Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh : તમારી પત્નીની સાડી કેમ સળગાવતા નથી ? શેખ હસીનાનો કટાક્ષ

Bangladesh : બાંગ્લાદેશ (Bangladesh)ના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના જ દેશના વિપક્ષી સાંસદો પર કટાક્ષ કરતા કહ્યું છે કે જે લોકો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે તેઓએ પહેલા પોતાની પત્નીની સાડીઓ સળગાવવી જોઈએ. તેમણે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની માંગ...
bangladesh   તમારી પત્નીની સાડી કેમ સળગાવતા નથી   શેખ હસીનાનો કટાક્ષ

Bangladesh : બાંગ્લાદેશ (Bangladesh)ના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના જ દેશના વિપક્ષી સાંસદો પર કટાક્ષ કરતા કહ્યું છે કે જે લોકો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે તેઓએ પહેલા પોતાની પત્નીની સાડીઓ સળગાવવી જોઈએ. તેમણે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની માંગ કરી રહેલા Bangladesh વિપક્ષી નેતાઓને પણ પૂછ્યું છે કે પહેલા તેઓ જણાવે કે તેમની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે અને તેઓ તેને શા માટે સળગાવી રહ્યાં નથી?

Advertisement

પત્નીઓ પાસેથી સાડીઓ લઇને તેને કેમ સળગાવતા નથી ?

શેખ હસીનાએ તેમની પાર્ટી અવામી લીગની બેઠકને સંબોધિત કરતી વખતે વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતાઓને નિશાન બનાવ્યા જેમણે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની હાકલ કરી હતી. હસીનાએ કહ્યું, "મારો પ્રશ્ન એ છે કે તેમની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે? અને શા માટે તેઓ તેમની પત્નીઓ પાસેથી સાડીઓ લઇને તેને કેમ સળગાવતા નથી ? કૃપા કરીને BNP નેતાઓ તે જણાવે

તેમની પત્નીઓ ભારતની મુલાકાત વખતે સાડીઓ ખરીદતા હતા

આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણી દ્વારા બાંગ્લાદેશમાં સતત ચોથી વખત સત્તામાં આવેલી શેખ હસીનાએ કહ્યું કે જ્યારે BNP સત્તામાં હતી, ત્યારે તેના મંત્રીઓ અને તેમની પત્નીઓ ભારતની મુલાકાત વખતે સાડીઓ ખરીદતા હતા અને બાંગ્લાદેશમાં વેચતા હતા. શેખ હસીના આટલેથી ન અટક્યા. તેમણે ભારતીય મસાલાઓની પણ ચર્ચા કરી અને પૂછ્યું કે શું ભારતીય લસણ, ડુંગળી, આદુ, ગરમ મસાલા અને અન્ય મસાલાનો ઉપયોગ વિપક્ષી નેતાઓના ઘરના રસોડામાં થતો નથી.

Advertisement

બાંગ્લાદેશમાં 'ઈન્ડિયા-આઉટ' અભિયાન

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન શેખ હસીનાની ટિપ્પણી BNP નેતા રૂહુલ કબીર રિઝવીએ ભારતીય ઉત્પાદનો સામે પ્રતીકાત્મક વિરોધ અને બહિષ્કાર તરીકે તેમની કાશ્મીરની શાલ રસ્તા પર ફેંકી દીધા પછી આવી છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં 'ઈન્ડિયા-આઉટ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે કેટલાક કાર્યકર્તાઓ અને પ્રભાવશાળી લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે પરંતુ વિરોધ પક્ષ BNPના નેતાઓ તેનું સમર્થન કરી રહ્યા છે. શેખ હસીનાની અવામી લીગની સતત ચોથી જીત બાદ ઝુંબેશને તાજેતરના સમયમાં વેગ મળ્યો છે. આ ઝુંબેશ સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશમાં સત્તા પર રાખવા માંગે છે કારણ કે તે ભારતના વ્યવસાયિક હિતોની સેવા કરી રહી છે.

આ પણ વાંચો------ Taliban Vows For Women: અફઘાનમાં મહિલાઓની હાલત થશે વધુ દુ:ખદાયક, જાહેરમાં પથ્થર મરાશે

Advertisement

આ પણ વાંચો----- પાકિસ્તાનના નૌસેના એરબેઝ પર થયો આતંકી હુમલો, Video

Tags :
Advertisement

.