવિવાર 27મી ઓક્ટોબરે દેશભરની તમામ બેંકો માટે સાપ્તાહિક રજા છે.31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ, નરક ચતુર્દશી અને દિવાળીના દિવસે બેંકમાં રજા રહેશે.

Tags :
2024 holiday calendar Indiabank holidayBank Holidaysbank holidays 2024Bank holidays in october 2024 in indiaBank Holidays in October 2024 in upBank Holidays in October 2024 TelanganaBank Holidays in September 2024 in upHolidays in November 2024Holidays in october 2024 in punjabSbi bank holidays in october 2024
Next Article