Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha News : પાલનપુર શહેરમાં રખડતી ગાયોના ગળામાં રેડિયમ પટ્ટા પહેરાવાયા, અકસ્માતોનું પ્રમાણ ઘટશે

પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન ગાયોના કારણે અકસ્માત ન સર્જાય તે માટે જાગૃત નાગરિકો દ્વારા ગાયોના ગળામાં રેડિયમ પટ્ટી પહેરાવવામાં આવી છે. જેથી રાત્રિ દરમિયાન વાહનચાલકોને ગાયો નજરે પડતા અકસ્માતોનું પ્રમાણ ઘટશે. તેમજ નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો નહીં પડે તેમજ...
banaskantha news   પાલનપુર શહેરમાં રખડતી ગાયોના ગળામાં રેડિયમ પટ્ટા પહેરાવાયા  અકસ્માતોનું પ્રમાણ ઘટશે

પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન ગાયોના કારણે અકસ્માત ન સર્જાય તે માટે જાગૃત નાગરિકો દ્વારા ગાયોના ગળામાં રેડિયમ પટ્ટી પહેરાવવામાં આવી છે. જેથી રાત્રિ દરમિયાન વાહનચાલકોને ગાયો નજરે પડતા અકસ્માતોનું પ્રમાણ ઘટશે. તેમજ નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો નહીં પડે તેમજ ગાયોને પણ ઇજાઓ થતી અટકાવી શકાશે.

Advertisement

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રખડતી ગાયોના કારણે અનેકવાર અકસ્માતો થયા છે.જેમાં કેટલાક કિસ્સામાં તો લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી શહેરમાં રાત્રિ દરમિયાન રખડતી ગાયો ના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેમજ ગાયોને પણ ઇજાઓ થતી હોય છે. જેના પગલે કોઈ જાગૃત નાગરિકો દ્વારા આ નવતર અભિગમ અપનાવી કેટલીક રખડતી ગાયોને રેડિયમના પટ્ટા ગળામાં પહેરાવવામાં આવ્યા છે.

ણે રાત્રિ દરમિયાન વાહનોની લાઈટ તે રેડિયમ પટ્ટા ઉપર પડે તો તેના પર રિફ્લેક્ટ થતુ હોવાથી સામે કંઈક વસ્તુ છે અથવા ગાય છે તે અંગેની વાહન ચાલકને જાણ થઇ શકે છે. જેથી વાહન ચાલક પોતાનું વાહન સાચવીને ચલાવે અને અકસ્માતનું પ્રમાણ ઘટી શકે છે. જેથી નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો નથી અને પશુઓને પણ ઇજા કે મોત થવાના બનાવવામાં ઘટાડો થાય છે. તેજ રીતે પાલનપુર એગોલા રોડ પર ના રહીશ મહેન્દ્રભાઈ પરમાર અને હેતલબેન રાવલ એ જણાવ્યું હતું કે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ગાયોના ગળામાં રેડીયમના પટ્ટા લગાવવામાં આવ્યા છે તે સરાહનીય કામગીરી કરવામાં આવી છે તે બિરદાવવા લાયક છે આ પ્રકારે શહેરમાં રખડતી અન્ય ગાયોને પણ ગળામાં રેડિયમના પટ્ટા પહેરાવવામાં આવે તો રાત્રિ દરમિયાન ગાયોના કારણે થતા અકસ્માતો અટકી શકે છે અને લોકો તેમજ પશુઓને પણ થતું નુકશાન અટકી શકે છે.

Advertisement

એરોમાં સર્કલ થી બિહારી બાગ તરફના માર્ગ પરની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે અકસ્માતની ભિતી

Advertisement

પાલનપુર એરોમા સર્કલ થી બિહારી બાગ સુધીના માર્ગ પર કેટલીક સ્ટ્રીટ લાઇટો તો નાંખવામાં આવેલી છે.પરંતુ તેમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.જેથી રાત્રી દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા લોકો ને કેટલીક વખત રસ્તામાં ઊભેલી ગાય પણ નજરે પડતી નથી.જેથી અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી હોય છે. ગાયોને રિફ્લેકટર વાળા પટ્ટા પહેરાવવાથી હાઇવે ઉપર ઊભેલી ગાય નજરે પડી શકે છે જેથી અકસ્માતોનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે.

અહેવાલ : સચિન શેખલીયા - બનાસકાંઠા

આ પણ વાંચો : અમદાવાદના 16 વર્ષીય કર્મન સોનીએ યુએસમાં પ્રતિષ્ઠિત બર્કલી કૉલેજ ઑફ મ્યુઝિકમાં ફુલ્લી પેઈડ સ્કોલરશીપ મેળવી

Tags :
Advertisement

.