Bangladesh : 'ભારતીય નાગરિકોએ બાંગ્લાદેશની મુસાફરી ન કરવી જોઈએ', ભારતે એડવાઈઝરી જાહેર કરી...
- બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી
- હિંસા વચ્ચે ભારત એલર્ટ મોડ પર
- ભારતીય હાઈ કમિશને હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
બાંગ્લાદેશ (Bangladesh)ની રાજધાની ઢાકા સહિત અનેક શહેરો હિંસાની ઝપેટમાં છે. શેખ હસીના સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુંની જાહેરાત કરી છે. ગયા મહિને શરૂ થયેલા વર્તમાન પ્રદર્શન દરમિયાન આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ (Bangladesh) વિરોધ પ્રદર્શન અને હિંસાને જોતા ભારત સરકારે પણ પોતાના નાગરિકોને ખાસ અપીલ કરી છે. ભારતીય નાગરિકોને આગમી આદેશ સુધી બાંગ્લાદેશ (Bangladesh)ની મુસાફરી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.
ભારતીય હાઈ કમિશને હેલ્પલાઈન નંબર જારી કર્યા...
આ સાથે હાલમાં બાંગ્લાદેશ (Bangladesh)માં હાજર તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમને તેમની હિલચાલ મર્યાદિત કરવા અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે ઈમરજન્સી ફોન નંબર દ્વારા સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ માટે બાંગ્લાદેશ (Bangladesh)માં ભારતીય હાઈ કમિશને ફોન નંબર જારી કર્યા છે. આ નંબરો છે +8801958383679, +8801958383680, +8801937400591.
India advises its nationals not to travel to Bangladesh until further notice
Read @ANI Story | https://t.co/Z75hFREOGB#India #Bangladesh #MEA pic.twitter.com/lJHmvfH49G
— ANI Digital (@ani_digital) August 4, 2024
અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત...
તમને જણાવી દઈએ કે રવિવારે રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશ (Bangladesh)ના ઘણા શહેરોમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. હિંસાને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ થયા હતા. રવિવારે, વિદ્યાર્થી વિરોધીઓની પોલીસ અને શાસક પક્ષના કાર્યકરો સાથે અથડામણ થઈ હતી. રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓ નોંધાઈ છે.
PM શેખ હસીનાના રાજીનામાની માંગ...
વિરોધ પ્રદર્શનમાં સામેલ તમામ વિદ્યાર્થીઓએ PM શેખ હસીનાના રાજીનામાની માંગ કરી છે. પોલીસે હજારો દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો.
આ પણ વાંચો : 1 પતિ સાથે 3 પત્નીઓ એકસાથે એક ઘરમાં એક જ રૂમમાં....
શેખ હસીના 15 વર્ષથી સરકારમાં...
PM શેખ હસીના માટે વિરોધ પ્રદર્શન એક મોટો પડકાર બની ગયો છે. જાન્યુઆરીમાં શેખ હસીના સતત ચોથી વખત સત્તામાં પાછા ફર્યા. 15 વર્ષથી વધુ સમયથી બાંગ્લાદેશ (Bangladesh) પર શાસન કરે છે. આવી સ્થિતિમાં હસીનાની સરકાર પડી જવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે. તમામ વિરોધીઓ એક જ માંગ પર અડગ છેઃ શેખ હસીનાએ PM પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
આ પણ વાંચો : જુઓ, વિશ્વમાં નર્ક સમાન ગણાતી જેલમાં કેદીઓ કેવી રીતે રહે છે
નોકરીઓમાં અનામતનો વિરોધ...
બાંગ્લાદેશ (Bangladesh)માં વિદ્યાર્થી સંગઠનો સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહ્યાં છે. સરકારી નોકરીઓમાં ક્વોટા નાબૂદ કરવાની માંગ સાથે અહીંના લોકો છેલ્લા મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આ વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે. વિદ્યાર્થીઓના પ્રદર્શને હવે હિંસાનું સ્વરૂપ લીધું છે.
આ પણ વાંચો : SUNITA WILLAMS ને બચાવવા માટે NASA પાસે હવે ફક્ત 14 દિવસ બાકી! મોડું થયું તો...