ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અફઘાનિસ્તાનની આંધીમાં ખોરવાયું બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયાના સફરનો પણ આવ્યો અંત

T20 World Cup 2024 માં આજે એક મોટો અપસેટ સર્જાયો છે. અફઘાનિસ્તાનની ટીમે (Afghanistan Team) બાંગ્લાદેશને હરાવી સેમિફાઈનલ (Semi Final) માં પ્રવેશ કરી લીધો છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું (Afghanistan beat Bangladesh by 8 runs)...
10:55 AM Jun 25, 2024 IST | Hardik Shah
Afghanistan in Semi Final

T20 World Cup 2024 માં આજે એક મોટો અપસેટ સર્જાયો છે. અફઘાનિસ્તાનની ટીમે (Afghanistan Team) બાંગ્લાદેશને હરાવી સેમિફાઈનલ (Semi Final) માં પ્રવેશ કરી લીધો છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું (Afghanistan beat Bangladesh by 8 runs) છે. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ડકવર્થ લુઈસ નિયમના કારણે બાંગ્લાદેશને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ લિટન દાસની શાનદાર ઈનિંગ્સ છતાં બાંગ્લાદેશની હાર થઈ છે. સૌથી મોટી વાત એ છે કે, આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બહાર થઇ ગઇ છે.

અફઘાનિસ્તાને સેમિફાઇનલની ટિકિટ બુક કરી

આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ જે નિર્ણય કરવાની હતી કે સેમિફાઈનલમાં કઇ ટીમ પ્રવેશ કરશે. અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવાની તક સૌથી વધારે કહેવાતી હતી અને આવું જ કઇંક થયું. અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024ની 52મી મેચમાં બાંગ્લાદેશને 8 રન (DLS)થી હરાવીને સેમિફાઇનલની ટિકિટ બુક કરી લીધી છે. અફઘાનિસ્તાને આ સાથે ઈતિહાસ રચ્યો, તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા બંને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. સેમિફાઈનલમાં ભારત અને અફઘાનિસ્તાન ગ્રુપ-1માંથી સેમિફાઈનલમાં પ્રવેશ્યા છે જ્યારે ગ્રુપ-2માંથી દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશ્યા છે. પ્રથમ સેમિફાઈનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અને બીજી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે.

નવીન ઉલ હકની છેલ્લી ઓવરનો રોમાંચ

મેચની અંતિમ 2 ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 12 રનની જરૂર હતી, 8 વિકેટ પડી ગઈ હતી. બાંગ્લાદેશનો સ્કોર 102/8 હતો. નવીન ઉલ હક 18મી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરમાં તસ્કીન અહેમદ નવીનને ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી બીજા જ બોલ પર મુસ્તાફિઝુર રહેમાનને આઉટ કરીને બાંગ્લાદેશની આશા ખતમ થઈ ગઈ હતી. આ મેચમાં નવીન ઉલ હકે શાનદાર બોલિંગ કરતા 3.5 ઓવરમાં માત્ર 26 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે નવીન ઉલ હકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વરસાદે વારંવાર કર્યો વિક્ષેપ

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા હતા. વરસાદના વિક્ષેપને કારણે 1 ઓવર કાપવામાં આવી હતી, જેથી બાંગ્લાદેશને 19 ઓવરમાં જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 105 રનથી હરાવીને મેચ જીતી લીધી હતી. રાશિદ ખાને આ દરમિયાન સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે લિટન દાસ 54 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો. જોકે, તેનું અણનમ રહેવું ટીમ માટે કોઇ ફાયદાકારક રહ્યું નહોતું. તેણે એક બાજુએથી પોતાની વિકેટ જાળવી રાખી હતી અને બીજી બાજુએથી એક પછી એક વિકેટો પડતી રહી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, અફઘાનિસ્તાનની ટીમ આસાનીથી મેચ જીતી લેશે પણ લિટન દાસની શાનદાર ઇનિંગના કારણે બાંગ્લાદેશની ટીમ માત્ર 8 રને હારી હતી. જોકે, આ મેચમાં વરસાદ વારંવાર વિઘ્ન બનતો રહ્યો હતો. અને આખરે બાંગ્લાદેશ 8 રને (DLS) હારી ગયું.

ઓસ્ટ્રેલિયા બહાર, અફઘાનીનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે

ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશ સામે એક જીતની જરૂર હતી, જ્યારે અફઘાનિસ્તાનને ફક્ત એક જીતની જરૂર હતી અથવા મેચ રદ થઇ હોવાની જરૂરત હતી. પરંતુ તેણે તેના પ્રભાવશાળી પ્રદર્શનથી કમાલ કરી બતાવ્યું હતું. હવે અફઘાનિસ્તાન 27 જૂને પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે જ્યારે બીજી સેમિફાઇનલમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ પણ 27 જૂને જ રમાશે.

આ પણ વાંચો - T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા સહિત 3 ટીમો સેમિફાઇનલમાં, ચોથી ટીમ કઇ હશે?

આ પણ વાંચો - બાબરની બાદશાહતનો આવ્યો અંત, ROHIT SHARMA હવે T20 CRICKET ના નવા શહેનશાહ

Tags :
afghaniAfghanistanafghanistan cricket Teamafghanistan t20 world cupafghanistan vs bangladeshBan Vs AfgBangladeshSemiFinalsemifinal of t20 world cup 2024T20-World-Cup-2024
Next Article