Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Baltimore Bridge collapse : કાર્ગો શિપમાં હાજર તમામ 22 લોકો ભારતીય, કોઈ જાનહાનિ નહીં...

અમેરિકાના બાલ્ટીમોર (Baltimore Bridge collapse)માં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ પર ક્રેશ થયેલા કન્ટેનર જહાજમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા. આ જહાજનું સંચાલન કરતી કંપનીએ કહ્યું કે તે તમામ સુરક્ષિત છે. સિનર્જી મરીન ગ્રૂપે પણ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી...
baltimore bridge collapse   કાર્ગો શિપમાં હાજર તમામ 22 લોકો ભારતીય  કોઈ જાનહાનિ નહીં

અમેરિકાના બાલ્ટીમોર (Baltimore Bridge collapse)માં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ પર ક્રેશ થયેલા કન્ટેનર જહાજમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા. આ જહાજનું સંચાલન કરતી કંપનીએ કહ્યું કે તે તમામ સુરક્ષિત છે. સિનર્જી મરીન ગ્રૂપે પણ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે બે પાઇલોટ સહિત તમામ ક્રૂ મેમ્બરો શોધી કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. શિપ મેનેજમેન્ટ કંપની સિનર્જી મરીન ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બંને પાઇલોટ સહિત તમામ ક્રૂ સભ્યોને શોધી કાઢવામાં આવ્યા છે અને કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. નદીમાં કોઈ પ્રદૂષણ પણ ફેલાયું નથી."

Advertisement

જહાજ પુલના થાંભલા સાથે અથડાયું

ગ્રેસ ઓશન કંપનીના નામે નોંધાયેલ સિંગાપોર ધ્વજ ધરાવતું જહાજ બાલ્ટીમોર (Baltimore Bridge collapse) પોર્ટથી શ્રીલંકા જવા રવાના થયું હતું. જોકે, રવાના થયાના થોડા સમય બાદ જ પટાપ્સકો નદી પરના કી બ્રિજ સાથે જહાજ અથડાયું હતું. અથડામણની સેકન્ડોમાં જ પુલ ધરાશાયી થઈ ગયો હતો અને ત્યાંથી પસાર થતા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જણાવી દઈએ કે આ જહાજનું નામ 'ડાલી' છે. ગ્રેસ ઓશન પીટીઇ લિમિટેડ હેઠળ નોંધાયેલ આ કાર્ગો જહાજ, કન્ટેનરથી ભરેલું હતું, જ્યારે સિંગાપોરનો ધ્વજ પણ જહાજ પર લહેરાતો હતો. આ જહાજ 10,000 વીસ-ફૂટ સમકક્ષ એકમો (TEU) સુધી વહન કરવામાં સક્ષમ છે, જો કે અથડામણ સમયે તેની પાસે 4,679 TEU હતું.

Advertisement

કેટલાક લોકો પુલ પર કામ કરી રહ્યા હતા

મળતી માહિતી મુજબ જ્યારે આ દુર્ઘટના બની ત્યારે એક કન્સ્ટ્રક્શન ટીમ પણ બ્રિજ પર કામ કરી રહી હતી, જેને પણ ઘણું નુકસાન થયું હતું.આ ઘટના બાદ કન્સ્ટ્રક્શન ટીમના 8 લોકો નદીના બર્ફીલા પાણીમાં પડી ગયા હતા, જ્યાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ હતું. જેમાંથી 2ને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે 6 લોકો હજુ પણ મળ્યા નથી.

Advertisement

પુલ પરથી પસાર થતા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા

948 ફૂટનું કન્ટેનર જહાજ પુલના થાંભલા સાથે અથડાયું, ત્યારબાદ પુલનું માળખું પાણીમાં ડૂબી ગયું. અકસ્માત સમયે કેટલાક વાહનો પુલ ક્રોસ કરીને પાણીમાં પડી ગયા હોવાનું બહાર આવ્યું છે. 'DALI' તરીકે ઓળખાતું આ જહાજ અમેરિકાના બાલ્ટીમોર (Baltimore Bridge collapse)થી કોલંબો, શ્રીલંકા માટે રવાના થયું હતું અને સવારે 1.30 વાગ્યે ક્રેશ થયું હતું.

આ પણ વાંચો : MUMBAI હવે ચીનની રાજધાની કરતાં નીકળ્યું આગળ, બન્યું એશિયાનું Billionaire Capital

આ પણ વાંચો : Baltimore Bridge collapse : અમેરિકામાં સર્જાઈ મોટી દુર્ઘટના, જહાજ અથડાવાથી ક્ષણભરમાં પુલ ઘરાશાયી

આ પણ વાંચો : Japan : જાપાન પોતાના સંવિધાનનો ભંગ કરશે, દુનિયાને પોતાના લડાકુ વિમાન વેચશે

Tags :
Advertisement

.