Baltimore Bridge collapse : અમેરિકામાં સર્જાઈ મોટી દુર્ઘટના, જહાજ અથડાવાથી ક્ષણભરમાં પુલ ઘરાશાયી
Baltimore Bridge collapse : મંગળવારે સવારે અમેરિકામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી વિગતો પ્રમાણે અમેરિકાના બાલ્ટીમોર (Baltimore) હાર્બર વિસ્તારમાં એક અકસ્માત (Baltimore Bridge collapse) થયો હતો. વિગતે વાત કરવામાં આવે તો એક માલવાહક જહાજ (Cargo Ship) બાલ્ટીમોર હાર્બર પાર કરતા પુલ સાથે અથડાયું હતું. આ દુર્ઘટના બાદ પુલ આખો ધરાશાયી થઈ ગયો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આ ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. આ મામલે બાલ્ટીમોર કોસ્ટ ગાર્ડ ઓફિસર મેથ્યુ વેસ્ટએ જણાવ્યું હતું કે, પુલના આંશિક પતનની જાણ મંગળવારે સવારે થઈ હતી. બાલ્ટીમોર ફાયર વિભાગે પણ પુલ તૂટી પડવાની પુષ્ટિ કરી હતી. આ પછી મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (Maryland Transportation Authority)એ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
દુર્ઘટનામાં ઘણી જાનહાનિ થવાની આશંકા
આ દુર્ઘટના મામલે કોસ્ટગાર્ડ, ફાયર ડિપાર્ટમેન્ટ સહિતની ઘણી એજન્સીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ઘણી જાનહાનિ થવાની આશંકા છે. અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુલ તૂટી પડ્યા બાદ ઘણી કાર અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ સાથે સાથે ઘણા લોકોના ગુમ થવાના સમાચાર પણ છે. એકંદરે આ અકસ્માત મોટી ખોટ તરફ ઈશારો કરી રહ્યો છે. બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કેવિન કાર્ટરાઈટે પુષ્ટિ કરી હતી કે અંદાજે સાત લોકો અને અનેક વાહનો નદીમાં વહી ગયા હતા. જો કે, આ ઘટનામાં મોટી જાનહાની થયાના સમાચાર સામે આવ્યાં છે. પરંતુ હજુ તે આંકડો સામે આવ્યો નથી.
જહાજ પર સિંગાપુરનો ધ્વજ જોવા મળ્યો હતો
કોસ્ટગાર્ડેના એક અધિકારીએ જણાવ્યું કે, આ જહાજ પર સિંગાપુરનો ધ્વજ લાગેલો હતો. માલવાહક જહાજનું નામ ડાલી છે અને તે 948 ફૂટ લાંબુ છે. આ જહાજ બાલ્ટીમોરથી શ્રીલંકાના કોલંબો માટે રવાના થયું હતું. આ દરમિયાન જહાજ ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે અથડાયું હતું. આ પુલની વાત કરવામાં આવે તો 1977માં આ પુલનો લોકોનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેનું નામ પ્રખ્યાત અમેરિકન લેખક ફ્રાન્સિસ સ્કોટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ 1.6 માઇલ લાંબો છે.